બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

આજના સમયમાં મોબાઈલ રોજીંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે એક એવી વસ્તુ જોડાઈ ગઈ છે, જેના આદિ લગભગ દરેક લોકો બની ગયા છે. અને એ છે મોબાઈલ. આજના સમયમાં મોબાઈલ સાથે લોકો એટલા કનેક્ટેડ થઈ ગયા છે કે એના વગર લગભગ કામો અટકી જાય છે.

પરંતુ મોબાઈલનું એક દુઃખદ વસ્તુ એ છે કે, નાના બાળકો પણ આ સમયમાં મોબાઈલના શોખીન થઈ ગયા છે. જે કલાકો સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે બાળકો પર મોબાઈલથી ખુબ જ ખરાબ અસર પડે છે. જેની આજના માતા-પિતાને થોડી પણ માહિતી નથી. મોબાઈલથી બાળકને માનસિક તકલીફો થાય છે સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી પણ ઘણી બીમારીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

બાળકોમાં મોબાઈલનો એટલો બધો ક્રેઝ વધી રહ્યો છે કે, તેને મોબાઈલની લત લાગતી જાય છે. કોરોના કાળમાં સ્કૂલો બંધ હોવાના કારણે ઓનલાઈન ભણતરના હિસાબે મોબાઈલ ફોનનો સહારો લેવામાં આવ્યો હતો. તેમાં બાળકોને મોબાઈલ ફોન દ્વારા સ્કુલ સાથે ઓનલાઈન જોડાવવાનું હતું. પરંતુ મોબાઈલના આજ કારણે હવે બાળકો બીમારી તરફ વધી રહ્યા છે અને પછી માતા-પિતાએ મજબુર થઈને બાળકોને ડોક્ટર પાસે લઈ જવા પડે છે.

મોબાઈલની લતથી બાળકોમાં વધે છે બીમારીઓ : એક વિશેષજ્ઞ ડોક્ટર જણાવે છે કે, બાળકો દ્વારા ઘણા કલાકો સુધી મોબાઈલમાં ગેમ રમતા રહેવાથી અને કલાક સુધી આંખનો પલકારો માર્યા વગર વિડીયો જોવાથી તેની આંખો સાથે જોડાયેલી સમસ્યા વધતી જાય છે. આ જ કારણે બાળકોને ખુબ જ નાની ઉંમરમાં જ ચશ્માંનો સહારો લેવો પડે છે. આ સિવાય બાળકો આઉટડોર ગેમ પણ ભૂલી રહ્યા છે. જેના કારણે બાળકોમાં ફિઝીકલ સમસ્યાઓ પણ વધવા લાગી છે. સાથે સાથે મોબાઈલનો ઉપયોગ કરવાથી બાળકોએ માનસિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

જો બાળકો અથવા મોટા લોકોની ગરદનમાં દુખાવો થતો હોય, જેમ કે સર્વાઇકલની સમસ્યા અથવા તો આંખમાંથી પાણી નીકળવું, આંખોમાં બળતરા થવી, બાળકોને ભૂખ ન લાગવી તેમજ અન્ય કોઈ શારીરિક સમસ્યા થાય છે, તો ડોક્ટરને બતાવવું જોઈએ. તમારા બાળકોને મોબાઈલથી દુરી બનાવવા માટે કહો.

બાળકોને કેવી રીતે મોબાઈલથી દુર કરવા : બાળકોને આજના સમયમાં મોબાઈલ ફોનથી એટલો લગાવ છે કે તેને તેની લતમાંથી બહાર કાઢવા ખુબ જ મુશ્કેલ થતું જાય છે. તેવામાં માતા-પિતા પોતાના બાળકોની સાથે વધુ સમય વિતાવે, તેને પાર્કમાં લઈ જાય, આઉટડોર ગેમ્સ રમવા માટે કહો. સાથે જ તમામ એવી એક્ટીવીટી છે, જેને કરવાથી બાળકો આસાનીથી મોબાઈલ ફોનને ના કહી દે અને તેની શારીરિક સમસ્યાઓનું સમાધાન થઈ જાય.

માતા-પિતા એ બને ત્યાં સુધી બાળકોના ભાળતા મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે નાના બાળકો જેવું જોવે એવું જ અનુકરણ કરે. માટે શક્ય હોય ત્યાં સુધી બાળકોની હાજરીમાં માતા-પિતાએ મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment