જુના ટૂથબ્રશને ફેંકવાની ભૂલ ન કરતા, બચી જશે ઘરના અનેક નાના મોટા ખર્ચા… મફતમાં મળશે મળી જશે મોટી મદદ…

જ્યારે તમારા દાંત ખરાબ થઈ જાય છે ત્યારે ડોક્ટર તમને જુનુ બ્રશ ઉપયોગ ન કરવાની સલાહ આપે છે અને તમે તેને બેકાર સમજીને ફેંકી દો છો. પરંતુ આજે અમે તમને જુના ટૂથબ્રશને ફેંકવાની સલાહ આપી રહ્યા છે. કારણ કે તેનો ઉપયોગ તમે ઘરમાં ઉપસ્થિત વસ્તુઓની સફાઈ માટે કરી શકો છો. તેના ડાઘાને છુટકારો આપવા માટે મદદ કરી શકે છે જેને તમે ક્યારેય કલ્પના પણ કરી હશે નહીં. જુના બ્રશને સાફ કરવા માટે અમુક વસ્તુઓ છે જે ડાઘ રહિત વસ્તુ મેળવવામાં તમારી મદદ કરી શકે છે.

ચંપલ, સ્ટોવ, હેરબ્રશ જેવી વસ્તુ અને જૂના બ્રશની મદદથી સાફ કરી શકાય છે. તેના કાંટા જેટલા કડક હશે વસ્તુથી ડાઘ હટાવવું તેટલું જ સારું રહેશે. ડાઘને હલકા કરીને તેની ઉપર થોડો ડિટર્જન્ટ અને સુગંધ માટે લીંબુનો રસ તમારી ઘરની વસ્તુઓને ટૂથબ્રશથી સાફ કરવું આસાન બનાવી શકે છે.

રસોઈનો ગેસ : તમારા રસોઈના ગેસની આસપાસ જમા થયેલ ગંદકીથી છુટકારો મેળવવા માટે તમારે બસ જુનુ બ્રશ તથા સાબુનું પાણી જોઈશે. તે એક જૂના બ્રશની મદદથી સાફ કરવાની વસ્તુઓમાંથી એક છે.

કપડા ઉપરથી ડાઘા દૂર કરવા : જો વોશિંગ મશીનમાં કપડાં ધોવા છતાં ડાઘ દૂર થતા નથી તો તમે જૂના ટૂથબ્રશની મદદથી ડાઘથી છૂટકારો મેળવી શકો છો. જીદ્દી નિશાન દૂર કરવા માટે ડાઘા પર ગોળ ગોળ ફેરવો અને બ્રશ કરો.

બાથરૂમની ટાઇલ્સ : તમારા ઘરના જુના ટૂથબ્રશથી સાફ કરવા માટે તમારે થોડું ડિટર્જન્ટ પાવડર અને લીંબુની જરૂર પડશે. ટાઇલ્સની વચ્ચેની ગંદકીને દૂર કરવા માટે ટૂથબ્રશ અને પાવડરથી સ્ક્રબ કરો.

ગંદા ચંપલ : જો તમે ગંદા ચંપલને સાફ કરવાની રીત શોધી રહ્યા છો તો તમારી માટે જૂનું ટૂથબ્રશ ચપ્પલ સાફ કરવા માટે મદદ કરી શકે છે. કીચડને દૂર કરવા માટે તમારા ચંપલને એક જૂના ટૂથબ્રશથી થોડાક ડિટર્જન્ટમાં ડુબાડીને ઉપયોગમાં લો.

કાંસકો અને બ્રશ : કાંસકાની વચ્ચે વાળ અને કચરો દૂર કરવા માટે જૂના ટુથબ્રશની મદદથી તમે તેનો કચરો દૂર કરી શકો છો. ટૂથબ્રશને સાબુમાં થોડો પલાળીને કાંસકા અથવા હેરબ્રશની સફાઈ કરી શકાય છે.
સિંક અને નળ : જુના બ્રશથી સાફ કરતી વસ્તુઓમાં એક સિંક અને બાથરૂમ આઉટલેટ પણ આવે છે, સિંક અને નળને આસાનીથી ઘસવા માટે જૂના બ્રશનો ઉપયોગ કરો.

કીબોર્ડ : કિબોર્ડને સાફ કરવું થોડું મુશ્કેલ હોય છે પરંતુ ટુથબ્રશની મદદથી તેને સાફ કરવું આસાન થઈ જાય છે, કે બોર્ડ ઉપર જમા થયેલ ધૂળને તથા ખાવાના ટુકડાને સાફ કરવા માટે ટૂથબ્રશને આલ્કોહોલ બેઝ સેનીટાઇઝરમાં ડુબાડો અને કીબોર્ડની કી વચ્ચે સાફ કરો.

ચટ્ટાઈ : ચટાઇ ઉપર પડેલા નાના ડાઘથી છૂટકારો મેળવવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરી શકાય છે. તે જિદ્દી ભાગને દૂર કરવા માટે નાયલોન દાતા વાળા ટૂથબ્રશનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. તેને ધીમે ધીમે વિનેગરમાં ડુબાડીને ડાઘને સ્ક્રબ કરો અને જ્યાં સુધી ડાઘ નીકળી ન જાય ત્યાં સુધી તેને ઘસ્યા કરો.

શાકભાજી : ભોજન બનાવતા પહેલા મશરૂમ અને અન્ય સોફ્ટ શાકભાજીને સાફ કરવા માટે નરમ દાંતાવાળા ટૂથબ્રશનો ઉપયોગ કરો. મધ્યમ અથવા કઠોર દાતા વાળા બ્રશ બટાકા માટે ખૂબ જ સારા રહેશે.

ટોસ્ટર : શું તમે અત્યારે જ તમારા ટોસ્ટર ને જોયું છે ? તે કદાચ ટુકડા અને બળેલી વસ્તુઓથી ભરેલું હશે તેની સફાઈ કરવા માટે તમે જૂના બ્રશનો ઉપયોગ કરી શકો છો. પહેલા ટોસ્ટર અનપ્લગ કરો અને ડ્રાય બ્રશનો ઉપયોગ કરીને તે ટુકડાને બહાર કાઢો.

તમે પણ જૂના ટૂથબ્રશની મદદથી આ વસ્તુઓની આસાનીથી સફાઈ કરી શકો છો આ પ્રકારની અન્ય જાણકારી મેળવવા માટે અમારા પેજ સાથે જોડાયેલા રહો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment