મિત્રો તમે કદાચ પુષ્પા ફિલ્મ તો જોઈ લીધી હશે. અને આજકાલ તો નાના થી માંડીને મોટાઓ પણ પુષ્પા ની એક્શન કરતા હોય છે. આજે આપણે વાત કરીશું પુષ્પા ફિલ્મની શ્રીવલ્લી રશ્મિકા મંદાના વિશે. તે કઈ રીતે પોતાનું બોડી ફિટ રાખે છે. ચાલો તો જાણી લઈએ રશ્મિકા મંદાના નું ફિટનેસ વિશેનાં રાજ વિશે.
ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની ફિટનેસને લઈને ઘણી ચર્ચામાં રહે છે. તે પોતાની લાઈફમાં વર્કઆઉટ અને ડાયટને ઘણું મહત્વ આપે છે અને ફિટનેસને કોઈ પણ કિંમતે ઇગ્નોર કરતી નથી. તે સોશિયલ મીડિયા પર પણ પોતાના વર્કઆઉટના ઘણા વિડિયોઝ અને ફોટોઝ પોતાના ફેંસ સાથે શેર કરતી રહે છે જે ન્યુ જનરેશનની છોકરીઓ માટે ખૂબ જ મોટીવેશનલ છે.
રશ્મિકાનું વર્કઆઉટ વિષે માનવું છે કે, માત્ર સ્લિમ અને ટોંડ બોડી રાખવાની જગ્યાએ જો આપણે ફિટનેસ પર ધ્યાન આપીએ તો તે વધારે અસરકારક સાબિત થાય છે. જણાવી દઈએ કે રશ્મિકા મંદાનાનું ફિલ્મ પુષ્પામાં શ્રીવલ્લીનું કેરેક્ટર લોકોને ઘણું પસંદ આવ્યું હતું. ફિટનેસ પર શું કહેવું છે:- સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરતાં તેમણે એક કેપ્શનમાં જણાવ્યુ હતું કે ફિટનેસ ગોલમાં પોતાના વર્કઆઉટને વારંવાર ચેન્જ કરવાની જગ્યાએ સ્થિર રાખવું વધારે જરૂરી છે. પછી ભલે વાત ફિઝિયો, ડાયટ, તમારા વિચાર, તમારા સફરની હોય, બધી જ વસ્તુઓ સ્થિર રહે અને તમે તેને એન્જોય કરો. આ રીતે રશ્મિકા સમયે-સમયે પોતાના ઘણા ફિટનેસ સિક્રેટ લોકો સાથે શેર કરતી રહે છે.
રશ્મિકા મંદાનાનું ફિટનેસ સિક્રેટ:- રશ્મિકા વર્કઆઉટ દરમિયાન સ્કીપિંગ, ડાંસિંગ, સ્વિમિંગ, કીક બોક્સિંગ, ફાસ્ટ વોકિંગ, પાવર યોગાની મદદ લે છે. કાર્ડિઓ એકસરસાઈઝ સિવાય રશ્મિકા વેટ ટ્રેનીંગ પણ કરે છે. તેનાથી મસલ્સ સ્ટ્રોંગ બને છે અને તે વધારે ફિટ અનુભવ કરે છે. કોઈ પણ પ્રકારના વાગવાથી બચવા માટે તે પહેલા વાર્મઅપ એકસરસાઈઝ કરે છે જેમાં ફૂલ બોડી ફોમ રોલ અને સ્ટ્રેચિંગ કરે છે.
ત્યાર બાદ એક્ટિવેશન એકસરસાઈઝમાં ફ્લેટ બેંચ, બોલ સ્લેમ અને પછી મલ્ટી જોઇન્ટ પ્રાઇમરી એકસરસાઈઝ કરે છે. તે સિવાય તેમની જિમ એકસરસાઈઝમાં ડંબલ સાથે બોડી એકસરસાઈઝ, ચીન-અપ એકસરસાઈઝ જેવી ઘણી વર્કઆઉટ એકસરસાઈઝ સમાવિષ્ટ છે.
શું છે રશ્મિકા મંદાનાનું ડાયટ પ્લાન:- એક્ટ્રેસ રશ્મિકા મંદાના દરરોજ સવારે ઊઠીને સૌથી પહેલા એક લિટર જેટલું પાણી પીએ છે અને ત્યાર બાદ સવારે એપ્પલ સાઇડર વિનેગરનું સેવન કરે છે. જણાવી દઈએ કે, રશ્મિકા શાકાહારી છે. એક્ટ્રેસ રશ્મિકા મંદાના લંચમાં સાઉથ ઇંડિયન ભોજન લે છે અને સૂપ ફળોનું સેવન કરવાનું પસંદ કરે છે. આમ રશ્મિકા મંદાના એ પોતાની ફિટનેસ વિશે લોકોને જણાવીએ જીવનમાં ડાયટ નું શું મહત્વ હોય છે તેના વિશે વાત કરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી