આ દિશામાં બનાવેલું ટોયલેટ ઘરમાં કરે છે સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યને આવા નુકસાન… જાણો વસ્તુ પ્રમાણે કઈ દિશામાં ટોયલેટ યોગ્ય ગણાય

શું તમે પણ આ દિશામાં ટોઇલેટ બનાવ્યું નથી ને?

મિત્રો આપણે ત્યાં વાસ્તુશાસ્ત્રનો એક ખુબ જ મોટો વિષય રહેલો છે. જેમાં ઘરની નાનામાં નાની વસ્તુથી લઈને મોટી વસ્તુઓ સુધીની દરેકના વાસ્તુ નિયમો બતાવવામાં આવ્યા છે. આથી જયારે પણ તમે કોઈ વસ્તુ ખરીદો છો અથવા ઘર કે ઓફીસ બનાવતી વખતે તેની દિશા, ખુણાઓ વગેરે નું જ્ઞાન રાખવું જરૂરી છે. જો તમે વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુસરતા નથી તો તમે આર્થિક તેમજ શારીરિક રીતે કષ્ટ ભોગવો છો. આજે અમે તમને આ લેખમાં ઘરમાં ટોઇલેટ કઈ દિશામાં રાખવું તેના વિશે વાત કરીશું. 

ઘરનું ટોઇલેટ ગમે તેવું સુંદર કેમ નાં હોય પણ જો વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર તેનું નિર્માણ ન કરવામાં આવે તો તે નકારાત્મક ઉર્જાને વધારે છે. જયારે ખોટી રીતે બનેલ ટોઇલેટ તે ઘરના સદસ્યને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. વાસ્તુ અનુસાર તેનાથી બાળકોનું કેરિયર અને પારિવારિક સંબંધો ખરાબ થઇ શકે છે. ચાલો તો આપણે જાણી લઈએ ટોઇલેટ ને લગતા થોડા નિયમો વિશે. 

કઈ દિશામાં ટોઇલેટ બનાવવું જોઈએ?

1) વાસ્તુશાસ્ત્ર અનુસાર વિસર્જન માટે દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ દિશાને સર્વશ્રેષ્ટ માનવામાં આવે છે. આ દિશામાં શૌચાલય બનાવવું સારું માનવામાં આવે છે. આ સિવાય પૂર્વ, દક્ષિણ-પૂર્વ દિશામાં શૌચાલય બનાવવું સારું માનવામાં આવે છે.

2) જયારે દક્ષિણ-પશ્ચિમ દિશા સંતુલિત હોય છે તો પારિવારિક સંબંધ અને ઘરેલું સમન્વય સારું રહે છે. સાથે જ આ દિશામાં બનેલ શૌચાલય પારિવારિક સંબંધોમાં કડવાહટ ને દુર કરે છે. 

આ દિશામાં ભૂલથી પણ ટોઇલેટ ન બનાવવું 

ઉત્તર દિશા: ઘરની ઉત્તર દિશામાં બનેલ શૌચાલય રોજગાર સંબંધી પરેશાની પેદા કરે છે. આ દિશામાં બનેલ શૌચાલય માં રહેનાર લોકોને ધન કમાવવાના અવસર ઓછા મળે છે. 

ઇશાન ખૂણો: આ દિશા ભગવાનની માનવામાં આવે છે. આથી શૌચાલય ના કારણે શારીરિક અને માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ દિશામાં બનેલ શૌચાલય પરિવારના સદસ્યની ઈમ્યુંનીટી નબળી કરે છે. આથી ઘરના સદસ્ય ને બીમારીઓ ઘેરી લે છે. 

પૂર્વ દિશા : પૂર્વ દિશાનો સંબંધ સૂર્ય સાથે રહેલ છે. તેમજ તે સામાજિક સંબંધોની પણ દિશા માનવામાં આવે છે. એવામાં આ દિશામાં શૌચાલય હોવાથી તે સામાજિક સંબંધ ને ખરાબ કરે છે. 

દક્ષિણ-પૂર્વ દિશા : એવું કહેવામાં આવે છે કે આ દિશામાં બનેલ શૌચાલય જીવનની મુશ્કેલીઓને વધારી દે છે. અને તેનાથી માંગલિક કાર્યોમાં અડચણ આવે છે. સાથે જ તેનાથી ધનનું આગમન પણ અટકી જાય છે. 

દક્ષિણ દિશા : સુખ-સમૃદ્ધિ નું ક્ષેત્ર દક્ષિણ દિશામાં બનેલ ટોઇલેટ પરિવારના સદસ્ય માં તનાવ ને વધારી દે છે. આવા ઘરમાં રહેતા લોકોને માન સમ્માન અને પ્રતિષ્ઠા નથી મળતી. 

પશ્ચિમ અથવા ઉત્તર દિશા : પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં શૌચાલય હોવાથી ધન સંબંધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઇ શકે છે. વાસ્તુ અનુસાર તેનાથી મહેનત કરવા છતાં ઈચ્છિત ફળ નથી મળતું. 

આ વાતોનું ખાસ ધ્યાન રાખો 

– શૌચાલય માં બારી કે દરવાજો ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન હોવો જોઈએ.  – વાસ્તુ શાસ્ત્ર અનુસાર ટોઇલેટ માં સિરેમિક ટાઈલ્સ નો ઉપયોગ કરવો જોઈએ. 

– ફર્શ નો ઢાળ ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર હોવો જોઈએ.  – ટોઇલેટ ક્યારેય પણ રસોડા અથવા મંદિર ની સાથે જોડાયેલ ન હોવું જોઈએ. 

– દાદરની નીચે ટોઇલેટ, રસોડું, પૂજાઘર અથવા સ્ટોર રૂમ ન બનાવવો જોઈએ. વાસ્તુની દ્રષ્ટીએ તેને અશુભ માનવામાં આવે છે. 

– એક જ ટોઇલેટ માં ક્યારેય પણ બે સીટ ન હોવી જોઈએ. સાથે જ બાથરૂમ અને ટોઇલેટ બંને અલગ અલગ બનેલ હોવા જોઈએ. 

આમ તમારે કોઈપણ ઘર લેતી વખતે થોડા વાસ્તુશાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. ઘરની સુખ શાંતિ માટે આ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું જરૂરી બની રહે છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment