દર્દીની કિડનીમાંથી નીકળી 206 જેટલી પથરી, આ એક ભૂલના કારણે દર્દીના થયા આવા હાલ કે જાણીને ચોંકી જશો… તમે ક્યારેય ન કરતા આવી ભૂલ..

એક દર્દીની કિડની માંથી પથરી કાઢવાનો એક અત્યંત અજીબ અને વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીંયા ડોક્ટરની એક ટીમે 56 વર્ષીય દર્દીની સર્જરી બાદ 204 કિડની સ્ટોન કાઢ્યા છે. એક કલાકની સર્જરી બાદ ડોક્ટર આ કિડની સ્ટોન કાઢવામાં સફળ રહ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે દર્દી છેલ્લા છ મહિનાથી દુખાવાથી પીડાતો હતો અને એક સ્થાનીય ડોક્ટર પાસેથી દવા લઈ રહ્યો હતો. આ દવાની અસર હોય ત્યાં સુધી થોડા સમય માટે તેમને દુખાવામાં રાહત મળતી હતી. ધીમે ધીમે તેમનો દુખાવો વધતો ગયો અને સ્થિતિ એટલી બગડી ગઈ કે તેમને પોતાનું કામ કરવામાં પણ મુશ્કેલી થતી હતી.આવી મુશ્કેલી થવાના કારણે દર્દીએ મોટી હોસ્પિટલમાં તપાસ કરાવી, તો યુરોલોજિસ્ટ ડોક્ટરની શરૂઆતી તપાસમાં અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન દ્વારા જાણવા મળ્યું કે, વ્યક્તિની ડાબી બાજુના પડખામાં પથરી છે. સિટી સ્કેનની તપાસ કરાવતા એ નક્કી થઈ ગયું કે કિડનીમાં પથરી છે.

ત્યાર બાદ, ડૉક્ટરોએ દર્દીનું કાઉન્સેલિંગ કર્યું અને તેને એક કલાકની કીહોલ સર્જરી માટે તૈયાર કર્યો. આ સર્જરીમાં કિડનીની તમામ પથરી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.દર્દી હવે સર્જરી બાદ પૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. ડોક્ટરે જણાવ્યું કે, દર્દીને સર્જરીના બીજા જ દિવસે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે, ઉનાળામાં હાઈ ટેમ્પરેચરના કારણે લોકોમાં ડિહાઇડ્રેશનના મામલા વધવા લાગ્યા છે. તેવામાં લોકોની બોડીને હાઈડ્રેટ રાખવાની સલાહ આપવામાં આવે છે.

ડોક્ટરે જણાવ્યું કે, ઉનાળાની ઋતુમાં લોકોએ ખુબ પાણી પીવું જોઈએ. નારિયેળ પાણીથી પણ શરીરને હાઈડ્રેટ રાખી શકાય છે. આ ઋતુમાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે તરબૂચ, છાશ, લસ્સી કે કાકડી જેવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકાય છે. જે આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે. માટે જો ઉનાળામાં પાણી વધુ માત્રામાં પીવામાં ન આવે તો કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment