રોજ અડધી કળીનું સેવન નસોમાં જામેલ ખરાબ કોલેસ્ટ્રોલ કરી દેશે ખતમ, 1 જ દિવસમાં ઘટી જશે 10% જેટલું…

મિત્રો આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જેમાં એક સારા અને બીજા ખરાબ કોલેસ્ટ્રોલ. જયારે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે નસમાં જામવા લાગે છે. જેને કારણે તમને હાર્ટને લગતી બીમારી થઇ શકે છે. પણ તમે નસમાં જામેલ આ ખરાબ કોલેસ્ટ્રોલને લસણના સેવન દ્વારા ખત્મ કરી શકો છો. પણ લસણને યોગ્ય રીતે ખાવાથી તેનો લાભ મળે છે. 

કોલેસ્ટ્રોલ વધવું આજના સમયમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ખાવાપીવાની ખોટી આદતને અને સુસ્ત જીવનશૈલી ને કારણે ઘણા લોકો વધેલ કોલેસ્ટ્રોલથી પરેશાન રહે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. સારા ને ખરાબ. સારું કોલેસ્ટ્રોલ શરીરના સારા કામકાજ માટે જરૂરી છે જયારે ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયના રોગ, સ્ટ્રોક, અને હાર્ટ એટેક જેવી બીમારીઓ નો સામનો કરવો પડી શકે છે.કોલેસ્ટ્રોલ લોહીની નસમાં જામેલ એક મીણ જેવો પદાર્થ હોય છે. નસમાં તેની માત્રા વધવાથી નસ બ્લોક થવાનું જોખમ વધી જાય છે.  આ જ કારણ છે કે તમારું બ્લડ સર્ક્યુલેશન ઓછુ થવા લાગે છે. ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવા માટે બજારમાં ઘણા પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. પણ તમે રસોડામાં રહેલ લસણનું સેવન કરીને લોહીની નસમાં જામેલ કોલેસ્ટ્રોલને બહાર કાઢી શકો છો. 

કોલેસ્ટ્રોલનો રામબાણ ઈલાજ છે લસણ:- એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે કાચું લસણ કાર્ડિયોવેસ્કુલર ડીસીઝ માટે સારી રીતે કામ કરે છે. લસણને એલડીએલ-સી અને ટ્રાઈગ્લીસરાઈડ લેવલ ને ઓછુ કરવામાં પ્રભાવી માનવામાં આવે છે. દરરોજ લસણની અડધી અથવા એક કળી નું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ લગભગ 10% ઓછુ થઇ શકે છે.

લસણની અડધી કળી જ કાફી છે:- શરીરમાં જામેલ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવા માટે તમારે દરરોજ લસણની અડધી કળી ખાવી જોઈએ. તમે લસણનો પાવડર નો ઉપયોગ ન કરો. લસણ પાવડર કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ નથી કરતુ. પાવડર બનાવવાથી તેના સક્રિય યોગિક ઓછા થઇ જાય છે.

કોલેસ્ટ્રોલને કેવી રીતે ઓછુ કરે છે લસણ?:- લસણમાં હ્યુમન 3  હાઈડ્રોકસી-3 મિથાઈલગ્લુટરીએલ – કોએન્જાઈમ (HMG – CoA) અને સ્ક્વાલીન મોનોઓક્સીજીનેજ જેવા તત્વો મળે છે. જે કોલેસ્ટ્રોલ ને રોકવામાં તમારી મદદ કરે છે. કેટલા પ્રમાણમાં લસણ ખાવું જોઈએ:- કોલેસ્ટ્રોલ અને લસણ ને લઈને કરવામાં આવેલ અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે 500 થી 1000 મીલીગ્રામ લસણનો ઉપયોગ ઘણો છે. દવામાં ઉપયોગમાં લેવાતા પાવડર થી લઈને રસોઈમાં ઉપયોગમાં લેવાતા કાચા લસણ સુધી લસણનો ઉપયોગ ઘણો અલગ હોય છે. સામાન્ય રીતે દરરોજ કાચા લસણની એક થી બે કળી ન ખાવી જોઈએ. 

આ વાતનું ધ્યાન રાખો:- જો તમને કોઈપણ પ્રકારનું બ્લડ થીનર લઇ રહ્યા છો અથવા જલદી કોઈ સર્જરી કરવાની જરૂર છે તો તમારે ડોક્ટરની સલાહ લીધા વગર લસણનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી તમારા રક્તના ગઠ્ઠા બનવાની ક્ષમતા ઓછી થઇ શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment