આ દસ વસ્તુમાં હોય છે ઈંડા થી પણ વધારે પ્રોટીન | 99% લોકો નથી જાણતા આ ખોરાક વિશે

આ દસ વસ્તુમાં હોય છે પ્રોટીનની ખુબ જ માત્રા…. મીટ કે ઈંડા કરતા પણ વધારે હોય પ્રોટીન યુક્ત આ ખોરાક….

આજે અમે જણાવશું આપણા શરીર માટે જરૂરી પ્રોટીન યુક્ત ખોરાક વિશે. પ્રોટીન શરીરને નિર્માણ કરવા વાળા દરેક તત્વોમાંથી એક છે. એક સ્વસ્થ માનવ શરીરમાં લગભગ 62% પાણી, 16% પ્રોટીન, 6% ખનીજ અને 1% થી પણ ઓછું કાર્બોહાઈડ્રેટ હોય છે. થોડી જ માત્રામાં વિટામીન અને અમુક અન્ય પદાર્થો રહેલા હોય છે. આ બધા પદાર્થોથી આપણા સ્વસ્થ શરીરનું નિર્માણ થાય છે.

પ્રોટીન આપણા શરીરમાં વાળ, માંસપેશીઓ, ત્વચા, હાડકા, નખ અને રક્ત કોશિકાઓમાં જોવા મળે છે. પ્રોટીન શરીરની માંસપેશીઓને મજબુત બનાવે છે સાથે સાથે શરીરના સંતુલનને બનાવી રાખવા માટે પણ ખુબ જ જરૂરી હોય છે. પ્રોટીનની પર્યાપ્ત માત્ર આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.

લોકોનું એવું માનવું છે કે પ્રોટીન માટે ઈંડું સૌથી સારો રસ્તો છે. પરંતુ એ વાત ખોટી છે. ઈંડા કરતા પણ વધારે પ્રોટીન વાળા ખોરાક છે જેમાંથી ખુબ જ પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. તો મિત્રો આજે અમે તમને જણાવશું એવી વસ્તુઓ વિશે જેમાં સૌથી વધારે પ્રોટીન હોય છે.

સૌથી પહેલા છે સોયાબીન. સોયાબીન મીટ અને ઈંડા કરતા પણ વધારે પ્રોટીન યુક્ત આહાર છે. પ્રોટીન સિવાય સોયાબીનમાં વિટામીન B, કોમ્પલેક્ષ, વિટામીન E અને ખનીજ પદાર્થોથી પણ ભરપુર હોય છે. તેના સિવાય સોયાબીન ફાયબરથી પણ ભરપુર હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં લગભગ 50 ગ્રામ પ્રોટીન હોય છે.

પછી છે પનીર. દુધથી બનેલા બધા જ પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી હોય છે. જે આપણા શરીરમાં કેલ્શિયમની કમીને પૂરું કરી નાખે છે. પનીર પણ દુધથી જ તૈયાર થાય છે અને તેમાં પ્રોટીન, કાર્બન અને ફેટ મળે છે. 100 ગ્રામ પનીરમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન હોય છે.

ત્રીજા નંબર પર છે મગની દાળ. મગની દાળ પ્રોટીનની કમીને મટાડવા માટેનું સૌથી સસ્તું સાધન છે. કેમ કે મગની દાળ પ્રોટીનથી ભરપુર હોય છે. લગભગ 100 ગ્રામ મગની દાળમાં 24 ગ્રામ પ્રોટીન મળે છે.

ચાર નંબર પર છે બદામ. બદામમાં ખુબ જ સારા ફેટની સાથે સાથે ભરપુર પ્રોટીન હોય છે. 100 ગ્રામ બદામમાં લગભગ 21 ગ્રામ પ્રોટીન હોય છે અને બદામ શરીરને વધારવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

હવે આવે છે કાજુ. આમ તો કાજુના ઘણા બધા ફાયદા છે અને વજન વધારવા માટે પણ ખુબ જ ઉપયોગી છે. સાથે સાથે તે પ્રોટીનથી ભરપુર હોય છે. લગભગ 100 ગ્રામ કાજુમાં 553 કેલેરી, 44 ગ્રામ ફેટ અને 18 ગ્રામ પ્રોટીન મળી આવે છે.

નંબર છ પર છે દૂધ. દૂધ માત્ર કેલ્શિયમની કમીને જ દુર નથી કરતું, તે હાડકાને પણ મજબુત બનાવે છે અને પ્રોટીન પણ તેમાં ખુબ જ માત્રામાં હોય છે. એક લીટર દુધમાં લગભગ 40 ગ્રામ પ્રોટીન મળે છે.

નંબર સાત પર છે ફણગાવેલા કઠોળ. ફણગાવેલા કઠોળથી આપણને ખુબ જ પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. એક કપ ફણગાવેલા કઠોળમાંથી 15 ગ્રામ પ્રોટીન મળી રહે છે.

નંબર આઠ પર છે શીંગ. આમ તો શીંગદાણામાં ફેટ મળે છે પરંતુ તે પ્રોટીનથી ભરપુર હોય છે. લગભગ 100 ગ્રામ શીંગદાણામાં 26 ગ્રામ પ્રોટીન હોય છે.

નંબર નવ પર છે ચણા. ચણામાં માત્ર પ્રોટીન જ નથી હોતું તેમાં ફાયબર પણ ખુબ જ માત્રામાં હોય છે. ચણાને પલાળીને અથવા બાફીને ખાવામાં ખાવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા થાય છે. 100 ગ્રામ ચણામાં લગભગ 15 ગ્રામ પ્રોટીન મળી આવે છે.

હવે આવે છે દહીં. દૂધ માંથી બનેલી દરેક વસ્તુમાંથી પ્રોટીન મળી આવે છે અને એટલા માટે જ દહીં પણ પ્રોટીનનો ખુબ જ સારો સ્ત્રોત છે. 100 ગ્રામ દહીંમાં 11 ગ્રામ પ્રોટીન હોય છે.

પરંતુ એક ખાસ સુચન કે જરૂર કરતા વધારે પ્રોટીન યુક્ત ખોરાક ન ખાવો જોઈએ. રોજ પ્રોટીનનું કેટલું સેવન કરવું જોઈએ એ ડોક્ટર પાસેથી જાણી લેવું જોઈએ. કોમેન્ટ કરો તમે ઈંડા ખાવાનું પસંદ કરશો કે ઉપર દર્શાવેલા પ્રોટીન યુક્ત ખોરાક ?

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

2 thoughts on “આ દસ વસ્તુમાં હોય છે ઈંડા થી પણ વધારે પ્રોટીન | 99% લોકો નથી જાણતા આ ખોરાક વિશે”

Leave a Comment