અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🌹 ઘરે જ બનાવો ગુલાબજળ… 🌹
🌹 મિત્રો તમે જોયું હશે કે ગુલાબજળની પ્રકૃતિ ઠંડી હોય છે. વાત કરીએ તેના ફાયદાઓ વિશેની તો તે આપણા ચહેરાને ઠંડક પ્રદાન કરી ચહેરાનો ગ્લો વધારે છે. તેમજ તમે જો રોજ ગુલાબ જળનો ઉપયોગ કરો તો તમારી સ્કીન ખુબ જ ઓઈલી હોય તો તેમાં તમને મદદ કરે છે. આ ઉપરાંત કોઈપણ ફેસપેક બનાવતી વખતે જો તમે સામાન્ય પાણીનો ઉપયોગ કરો તેના કરતા જો ગુલાબજળનો ઉપયોગ કરો તો તેની ગુણવત્તા અને અસર બંને વધી જાય છે. અને મિત્રો તમે ગુલાબ જળ બજારમાં લેવા જાવ તો ઘણું મોંધુ મળતું હોય છે તેમજ તેમાં સુગંધ માટે કોઈ કેમિકલનો ઉપયોગ પણ કરેલો હોય છે.
🌹 તો જ્યારે તમે કોઈ વસ્તુ ઘરે સાવ ઓછા પૈસામાં અને ખુબ જ સરળતાથી ગુલાબજળ બનાવી શકતા હોય તો તમારે બહારના મીલાવટી ગુલાબજળ ખરીદવાની શું જરૂર છે. તો આજે અમે તમને જણાવશું કે કંઈ રીતે તમે ગુલાબની પાંદડીનો ઉપયોગ કરીને એકદમ નેચરલ ગુલાબજળ ઘરે જ બનાવી શકો છો. અને તે પણ ખુબ જ સરળતાથી. આજે અમે તમને બે રીતે ગુલાબજળ બનાવવાની રીત બતાવીશું તેમાં એક છે ગુલાબી કલરનું સરળતાથી બનતું ગુલાબજળ જે અને બીજું છે પાણી જેવું ટ્રાન્સપરન્ટ ગુલાબ જળ. તો એક પછી એક બંનેની રીતો જાણીએ.
🌹 ગુલાબી કલરનું સરળ પ્રક્રિયાથી ગુલાબજળ બનાવવાની વિધિ:- 🌹
🌹 તેના માટે તમારે એક મોટો વાટકો તાજા ગુલાબની પાંદડી લેવાની છે. અને એક કપ પાણી લેવાનું છે.
🌹 ગેસ ઉપર એક તપેલીમાં પાણી અને ગુલાબની પાંદડીને બંનેને નાખી દો.
🌹 ઉકાળો આવ્યા બાદ ગેસ બંધ કરી દો. અને તેને બે થી ત્રણ મિનીટ ઢાંકીને રાખો.
🌹 ત્યાર બાદ તેને ચમચીની મદદથી હલાવી લો.
🌹 હવે તપેલીને ઢાંકી દો અને એક ઉકાળો આવવા દો.
🌹 હવે બંનેને ગેસ પર ધીમા તાપે ગરમ થવા માટે મૂકી દો.
🌹 હલાવ્યા બાદ ફરી તેને બે મિનીટ સુધી ઢાંકીને મૂકી દો.
🌹 બે મિનીટ બાદ તમે જોશો કે ગુલાબની પાંદડી સફેદ અને પાણી ગુલાબી કલરનું થઇ ગયું હશે.
🌹 હવે ગુલાબ જળને ગરણી વડે ગાળી લો.
🌹 હવે તમારે તે ગાળેલા ગુલાબી કલરના ગુલાબજળનો ઉપયોગ કરવાનો છે માટે તેને એક બોટલમાં ભરીને રાખી દો. અને જરૂર પડ્યે તેને ઉપયોગમાં લો.
🌹 મિત્રો જે પાંદડી સફેદ થઇ ગઈ છે તેને પીસીને તમે તેનું ફેસપેક પણ બનાવી શકો છો તેમજ તેનો સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
🌹 પરંતુ મિત્રો આ ગુલાબજળને તમારે ઝડપથી ઉપયોગમાં લઇ લેવું પડશે કારણ કે તમે તેનો વધારે દિવસ સુધી સ્ટોર કરી શકતા નથી તેને પાંચથી છ દિવસમાં ઉપયોગમાં લઇ લેવું. પરંતુ જો તમારે લાંબા સમય સુધી ગુલાબજળ સ્ટોર કરવું હોય તો તેને અલગ રીતે બનાવવાનું રહેશે તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત.
🌹 ટ્રાન્સપરન્ટ ગુલાબજળ બનાવવાની રીત:- 🌹
🌹 આ ગુલાબજળ બનાવવા માટે એક મોટો વાટકો તાજા ગુલાબની પાંદડી લો અને એક કપ પાણી લો.
🌹 હવે એક તપેલી ગેસ પર રાખો અને તપેલીમાં એક સ્ટેન્ડ લગાવી દો. હવે તપેલીના તળિયામાં ગુલાબની પાંદડી પાથરી દો અને એક કપ પાણી નાખી દો.
🌹 હવે સ્ટેન્ડ પર એક ડીશ રાખી દો થોડી ઊંડી હોય તેવી લેવાની છે.
🌹 હવે ઉપરથી એક થાળી ઢાંકી દો તપેલીની વરાળ ક્યાંયથી બહારના નીકળે તે રીતે. અને થાળી પર પંદરથી વીસ નાના બરફના ટૂકડા રાખી દો.
🌹 હવે ગેસ ચાલુ કરી દો. અને તેને પંદરથી વીસ મિનીટ સુધી ધીમા તાપે ઉકળવા દેવાનું છે જેથી બધુ પાણી વરાળ થઈને આપણી અંદર રહેલી ડીશમાં આવી જાય.
🌹 પંદરથી વીસ મિનીટ થયા બાદ ગેસ બંધ કરી દો.
🌹 ગેસ બંધ કાર્ય બાદ તેને થોડીવાર એટલે કે બે થી ત્રણ મિનીટ સુધી તેમનું તેમ રહેવા દો જેથી જો વરાળ બાકી હોય તો અંદર રાખેલ ડીશમાં પાણી સ્વરૂપે ભેગી થઇ જાય.
🌹 બે થી ત્રણ મિનીટ બાદ ઉપરથી થાળી હટાવી લો.
🌹 હવે તમે જોશો તો અંદરની દિશમાં વરાળનું પાણી એકઠું થઇ ગયું હશે. તે જ છે આપણું ટ્રાન્સપરન્ટ ગુલાબજળ.
🌹 હવે તેને ખુબ જ જાળવીને બહાર કાઢી લો અને તેને ઠંડુ થવા દો.
🌹 ઠંડુ થયા બાદ તેને કોઈ પણ નાની બોટલમાં ભરી લો.
🌹 મિત્રો આ ટ્રાન્સપરન્ટ ગુલાબ જળની ખાસિયત એ છે કે તે એકદમ બિલકુલ બજાર જેવું જ મળશે અને આ ઉપરાંત તમે આ ટ્રાન્સપરન્ટ ગુલાબજળને વધારે દિવસો સુધી સ્ટોર કરી શકશો.
🌹 મિત્રો એક ટીપ્સ છે કે જ્યારે પણ તમે ગુલાબજળ બનાવવા માટે ગુલાબની પાંદડી લો ત્યારે ફ્રેશ જ લેવી અને તેને પાણીથી ધોઈને પહેલા સાફ કરી લેવી જેથી તેની ગંદકી દૂર થાય. ત્યારબાદ જ તેનો ઉપયોગ ગુલાબજળ બનાવવા માટે કરવો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી