આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

શું તમારા પેટમાં હંમેશા ગેસ રહે છે, શું તમને પેટમાં હંમેશા ભારેપણું રહે છે, શું કંઈ પણ ખાતા પીતા જ તમારું પેટ ફુલવા લાગે છે, શું તમને ઓછી ભૂખ લાગે છે?  જો આ બધા પ્રશ્નોના જવાબ હા હોય તો તમારે તુરંત જ તમારા ડાયટમાં બદલાવ કરવો જોઈએ આ સંકેત છે કે તમે ગેસ, એસીડીટી કે બ્લોટીંગ ની સમસ્યાનો સામનો કરી રહ્યા છો. જે તમારી ખાવા પીવાની ખરાબ આદતો ના કારણે થઈ શકે છે.

ડાયટિશિયનના જણાવ્યા પ્રમાણે દરરોજ ખાવા પીવામાં આવતા કેટલાક ખાદ્ય પદાર્થો ગેસ બનાવવાનું કામ કરે છે. જેથી તમને પેટ ફુલવું કે બ્લોટીંગ ની સમસ્યા થઈ શકે છે. જો તમે પેટ સંબંધિત આ સમસ્યાઓથી બચવા ઈચ્છતા હોય તો તમારે નીચે જણાવેલા ખાદ્ય પદાર્થો ખાવાના છોડી દેવા જોઈએ કે તેનું સેવન ઓછું કરી દેવું જોઈએ.1) બીન્સ કે કઠોળ:- બીન્સ અનેક પ્રકારના હોય છે. રાજમાં, સોયાબીન અને બ્લેક બીન્સ  જેવા ખાદ્ય પદાર્થો સોજા નું કારણ બની શકે છે. કારણકે તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તેના સિવાય તેમાં ઓલીગોસેકેરાઈડ હોય છે જે સુગર હોય છે જેને તોડવું શરીર માટે મુશ્કેલ હોય છે.

2) કાર્બોનેટેડ ડ્રિંક્સ:- કાર્બોનેટેડ ડ્રિંક્સમાં એક ગેસ હોય છે જેને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય છે. સ્વાભાવિક છે કે તેને પીવાથી મોટા પ્રમાણમાં આ ગેસ તમારા પેટમાં આવે છે. આ પેટમાં જઈને ફસાઈ શકે છે અને પેટમાં દબાણ વધારી શકે છે. તેનાથી તમને સોજો અને ઓડકાર  આવી શકે છે.3) કોબીજ પરિવારના શાકભાજી:- કેળ , બ્રોકોલી, કોબીજ અને ફ્લાવર જેવી શાકભાજી ગેસ બનાવે છે અને તે પેટમાં સોજા નું કારણ બને છે. તેમાં રૈફિનોજ હોય છે, આ એક પ્રકારની સુગર છે જે ગેસ કરવાનું અને પેટ ફુલવાનું કારણ બની શકે છે.

4) ડુંગળી:- ડુંગળી ફ્રુક્ટેન નો એક મોટો સ્ત્રોત છે. આ દ્રવ્ય શીલ ફાયબર છે, જે સોજો પેદા કરી શકે છે. ડુંગળીની જેમ જ લસણમાં ફ્રુક્ટેન હોય છે. જે FODMAPs હોય છે જે સોજા નું કારણ બને છે.5) કાચા શાકભાજી:- આમ તો કાચા શાકભાજી નું સલાડ ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ આ પેટમાં ગેસ પણ બનાવે છે કારણ કે સલાડમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે. એટલે સીધી વાત છે કે તમે જેટલું વધારે ફાઇબરનું સેવન કરશો તેટલો જ વધારે ગેસ અને બ્લોટીંગ થઈ શકે છે.

👉 ગેસ અને બ્લોટિંગ થી કેવી રીતે છુટકારો મેળવવો:- ભોજન કર્યાના 30 મિનિટ બાદ અજમો, જીરું, વરીયાળી નો ઉકાળો પીવો. સોડિયમ નું પ્રમાણ મર્યાદિત કરવું. ધીરે ધીરે ખાવું અને ભોજનને સારી રીતે ચાવવો. હાઇડ્રેટ રહેવાથી તમને પેટ સાફ આવશે અને તમને બ્લોટીંગ થી રાહત મળશે. સવારમાં ધાણાના બીજ નું પાણી પીવું. તેનાથી શરીરમાંથી એક્સ્ટ્રા સોડિયમ નીકળી જાય છે જેથી વોટર રીન્ટેશન થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment