ફક્ત 1 મુઠ્ઠી આ દેશી વસ્તુનું સેવન.. ફટાફટ ઘટાડશે તમારું વજન | જાણીલો ખાવાની રીત અને બીજા ફાયદા

ચણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. અને તેમાં પણ કાળા ચણાને બાફીને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા મળે છે. કાળા ચણાને પોતાના ડાયટમાં સામેલ કરીને તમે સ્વસ્થ રહી શકો છો. તેમાં વિટામિન એ, બી, સી, ફાઇબર પોટેશિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જોવા મળે છે. જેનાથી ડાયાબિટીસથી લઈને વજન ઓછું કરવા સુધીમાં મદદ મળે છે. કાળા ચણાને બાફીને ખાવાથી તેના ખાસ ફાયદા થાય છે. ખરેખર કાળા ચણાને પચાવવા ખૂબ જ આસાન હોય છે. તેની સાથે જ કાળા ચણાને આપવાથી તેમાં ઉપસ્થિત ફાઈટીક એસિડ ઓછું થઈ જાય છે. જેનાથી કેલ્શિયમ અને ફાઈબરના શોષણમાં મદદ મળે છે. તેની માટે કાળા ચણાને બાફીને ખાવાના ઘણા બધા ફાયદા છે.

 કાળા ચણાને બાફીને ખાવાના ફાયદા

1 ડાયાબિટીસ: બ્લડશુગરને નિયંત્રિત કરવા માટે બાફેલા ચણા ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઇબર અને પ્રોટીન જેવા પોષક તત્વો જોવા મળે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. કાળા ચણા માં ઉપસ્થિત કાર્બોહાઈડ્રેટ ધીમે-ધીમે પચે છે. જેની મદદથી બ્લડ સુગરના સ્તરને ઓછું કરી શકાય છે. તેની સાથે ઇન્સ્યુલિનની સક્રિયતા વધારવા માટે પણ મદદ કરે છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે અને તે ટાઇપ 2 ડાયાબિટીસના જોખમને ઓછું કરે છે.

2 ત્વચા માટે ફાયદાકારક

બાફેલા કાળા ચણાને ખાવાથી એન્ટિઓક્સિડન્ટ મળે છે. જે ચહેરાની ચમક માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સિવાય તમે તેના પાણીને ઠંડું કરીને તમારા ચહેરો પણ ધોઈ શકો છો. તેનાથી ચહેરા માં ખૂબ જ નિખાર આવે છે.

 

3 હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

કાળા ચણા માં એન્ટીઓક્સીડેન્ટ, એંથોસાયનીન અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સ જોવા મળે છે. જે હૃદયના રોગો ની સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી  તણાવને ઓછો કરવામાં મદદ મળે છે અને તે ફોલેટ અને મેગ્નેશીયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે. જે હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

4 આયર્નની ઉણપ: કાળા ચણા માં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે, આપણા શરીરમાં પર્યાપ્ત લોહીની માત્રા બનાવી રાખવા માટે મદદ કરે છે. જેનાથી એનિમિયાની સમસ્યા થતી નથી તેનાથી તમે સંપૂર્ણ દિવસ ઊર્જાવાન રહો છો અને તે મહિલાઓ માટે પણ ખૂબ જ સારા હોય છે.

5 વજન ઓછું કરવામાં : કાળા ચણાને બાફીને ખાવાથી તમારું વજન ઓછું કરવા માટે પણ મદદરૂપ થાય છે. ખરેખર ચણામાં ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ હોય છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે તે સિવાય તેમાં ફાઈબર અને પ્રોટીન જોવા મળે છે જે તમારા પેટની લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

6 પાચનમાં સહાયક

કાળા ચણામાં ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને અપચાની સમસ્યા માં પણ આરામ મળે છે. તે સિવાય જેમ કે અમે તમને પહેલા જ જણાવ્યું કે કાળા ચણાને બાફીને ખાવાથી તેને પચાવવું ખૂબ જ આસાન થઈ જાય છે. તેથી તમે તેને બાફીને ખાઈ શકો છો.

કાળા ચણાનું સેવન કેવી રીતે કરવું 

1 તમે કાળા ચણાને બાફીને સવારે ખાલી પેટ ખાઈ શકો છો. તેનાથી તમને પેટની સમસ્યા થશે નહીં. 2 તે સિવાય તમે બાફેલા ચણાની અંદર લીલું મરચું, સંચળ, ટામેટા અને જીરૂ પાવડર ઉમેરીને તેનું સેવન કરી શકો છો.

3 બાફેલા કાળા ચણાનું તમે શાક બનાવીને ખાઈ શકો છો, તેના તમારા હિસાબથી બનાવી શકો છો, તેનાથી તમારા વાળ સુંદર થાય છે. 4 કાળા ચણાને તમે પીસીને દાળ બનાવીને પણ ખાઈ શકો છો. તેનાથી તમને ડાયાબીટીસની સમસ્યામાં આરામ મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment