આ ત્રણ રાશિના લોકોએ ક્યારેય ન પહેરવી જોઈએ ચાંદીની વીંટી… નહિ તો કયારેય નહિ મળે સફળતા.

💁 આ ત્રણ રાશિના લોકોએ ક્યારેય ન પહેરવી જોઈએ ચાંદીની વીંટી જાણો શા માટે.. 💁

મિત્રો છોકરો હોય કે છોકરી કે કોઈ સ્ત્રી હોય કે પુરુષ લગભગ લોકોને ચાંદીની વીંટી પહેરવાનો શોખ હોય છે. તેઓ નંગ અથવા તો કોઈ અન્ય ડીઝાઈનની ચાંદીની વીંટી પહેરતા હોય છે પરંતુ જો તમારી રાશિ પણ આ ત્રણ માંથી જ એક છે તો ક્યારેય પણ તમારે ચાંદીની વીંટી ન પહેરવી જોઈએ અને પહેરશો તો તમારે જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડશે.

મિત્રો આપણા જીવનમાં ઘણી બધી એવી બાબતો હોય છે કે જેનો સીધો સંબંધ આપણા જીવન સાથે હોય છે. ગ્રહો અને નક્ષત્રો અનુસાર હિંદુ ધર્મમાં ઘણી બધી માન્યતાઓ છે. પરંતુ તે માન્યતાઓ પાછળ આપણું જ્યોતિષ શાસ્ત્ર રહેલું છે. હિંદુ ધર્મમાં રંગ અને ધાતુ વગેરે જેવી બાબતોને પણ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ મનાય છે કે જીવનમાં થતી દરેક વસ્તુનો સંબંધ ગ્રહો અને નક્ષત્રો સાથે સંકળાયેલ છે.

જે વિષય પર આજે અમે જાણવા જઈ રહ્યા છીએ તેમાંથી એક વાત છે. જેમાં જ્યોતિષ શાસ્ત્રો દ્વારા કહેવાયું છે કે ચાંદી એક એવી ધાતુ છે જેમાં શુક્ર અને ચંદ્ર બંનેના વ્યક્તિત્વ હોય છે. તમે બધા એક વસ્તુ જાણતા જ હશો કે સૂર્ય જેટલુ વધારે તાપમાન ધરાવે છે તેટલી જ ચંદ્ર શીતળતા ધરાવે છે.

તો મિત્રો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે કેવા વ્યક્તિઓ માટે ચાંદીની વીંટી લાભદાયી છે. સૂર્યમાં ખુબ જ ગરમી હોય છે જ્યારે ચંદ્રમાં તેનાથી વધારે ઠંડક હોય છે. માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોને ખુબ જ ગુસ્સો આવતો હોય જેમનો નાની નાની વાતમાં મગજ ગરમ થઇ જતો હોય તેવા લોકોએ ચાંદીની વીંટી પહેરવી જોઈએ. એટલું જ નહિ પરંતુ આવા લોકો માટે જ્યોતિષ શાસ્ત્રોમાં એવું કેહવાયું છે કે તેમણે પોતાના જીવનમાં ચાંદીની વસ્તુનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ.

પરંતુ આજે અમે તમને એવી ત્રણ રાશિ વિશે જણાવીશું કે જેના માટે ચાંદીની વસ્તુનો પ્રયોગ કરવો નુંકશાનદાયક સાબિત થઇ શકે છે.

મિત્રો સૌથી પહેલી રાશિ છે મેષ. જેને ચાંદીની વીંટી પણ ન પહેરવી જોઈએ તેમજ ચાંદીની વસ્તુનો બને એટલો ઓછો પ્રયોગ કરવો જોઈએ. મેશ રાશિના કોઈ જાતક પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેમણે પોતાની આ ઈચ્છા માટે ચાંદીની વસ્તુનો નહિ બરાબર ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને ચાંદીની વીંટી અને ચાંદીના ગ્લાસનો ઉપયોગ અશુભ સાબિત થાય છે અને તેમ છતાં પણ જો તમારે વીંટી પહેરવી જ હોય તો જ્યોતિષની સલાહ અવશ્ય લેવી.

બીજી રાશિ છે સિંહ. સિંહ રાશિ પર સૂર્યનો પ્રભાવ વધારે જોવા મળે છે. તે જ કારણે છે કે તેમણે ચાંદીની વસ્તુનો પ્રયોગ અશુભ સાબિત થાય છે. કોઈ સિંહ રાશિનો જાતક જો ચાંદીની વીંટી પહેરે તો તેની આર્થિક સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગે છે. આજ કારણો સર તેમણે ચાંદીનો પ્રયોગ ઓછો કરવો જોઈએ નહિ તો તેમને આગળ જતા ગંભીર પરિણામો ભોગવવા પડે છે.

આ ત્રણ રાશિઓમાં ત્રીજી રાશિનું નામ છે ધન. જો તમારી રાશિ ધન છે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે ચાંદીનો પ્રયોગ અનુચિત ગણાય છે. કહેવાય છે કે આ રાશિના જાતકો ભૂલથી પણ જો લાંબો સમય ચાંદીની વીંટી પોતાના હાથમાં પહેરી લે તો તેની સાથે કોઈ ગંભીર દુર્ઘટના પણ સર્જાય શકે છે. જેના કારણે તેમને આગળ જતા ઘણી મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

વધુ જાણકારી માટે કોઈ સરસ જ્યોતિષને પણ મળી શકાય તે તમારી કુંડળી જોઇને વધુ સારું માર્ગદર્શન આપી શકે છે… કે કોઈ ફેરફારના લીધે તમે આ ત્રણ રાશી ધરાવતા હોવ તો પણ તમે ચાંદીની વીટી પહેરી શકો છો. તેવું પણ બની શકે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment