આ રાશિની મહિલાઓ સાથે લગ્ન બાદ થાય છે આવું, અમુક મહિલાઓના ભાગ્યમાં જ હોય છે આવું.

આ રાશિની મહિલાઓ સાથે લગ્ન બાદ થાય છે આવું, અમુક મહિલાઓના ભાગ્યમાં જ હોય છે આવું.

મિત્રો આપણા સમાજમાં હંમેશા કોઈને કોઈ રીતે સ્ત્રી અને પુરુષની તુલના કરવામાં આવતી હોય છે. આ બાબત પર સ્ત્રીઓ પર એક સામાન્ય ધારણા એવી પણ છે કે સ્ત્રીઓ પુરુષોથી આગળ વધવા માંગે છે અને આ ધારણા અમુક હદ સુધી સાચી પણ છે. પરંતુ તેનો મતલબ એવો નથી હોતો કે દરેક સ્ત્રીના વિચારો તેવા જ હોય.

સામાન્ય રીતે પુરુષોની વાત કરીએ તો લગભગ પુરુષો પોતાનાથી વધારે સ્માર્ટ અને આત્મવિશ્વાસી સ્ત્રી સાથે નથી રહી શકતા. પુરુષો ક્યારેક સ્ત્રીની સ્વતંત્ર માનસિકતા અને આત્મવિશ્વાસથી પરેશાન થઇ જતા હોય છે. લાંબા સમયે તેમણે તે જ વસ્તુ ખૂંચવા લાગતી હોય છે. જો કે આ વાત દરેક પુરુષમાં નથી જોવા મળતી. પરંતુ મોટા ભાગના પુરુષોનો આવો સ્વભાવ જોવા મળે છે.

તો આજે અમે તમને એવી ત્રણ રાશિની સ્ત્રીઓ વિશે જણાવશું,  જે સ્ત્રીઓ સ્માર્ટનેસ, આત્મવિશ્વાસ અને બુદ્ધિમત્તાની બાબતમાં પુરુષો કરતા પણ ચડિયાતી હોય છે. અને લગ્ન પછી આવી સ્ત્રીઓનું વર્ચસ્વ પુરુષો પર વધુ હોય છે, એટલે કે લગ્ન બાદ સ્ત્રીઓનું પતિ આગળ વધુ ચાલે છે, તે સ્ત્રી જીદ કરે તો તેનો પતિ અવશ્ય તે પૂરી કરે છે, આવો પતિ અમુક સ્ત્રીઓના ભાગ્યમાં જ હોય છે તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિની પત્નીઓ ભાગ્યશાળી છે, કે જેને આવો પતિ હોય છે.

સૌથી પહેલા આવે છે મેષ રાશિની મહિલાઓ. આ રાશિની મહિલાઓની નજર ખુબ જ તેજ હોય છે. આ મહિલાઓ સામે વાળી વ્યક્તિનો સરળતાથી વિશ્વાસ જીતીને તેની જિંદગીમાં સામેલ થઇ જાય છે. આ રાશિની સ્ત્રીઓમાં ગજબની નેતૃત્વ શક્તિ હોય છે અને તે પોતાની આ ખૂબી પર ખુબ જ ગર્વ પણ કરે છે. પોતાના હાથમાં જે પણ કાર્ય સંભાળે છે તેને પાર પાડીને જ જંપે છે. આ રાશિની સ્ત્રીઓને ગંભીર સમસ્યાઓને ઉકેલવી અને પોતાનો અભિપ્રાય જણાવવો ખુબ જ પસંદ હોય છે. આ રાશિની સ્ત્રીઓને ગુસ્સો આવે છે પરંતુ તે લાંબા સમય સુધી નથી રહેતો. આ ઉપરાંત આ સ્ત્રીઓ આત્મવિશ્વાસથી ભરપુર હોય છે. કોઈ પણ સમસ્યામાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવતી નથી.

ત્યાર બાદ છે વૃષિક રાશિની મહિલાઓ. આ રાશિની મહિલાઓમાં સ્ત્રીતત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ સમયે આવ્યે તે પુરુષો સમાન કઠોર વ્યવહાર કરવામાં પણ અચકાતી નથી. આ સ્ત્રીઓ એટલી સ્માર્ટ હોય છે કે તેને કોઈ વ્યક્તિને ઓળખવામાં વધારે સમય નથી લાગતો. થોડા સમયમાં જ તે વ્યક્તિને ઓળખી પાડે છે. પરંતુ આ રાશિની સ્ત્રીઓની એક સૌથી મોટી ખામી છે તેમનો ઈર્ષાળુ સ્વભાવ કે જેના કારણે તે કોઈની સાથે બદલો લેતા પણ અચકાતી નથી. આ ઉપરાંત તે પોતાની નાનામાં નાની ભૂલને પણ સ્વીકારતી નથી. તેથી કોઈ પુરુષો તેમની આ આદતથી કંટાળી જાય તેવું પણ બની શકે છે.

ત્રીજી રાશિ છે મકર. આ રાશિની સ્ત્રીઓ શકી સ્વભાવની અને શાંત હોય છે. તેને વધારે મિત્રો હોતા નથી અને તે વધારે મિત્રો બનાવતી પણ નથી. આ સ્ત્રીઓ એટલી સ્માર્ટ હોય છે કે તેને બેવકૂફ બનાવવી તે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. એટલું જ નહિ આ સ્ત્રીઓ પોતાની જીદ આગળ કોઈને પણ જુકાવી શકે છે. વ્યક્તિ ગમે એટલો તાકતવર કેમ ન હોય પરંતુ મકર રાશિની મહિલાઓ તેને પોતાની જીદ આગળ જુકાવીને જ રહે છે.

તો મિત્રો આ ત્રણ રાશિની માહીલાઓ પુરુષો કરતા પણ વધારે સ્માર્ટ હોય છે અને જો તે પોતાના પર આવી જાય તો તે કોઈ પણ પુરુષને પોતાની સામે જુકાવવાની ક્ષમતા પણ ધરાવે છે.      અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment