અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
⚜ હનુમાનજીનો ફોટો કંઈ દિશામાં રાખવો જોઈએ….. ⚜
⚜ આપણે બધા જ જાણીએ છીએ કે દરેક ઘરમાં દેવી દેવતાઓના ફોટો તો લગાવવામાં આવ્યા હોય છે. તેનાથી આપણા ઘરની ઘણી બધી પરેશાની દુર થતી હોય છે અને ઘરમાં સુખ અને શાંતિ બને રહે છે. પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે ઘરમાં દેવી દેવતાઓના ચિત્ર લગાવ્યા પછી પણ આપણી પરેશાની દુર નથી થતી અને ઘરમાં સુખ શાંતિ પણ નથી રહેતી. અને તેનાથી આપણને ઘણી બધી ધન સંબંધિત પરેશાની થાય છે.
⚜ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હનુમાનજીનો ફોટો લગાવવાથી ઘણા બધા ફાયદાઓ અચૂક મળે છે. અને આપણને ઘણા લાભ મળે છે. જો ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર સાચી દિશામાં હનુમાનજીનો ફોટો લગાવીએ તો આપણને લાભ જ લાભ મળે છે. અને ઘરમાં સુખ અને શાંતિ પણ મળે છે. અને ક્યારેય પણ ધન સંબંધિત પરેશાની ભોગવવાનો વારો નથી આવતો. અને બીજી પણ કોઈ તકલીફનો સામનો નથી કરવો પડતો.
⚜ આજે આપણે વાત કરીશું કે હનુમાનજીના ફોટાને આપણે આપણા ઘરમાં કંઈ જગ્યા પર લગાવવો જોઈએ અને તેનાથી આપણને શું ફાયદો થાય.
⚜ આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી બાળબ્રહ્મચારી છે એટલે તેનો ફોટો ક્યારેય આપણે બેડરૂમમાં ન લગાવવો જોઈએ. બેડરૂમમાં હનુમાનજીનો ફોટો લગાવવો તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. જો કોઈંએ પણ ઘરના બેડરૂમમાં હનુમાનજીનો ફોટો લગાવ્યો હોય તો તેને ત્યાંથી લઈ લેવો જોઈએ.
⚜ હનુમાનજીનો ફોટો તમે ઘર અથવા ઓફિસમાં દક્ષીણ દિશા તરફ લગાવવી જોઈએ. અને મોટા ભાગના વિદ્ધાનનું કહેવું છે કે હનુમાનજીનો ફોટો હંમેશા દક્ષીણ દિશામાં જ લગાવવો જોઈએ. તે સૌથી શુભ માનવામાં આવે છે.
⚜ કેમ કે હનુમાનજીએ પોતાની શક્તિનો પ્રયોગ દક્ષીણ દિશામાં કર્યો હતો. એટલા માટે આપણને હનુમાનજીની કૃપાનો પૂર્ણ લાભ મળી રહે છે.
⚜ ઘરમાં હંમેશા પર્વત ઉઠાવતા હોય અથવા પંચમુખી અથવા રામ ધૂન કરતા હોય તેવા જ હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ. આવો ફોટો લગાવવો તે ઘર અને ઓફીસ માટે ખુબ સારું અને શુભ માનવામાં આવે છે. આવો ફોટો લગાવવાથી આપણા ઘરના બધા જ દોષ નષ્ટ થાય છે.
⚜ ઘરમાં જો કોઈએ તાંત્રિક ક્રિયા કરી હોય, નજરદોષ હોય અથવા કોઈ પણ પ્રકારની પરેશાની હોય તે દુર થાય છે.
⚜ ઉત્તર દિશામાં હનુમાનજીનો ફોટો લગાવવાથી દક્ષીણ દિશામાંથી આવતી પ્રત્યેક નકારાત્મક શક્તિને હનુમાનજી રોકી લે અને આપણા ઘરની રક્ષા કરે છે. તેનાથી આપણા ઘરની સુખ અને શાંતિ જળવાઈ રહે છે.
⚜ જે રૂપમાં હનુમાનજી પોતાની શક્તિનું પ્રદર્શન કરતા હોય તેવો ફોટો લગાવવાથી કોઈ પણ ખરાબ શક્તિ ઘરમાં પ્રવેશ નથી કરતી અને તમે ક્યારેય પણ અસફળ નથી થતા. તમે કોઈ પણ કામ કરો તો તેમાં 100% સફળતા મળે છે.
⚜ હનુમાનજીના ફોટા પર સિંદુર જરૂર લગાવવું જોઈએ. એવું ન કરી શકો તો સિંદુરનો એક નાનો એવો ચાંદલો કરવો જોઈએ. તેનાથી હનુમાનજીની કૃપા તમારા પર વિશેષ રહે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી