માર્કેટમાં મળતા કેમિકલ યુક્ત સિંદૂર લગાવી તમારા વાળ ખરાબ ન કરો નહીં તો આગળ જતા પડી જશે ટાલ..આ રીતે ઘરે બનાવો હર્બલ સિંદૂર

તમે કેટલીક વાર લોકોના મુખે એવો ડાયલોગ સાંભળ્યો જ હશે કે ‘ એક ચપટી સિંદૂરની કિંમત’. પરંતુ આજે અમે આ લેખ દ્વારા એક ચપટી સિંદૂરની કિંમત વિશે નહિ, પરંતુ એક ચપટી સિંદૂર એ કેમિકલ યુક્ત સિંદૂર હોય શકે છે, જેને લગાવવાથી તમને નુકશાન પણ થઈ શકે છે. તો મિત્રો આજે આ લેખમાં અમે તમને સિંદૂર વિશેની ખાસ માહિતી જણાવશું.

સિંદૂરનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સદીયોથી સિંદૂરને મહિલાઓના લગ્ન થઈ ગયાની નિશાની માનવામાં આવે છે. લગભગ દરેક ઉત્સવમાં અને પુજા પાઠમાં સિંદૂરનો ઉપયોગ થાય છે. હિંદુ ધર્મમાં સિંદૂર સુહાગણનું સૌભાગ્ય માનવામાં આવે છે. આ માટે મહિલાઓ પોતાના સેંથા પર સિંદૂર જરૂરથી લગાવે છે.પરંતુ આજે બજારમાં જે કેમિકલ યુક્ત સિંદૂર મળી રહ્યું છે તેને લાગવવાથી મહિલાઓને પોતાના સેંથામાંથી વાળ જતા રહે છે. જી હા મિત્રો, કદાચ તમને આ વિચિત્ર લાગશે, પરંતુ તમને જણાવી દઈએ કે, આજકાલ બજારમાં કેટલાક પ્રકારના સિંદૂર આવી રહ્યા છે, જેમાં સીસા, સલ્ફેટ જેવા જીવલેણ રસાયણો ઉમેરવામાં આવી રહ્યા છે. આ રસાયણોના કારણે આજે મહિલાઓને માથામાં ટાલ પડવાની શિકાર બની રહી છે.

તમને જણાવી દઈએ કે, સિંદૂરને કમિલાના છોડમાંથી બનાવવામાં આવે છે. આ ઓર્ગેનિક સિંદૂરને લગાવવાથી તમને કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. પરંતુ આજે ધીરે- ધીરે કરીને કેમિકલ્સ યુક્ત સિંદૂરે જગ્યા લઈ લીધી છે. આ સિંદૂરમાં રેડ લેક અને મરકરી જેવી જીવલેણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે ત્વચા માટે નુકશાનકારી સાબિત થઈ શકે છે.વાળમાં આવે છે ખંજવાળ :

બજારમાં મળી રહેલા ચપટી સિંદૂરથી તમને ટાલ પણ પડી શકે છે. ખરેખર તો બજારમાં જે સિંદૂર મળે છે તેમાં આર્ટિફિશિયલ ડાઈ, મરકરી, સલ્ફેટ, સિન્થેટીક ડાઈ અને ડાઈ હેરીડીટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય સિંદૂરના કલરને લાલ કરવા માટે તેમાં લેડ ટ્રેટ્રો ઓક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના સિંદૂરને જો વાપરવામાં આવે તો વાળમાં ખંજવાળ આવે છે. અને સાથે જ ચેપ લાગવાનુ જોખમ પણ રહે છે. જો તમારા વાળમાં ખંજવાળ આવે છે અને વાળ ઉતરે છે તો તમે આ પ્રકારના સિંદૂરને વાપરવાનું બંધ કરો.

સ્કીન એલર્જી :

લેડ યુક્ત સિંદૂરને જો સેંથામાં પુરવામાં આવે તો, ખંજવાળ તો આવે જ છે સાથે સાથે ત્વચા પર રેસેજ પણ થઈ જાય છે. આ સિંદૂરમાં સલ્ફેટ હોય છે, જે સ્કીન કેન્સરનું કારણ પણ બની શકે છે. કેમિકલ યુક્ત મળી રહેલા આ સિંદૂરનો ઉપયોગ તમે ન કરો. સેંથામાં સિંદૂરને પુરવા માટે તમે સિંદૂરનો જ ઉપયોગ કરો.હર્બલ સિંદૂરને ઘરે જ કેવી રીતે બનાવવું : તમે ઘરે જ હર્બલ સિંદૂરને તૈયાર કરી શકો છો. આવો જાણીએ હર્બલ સિંદૂર બનાવવાની રીત અને તેમમાં જોઈતી સામગ્રી. સામગ્રીમાં હળદર – 1 ચમચી, ચૂનો – અડધી ચમચી, ગુલાબજળ – જરૂર પ્રમાણે, ગુલાબની પાખડી – 10 થી 15 નંગ.

આ સિંદૂરને તૈયાર કરવા માટે 1 વાટકો લો. તેમાં એક ચમચી હળદરને નાખો અને તેમાં હળદરના ભાગ પ્રમાણે એક ચોથા ભાગ પ્રમાણે ચૂનો નાખો અને હવે તેમાં જરૂર મુજબ ગુલાબજળ અને ગુલાબની પાંખડીઓ નાખો. આ બધી વસ્તુઓને એકી સાથે મિક્સ કરો. તમે જ્યારે આ બધી વસ્તુઓને મિક્સ કરશો એટલે તેનો કલર લાલ થઈ જશે.ધ્યાન રાખજો કે તમારી આ પેસ્ટ સુકાય ગયા પછી ઓરેન્જ રંગની થઈ જશે. પેસ્ટને નરમ રાખવા માટે તેમાં તમારે ગુલાબજળ નાખવું પડશે. આ સિંદૂરને લગાવવાથી તમને કોઈ પણ પ્રકારનું નુકશાન નહિ થાય. તમે ધ્યાન રાખજો કે હળદરમાં ચુનાનો ઉપયોગ ખુબ જ ઓછો કરવાનો છે. કારણ કે જો ચુનાની માત્રા વધી જશે તો તમારી ત્વચા પર નુકશાન થઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “માર્કેટમાં મળતા કેમિકલ યુક્ત સિંદૂર લગાવી તમારા વાળ ખરાબ ન કરો નહીં તો આગળ જતા પડી જશે ટાલ..આ રીતે ઘરે બનાવો હર્બલ સિંદૂર”

  1. India with heavy culture of curruption, purity distroyed and dishonesty. God help. No education will change their attitude. Hence they loose all trust and credit.

    Reply

Leave a Comment