શું ડાયાબિટીસમાં બટેટા ખાવા જોઈએ ? 99% લોકો સાચી હકીકતથી છે પરે… જે લોકો ન ખાતા હોય એ ખાસ જાણો આ માહિતી….

ડાયાબિટીસ જીવન શૈલીથી જોડાયેલી બીમારીઓમાં મુખ્ય છે. શુગર કે ડાયાબિટીસના દર્દી દુનિયામાં ઝડપથી વધી રહ્યા છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે દવાઓની સાથે સાથે ખાણીપીણીમાં સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે. તેમને કઈ વસ્તુઓ ખાવી અને કઈ ન ખાવી એ વાત પર વિશેષ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

મોટાભાગના લોકો એ વાતને લઈને ખૂબ જ મૂંઝવણ અનુભવે છે કે ડાયાબિટીસના દર્દીઓએ બટાકા ખાવા જોઈએ કે નહીં કારણ કે આમાં કાર્બોહાઇડ્રેટ ઉપલબ્ધ હોય છે જે બ્લડ શુગરના લેવલને વધારે છે. આજે આપણે આ લેખ દ્વારા વિસ્તારપૂર્વક જાણીશું કે હકીકતમાં બટાકા ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનદાયક છે કે નહીં. આ હકીકત જાણીને લાંબા સમયથી ચાલતી તમારી મૂંઝવણને દૂર કરી શકશો.

1) બટાકા પર શું કહ્યું છે વૈજ્ઞાનિકોએ:- બટાકા ભારત સહિત વિશ્વભરમાં સૌથી વધારે ખાવાતા ખાદ્ય પદાર્થમાં સામેલ છે. બટાકા ભારત અને અમેરિકામાં ખવાતા સૌથી વધારે લોકપ્રિય શાકમાંથી એક છે. એટલું જ નહીં આ દેશોમાં બટાકાના શાક સિવાય ચિપ્સ અને ફ્રાઈઝના રૂપમાં પણ ખૂબ જ વધારે વપરાશ થાય છે. લોકોમાં બટાકાના લઈને ભ્રમ છે કે વધારે કાર્બોહાઇડ્રેટ વાળા બટાકા ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી. પરંતુ સંશોધન જણાવે છે કે એવું ન કહી શકાય કે બટાટા ડાયાબિટીસના દર્દીઓ માટે સંપૂર્ણપણે હાનિકારક છે.

2) જો આટલું ધ્યાન રાખવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે બટાકા:- હકીકતમાં કોઈ પણ ખાદ્ય પદાર્થ જેનાથી તમને એલર્જી ના હોય તેનું સીમિત માત્રામાં સેવન ડાયાબિટીસના રોગમાં પણ કરી શકાય છે. જોકે ડાયાબિટીસના દર્દીઓએ બટાકા ખાવાથી નુકસાન ન થાય અને તેના પોષક તત્વો મળે તેના માટે યોગ્ય રીતે સેવન કરવું જરૂરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બટાકામાં સ્ટાર્ચ ઉપલબ્ધ હોય છે તેના સિવાય એવી વસ્તુઓ સાથે તેનું સેવન કરવું જોઈએ જેમાં સ્ટાર્ચ ન હોય. સાથે જ તેને પ્રોટીન અને વિટામિન થી ભરપૂર ખાદ્ય પદાર્થોમાં મેળવીને  ખાવા જોઈએ.

3) સ્વાસ્થ્ય માટે કેમ જરૂરી છે બટાકા:- જમીનમાં ઉગતા બટાકા ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થાય છે. આ કિંમતમાં પણ ઓછા હોય છે પરંતુ તેનો ઉપયોગ હજારો રીતે કરી શકાય છે આજ કારણ છે કે વિશ્વભરમાં દરેક જગ્યાએ બટાકાનો વપરાશ ખૂબ જ વધારે છે. બટાકા શાક સિવાય નાસ્તા ના રૂપમાં પણ વધારે પ્રખ્યાત છે. તેના અનેક પ્રકારના નાસ્તા બનાવી શકાય છે. બટાકામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝીંક જેવા અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે. આમાં હાજર કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન પણ શરીરને શક્તિ આપે છે. બટાકામાં એન્ટિઓક્સિડન્ટ પણ ઉપલબ્ધ હોય છે.

4) એક બટાકામા હોય છે આટલા પોષક તત્વો:- એક બટાકામાં 168 કેલેરી, 4 ગ્રામ પ્રોટીન, 0.2 ગ્રામ ફેટ, 39 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 3 ગ્રામ ફાઇબર, 1.83 મીલી ગ્રામ આયર્ન, 888 મિલીગ્રામ પોટેશિયમ અને 12 મિલીગ્રામ વિટામીન સી ઉપલબ્ધ હોય છે. બટાકા અનેક પ્રકારના મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેની આપણે સૌને જરૂરત હોય છે અને સ્વાભાવિક વાત છે કે આ પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જરૂરી છે.પરંતુ અહીંયા એ વાતનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે બટાકાનો કેવળ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે પરંતુ તેને હાયગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ માનવામાં આવે છે. તેનો મતલબ એ છે કે તેમાં એવા કાર્બોહાઇડ્રેટ છે જે શરીર દ્વારા જલ્દી અવશોષિત થઈને બ્લડ શુગરમાં વધારો કરે છે. આ જ કારણ છે કે બટાકાને સીમિત માત્રામાં અને ધીરે ધીરે પચવા વાળા ખાદ્ય પદાર્થ જેમકે ઓછા સ્ટાર્ચવાળી શાકભાજી અને પ્રોટીન સાથે સેવન કરવું જોઈએ.

5) બટાકા બ્લડ શુગર ને કેવી રીતે અસર કરે છે:- જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થાય છે તો તે ભોજનમાં પ્રાપ્ત થતાં કાર્બોહાઇડ્રેટને સરળતાથી અવશોષિત નથી કરી શકતા જેનાથી લોહીમાં શુગરનું સ્તર જરૂર કરતાં વધારે પ્રમાણમાં થઈ જાય છે. તેવી જ રીતે જે લોકોને ડાયાબિટીસ નથી હોતું તેમના શરીરમાં શુગર વધવા પર સ્વાદુપિંડ ઇન્સ્યુલિન શરૂ થવાનો સંકેત આપે છે જેના પછી ઇન્સ્યુલીન શરીરમાં કોશિકાઓની શુગરને ઉર્જામાં બદલવામાં મદદ કરવા લાગે છે. આ રીતે આવા લોકોમાં શુગર સરળતાથી ઊર્જાના રૂપમાં અવશોષિત થઈ જાય છે.પરંતુ ડાયાબિટીસના કેસમાં કાંતો વ્યક્તિનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનું ઉત્પાદન નથી કરી શકતું કે પછી કોશિકાઓ ઇન્સ્યુલિન પ્રતિ રેસીસ્ટ્ન્ટ થઈ જાય છે અને શુગરને ઉર્જામાં બદલવામાં પોતાનું કામ નથી કરી શકતી. બંને સ્થિતિઓમાં લોહીમાં શુગરનું પ્રમાણ વધારે અધિક થઈ જાય છે અને ધીરે ધીરે આ રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડવા લાગે છે જેનાથી આગળ જઈને હૃદય રોગ, આંધળાપણું અને કિડનીમાં બીમારીઓ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

6) બટાકાનું કેટલા પ્રમાણમાં કરવું સેવન:- બટાકા એક પ્રકારનું જટિલ કાર્બોહાઈડ્રેટ છે. તેનો મતલબ એ છે કે તેમાંથી વધારે પોષક તત્વ અને વધારે ફાઇબર હોય છે. સાધારણ કાર્બોહાઈડ્રેટ નો અર્થ લોટથી બનેલા પેકેજ ફૂડ, હાઈ પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થ, કુદરતી રીતે પ્રાપ્ત થતી ખાંડ અને તેમાંથી બનતા ખાદ્ય પદાર્થ છે.

ડાયાબિટીસના દર્દીઓએ આખા દિવસ દરમિયાન એક નાની વાટકી થી વધારે બટાકાનું સેવન ન કરવું જોઈએ. સરળ ભાષામાં જણાવીએ તો ડાયાબિટીસના દર્દીઓએ જો બટાકાનું શાક ખાય છે તો એક પ્લેટમાં એક ચતુર્થાંશ ભાગ હોવું જોઈએ. તેની સાથે જ દર્દીઓએ દાળ, લીલા શાકભાજી અને બીજી સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ પણ ખાવી જોઈએ.અમેરિકાની ન્યુટ્રીશનિસ્ટ ડાયટીશિયન મેરી એલન ફિલિપ્સ જણાવે છે, ” ડાયાબિટીસના દર્દી બ્લડ શુગર માટેના પ્રમાણભૂત આહારના ભાગ રૂપે બટાકાનું સેવન કરી શકે છે, પરંતુ તેઓએ ફક્ત તેમની ખાવાની રીતમાં બદલાવ કરવો પડશે. ઉદાહરણ તરીકે, ડાયાબિટીસના દર્દીઓએ મીઠું, તેલ, ક્રીમ, ચીઝ સાથે પીરસવામાં આવતી બટાકાની વાનગીને બદલે તેને સ્વાસ્થ્યવર્ધક રીતે ખાવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ તેને શાકભાજી, માંસ, માછલી અને કઠોળ સાથે ખાઈ શકે છે.

તેઓ આગળ જણાવતા કહે છે કે,” જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો કાર્બોહાઇડ્રેટ તેના ડાયટનો પણ જરૂરી ભાગ છે. બસ તેને ફાઇબર, પ્રોટીન અને સ્વસ્થ ચરબીથી ભરપૂર ખાદ્ય પદાર્થો સાથે ખાવા જોઈએ અને તેના પ્રમાણનું પણ ધ્યાન રાખવું જોઈએ. અહીંયા એ પણ ધ્યાન રાખવા વાળી વાત છે કે ડાયાબિટીસના દર્દીઓએ બટાકાનું સેવન સ્વાસ્થ્યવર્ધક રીતે કરવું જોઈએ. બટાકાની ચિપ્સ, ફ્રાઈઝ કે તેને તળીને ખાવું સ્વાસ્થ્ય માટે સારું નથી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment