આ વસ્તુઓ ડાયાબિટીસના દર્દીઓ માટે ગણવામાં આવે છે એકદમ ‘શુગર ફ્રી’, ગમે એટલી ખાય તો પણ નથી વધતું શુગર…

મિત્રો જે લોકોને ડાયાબિટીસ છે તેમણે પોતાના ડાયટનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. કારણ કે તેમના માટે શુગર એ ધીમા ઝેર સમાન માનવામાં આવે છે. આથી જ તમે અમુક ફળ અને શાકભાજીને પોતાના ડાયટમાં સામેલ કરીને ડાયાબિટીસ કંટ્રોલ કરી શકો છો.

જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને એવી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે જેમાં શુગરની માત્રા ન બરાબર હોય. તેનાથી તેમના શરીરમાં બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. એવામાં એ લોકોએ થોડું જોઈ વિચારીને તેમના ડાયટ પ્લાન કરવા પડે છે. તમને જણાવી દઈએ કે, આપણી આસપાસ એવા અમુક ફળ અને શાકભાજી હોય છે જે શુગર ફ્રી હોય છે, જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કરી શકે છે. આજનો અમારો લેખ એવા જ ફળ અને શાકભાજી ઉપર છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

1 ) એવોકાડોનું સેવન : ડાયાબિટીસના દર્દી પોતાના ડાયટમાં એવોકાડોને સામેલ કરી શકે છે. કારણ કે તેમાં શુગરનું પ્રમાણ ન બરાબર હોય છે. તમને જણાવી દઈએ કે શુગર ફ્રી ફળોમાં એવોકાડોનું નામ સમાવિષ્ટ છે. એવું એ માટે કારણ કે તેની અંદર ખાંડ અને વસાનું પ્રમાણ ઓછું રહેલું હોય છે. તેવામાં જો તેનું સેવન કરવામાં આવે તો વ્યક્તિના શરીરમાં શુગરનું સ્તર વધતું નથી. માટે ડાયાબિટીસના રોગીઓ તેનું સેવન કરી શકે છે.

2 ) કોબીજનું સેવન : કોબીની અંદર પણ શુગરનું પ્રમાણ ઓછું રહેલ છે. કોબીજની અંદર ખાંડ અને વસાનું પ્રમાણ ઓછું રહેલું હોય છે. તેમજ તેની અંદર મેગ્નેશિયમ, સોડિયમ, આયરન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઇ વગેરે પોષકતત્વો રહેલા હોય છે જે સ્વાસ્થ્યને સારું કરી શકે છે.

3 ) ટમેટાંનું સેવન : ટમેટાને પણ તમે ડાયાબિટીસના દર્દીના ડાયટમાં સામેલ કરી શકો છો. શુગર ફ્રી શાકભાજીઓમાં ટમેટાંનું નામ પણ આવે છે. ટમેટાંમાં વિટામિન એ, વિટામિન કે અને પ્રોટીન વગેરે તત્વો રહેલા હોય છે. જે હાડકાં માટે તો ઉપયોગી જ છે પરંતુ સાથે સાથે તે શુગર ફ્રી ખાદ્ય પદાર્થોમાં પણ સમાવિષ્ટ છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરી શકે છે.

4 ) બ્રોકલીનું સેવન : શાકભાજીમાં તમે બ્રોકોલીને પણ સામેલ કરી શકો છો. બ્રોકલીની અંદર ઓછી ખાંડ રહેલી હોય છે. તેમજ તેને વસા મુક્ત પણ ગણવામાં આવે છે. તેની અંદર કેલ્શિયમ, ફૉસ્ફરસ, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન કે, વિટામિન સી, વિટામિન ડી વગેરે પોષકતત્વો જોવા મળે છે જે ત્વચા માટે ખુબ જ સારું ગણવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ પણ તેનું સેવન કરી શકે છે.

5 ) કિવિનું સેવન : ડાયાબિટીસના દર્દી પોતાના ડાયટમાં કિવિને સમાવી શકે છે. કિવિને ડાયાબિટીસના દર્દીઓના ડાયટમાં સમાવેશ કરવામાં આવે છે. કારણ કે તેને શુગર ફ્રી ફળ ગણવામાં આવે છે. જણાવી દઈએ કે તેમાં વિટામિન સી ની સાથે ખાંડનું પ્રમાણ નહિવત રહેલું હોય છે. તેના સેવનથી વ્યક્તિને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા ઘણા ફાયદાઓ થઈ શકે છે. આ સિવાય તેમાં ઘણા પોષકતત્વો પણ જોવા મળે છે.

6 ) સંતરાનું સેવન : ડાયાબિટીસના રોગીઓ પોતાના ડાયટમાં સંતરાનો સમાવેશ પણ કરી શકે છે. એવું એ માટે કારણ કે તેને શુગર ફ્રી ફળના રૂપમાં જોવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી ગણાય છે. માટે ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરી શકે છે.

આમ ડાયાબિટીસના દર્દી પોતાના ડાયટમાં અમુક ફળ અને શાકભાજીને સમાવીને શુગર લેવલ કંટ્રોલ રાખી શકે છે. આમ ઉપરના મુદ્દાઓ પરથી જાણવા મળે છે કે શુગર ફ્રી ફળ અને શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી બની રહે છે.

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment