વૈજ્ઞાનિકોએ બનાવ્યો દુનિયાનું સૌથી સફેદ પેઇન્ટ, ઘરને એટલું ઠંડુ રાખશે કે AC ની પણ જરૂર નહીં પડે. હવે ઘરમાં AC નહીં લગાવો આ પેઇન્ટ…

અમેરિકાના ઇન્ડિયાનામાં પર્જુ યુનિવર્સિટીના લેબમાં દુનિયાનું સૌથી સફેદ પેઈન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેઈન્ટમાં વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ પેઈન્ટ એટલું સફેદ છે કે આ એર કંડીશનિંગની જરૂરિયાત ઓછી થઈ જશે અથવા બિલકુલ AC ની જરૂર નહિ પડે.

તમને જણાવી દઈએ કે પેઈન્ટ એટલે એવા સફેદ રંગની વાત કરવામાં આવી છે જે દુનિયાનો સૌથી સફેદ રંગ છે અને તેને ઘરમાં લગાવવાથી AC ની જરૂર નહીવત થઈ જશે, ટૂંકમાં ગરમી જ નહિ થાય. આ પેઈન્ટની વાત કરીએ તો તેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી સફેદ પેઈન્ટના રૂપમાં જગ્યા બનાવી લીધી છે.

શું મકસદ છે ? : હવે સવાલ એવો ઉઠી રહ્યો છે કે, આખરે શા માટે વૈજ્ઞાનિકોએ આટલો સફેદ પેઈન્ટ બનાવ્યો ? ખરેખર આવું કરવા પાછળનું કારણ કોઈ વર્લ્ડ રેકોર્ડ તોડવાનું નથી. પરંતુ ગ્લોબલ વોર્મિંગને અટકાવવાનું છે. યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર શિઉલિન રૂઆને જણાવ્યું કે અમે સાત વર્ષ પહેલા અ પ્રોજેક્ટ શરુ કર્યો હતો.

‘અમારા દિમાગમાં વીજળી બચાવવી અને ગ્લોબલ વોર્મિંગને ઓછી કરવા જેવી વાત હતી. ત્યારે અમને એક પેઈન્ટ બનાવવાનો વિચાર આવ્યો, જેને બિલ્ડિંગ પર લગાવ્યા બાદ તે સુરજની રોશનીને પણ પરત ફેંકે છે.’

તેની ખૂબી શું છે ? : પ્રોફેસરે જણાવ્યું કે, આ પેઈન્ટ ખુબ જ પરાવર્તક છે. કેમ કે આ પેઈન્ટ ખુબ જ સફેદ છે. આ 98.1% સોલર રેડિએશન કરે છે અને ઇન્ફ્રારેડ હીટને ઉત્સર્જીત કરે છે. કેમ કે આ પેઈન્ટ સુરજથી ખુબ જ ઓછી ગરમી અવશોષિત કરે છે અને ઉત્સર્જીત કરે છે. સરફેસ પર આ પેઈન્ટના કોટિંગથી તે અંદરના વાતાવરણને ઠંડું બનાવી રાખે છે. અને કોઈ પણ પ્રકારની વીજળીની જરૂરિયાત વગર ઘરના ટેમ્પરેચરને નોર્મલ કરે છે.

AC કરતા પણ વધુ પાવરફુલ : પ્રોફેસર રૂઆન જણાવે છે કે, આ પેઈન્ટથી હજાર સ્ક્વેર ફૂટની છતને કવર કરી દેવામાં આવે તો 10 કિલોવોટનો કુલિંગ પાવર મળે છે. આ હિસાબે જોવામાં આવે તો ઘરમાં લગાવવામાં આવેલ એર કંડીશનર કરતા પણ વધુ પાવરફુલ છે.

સાધારણ કોમર્શિયલ સફેદ પેઈન્ટ ઠંડુ થવાના બદલે ગરમ થાય છે. આ સરફેસને ઠંડું ન કરી શકે. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ અલ્ટ્રા વ્હાઈટ પેઈન્ટને માર્કેટમાં ઉતારવા માટે એક કંપનીને સાથે વાત પણ કરી લીધી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment