40 વર્ષે રીટાયર્ડ થઈને લાઈફને એન્જોય કરવી હોય, તો આજે જ જાણો આ સિક્રેટ અને ખાસ ટીપ્સ… આજીવન નહિ થાય પૈસાની તંગી અને દરેક મોજશોખ થશે પુરા…

મિત્રો દરેક લોકો પોતાની નિવૃત્તિ સમયે શાંતિથી પસાર કરવા માંગે છે. પણ ઘણી વખત કોઈક કારણસર તમે પોતાની નિવૃત્તિ પછીની જીંદગી એન્જોય નથી કરી શકતા. તો આજે અમે તમને તેના માટે કેટલીક ખાસ ટીપ્સ આપીશું. 

તમે તમારા જીવનમાં કેટલા વર્ષ સુધી કામ કરવા માંગો છો? આજની યુવા પેઢીને આ સવાલ પુછવામાં આવે તો તેમનો જવાબ 35 થી 45 વર્ષની વચ્ચે હશે. દરરોજની ઓફિસની મારામારી આખરે કોને ગમતી હોય છે. લોકો જલ્દી રિટાયરમેંટ લઈને આરામથી પોતાની વધેલી લાઈફ એન્જોય કરવા માંગતા હોય છે. જો તમે ફાઈનાન્શિયલ પ્લાનિંગના હિસાબથી ચાલો છો, તો તે મુશ્કેલ નથી. તમે આરામથી 40ની ઉંમરમાં રિટાયર થઈ શકો છો. પરંતુ તે માટે ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. તમે રોકાણથી જોડાયેલ અમુક વાતોનુ ધ્યાન રાખીને જલ્દી રિટાયર થઈ શકો છો. આવો જાણીએ તે વાતો કઈ છે.1) કેટલા હશે તમારા ખર્ચા?:- પોતાની જાતને બે અડીખમ સવાલ પૂછો. અર્લી રિટાયરમેંટમાં પોતાની જીવનશૈલીને જાળવી રાખવા માટે તમને કેટલી ઇન્કમની જરૂરિયાત છે? બીજો તમે કેટલું જલ્દી રિટાયર થવા માંગો છો? પહેલા સવાલને બીજા શબ્દોમાં એમ કહીએ કે, તમારું મંથલી કે યરલી કેટલો ખર્ચો થશે. તેમાં એક થંબ રૂલ તમારી મદદ કરશે. તે છે 4% વાળો નિયમ.

જો તમે 5 કરોડ રૂપિયાની રકમ સાથે રિટાયર થયા તો 4%ના નિયમ મુજબ, તમે દર વર્ષે 5 કરોડમાંથી 4% નો ઉપયોગ કરી શકો છો. જે 20 લાખ રૂપિયા થાય છે. વાસ્તવમાં, આવું કરવાની બીજી રીત નિયમને ઉલટાવી નાખવાની છે. માટે 4% ઉંધા થવાથી 25 ગણા થાય છે. તેનો મતલબ છે કે તમારું રિટાયરમેંટ કોપર્સ એ રાશીનું 25 ગણું હોવું જોઈએ, જે તમે પહેલેથી કાઢશો. માની લો, તમારે સેવાનિવૃતિના પહેલા વર્ષમાં ખર્ચના રૂપમાં 10 લાખની જરૂરિયાત છે, તો તેના 25 ગણા 2.5 કરોડ આવે છે. તો એટલી રકમ તમારી પાસે રિટાયરમેંટના સમયે હોવી જોઈએ.2) વધારો તમારી આવક:- દર મહિને આવકના 50 થી 70% બચાવવાના છે. જોકે, ભાડું, ભોજન, બાળકોનું ભણતર, હોમ લોન વગેરે થતાં અમુક આવશ્યક ખર્ચાઓની સાથે કોઈની આવકની અડધી રકમ બચાવવી શક્ય નથી. પરંતુ આ લેવલની જેટલા નજીક થઈ શકે તેટલી બચત કરવી જોઈએ. આપણે આપની આવક વધારવા વિશે વિચારી શકીએ છીએ. તમે પાર્ટ ટાઈમ જોબ, વેતન વૃદ્ધિની માંગ, સારા વેતન માટે નોકરી બદલવી, પોતાની સ્કીલ્સ વધારવી અથવા આવકનો કોઈ અન્ય સ્ત્રોત શોધવા જેવી સાઈડ બિઝનેસ શરૂ કરીને આવક વધારી શકાય છે. 

3) આવકનો મોટો ભાગ બચાવવો:- સૌથી પહેલા તમારે તમારી આવકનો 50 થી 70 % ભાગ બચાવવાનો શરૂ કરવો. તમારે તમારા ખર્ચા ઓછા કરીને આર્થિક અનુશાસન દેખાડવાનું હોય છે. તમારે તમારી બચતને લો-કોસ્ટ ઇંડેક્સ ફંડના પસંદગીના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે બુદ્ધિમાનીથી રોકાણ કરવાનું રહેશે. વધારે બચાઓ… ઓછા ખર્ચા કરો… અને બુદ્ધિમાનીથી રોકાણ કરો.4) ખર્ચા ઓછા કરો:- ખર્ચાને મેનેજ કરવા માટે ઘણી ટિપ્સનો ઉપયોગ કરી શકાય છે. જેમકે, નવીની જગ્યાએ જૂની ગાડીથી કામ રોડવવું. શહેરમાં રહેતા હોય તો, સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવો, ઘર ખરીદવા કરતાં ભાડે રાખવા પર વિચાર કરવો, પોતાનું ભોજન સ્વયં બનાવવું, રેસ્ટોરન્ટ ખર્ચમાં કટૌતી, ક્રેડિટ કાર્ડ લોનથી બચવું અને રિવોર્ડ વગેરે માટે તેનો ઉપયોગ કરવો. આ ઘણી લાંબી લિસ્ટ થઈ શકે છે. 

5) સાચી જગ્યાએ રોકાણ કરવું:- આપણે જેટલા બની શકે તેટલા પૈસા રોકાણ કરવાની જરૂરિયાત હોય છે. જેટલું જલ્દી થઈ શકે તેટલું જલ્દી રોકાણ શરૂ કરી દેવું જોઈએ. લોકોને ત્યાં પૈસા રોકાણ કરવાના હોય છે, જ્યાં તેમના પૈસાને ગ્રો કરવાની સૌથી સારી તક મળી શકે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં તે માટે લો-કોસ્ટ ઇંડેક્સ ફંડ કે એક્સચેંજ ટ્રેડેડ ફંડનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં પણ ઇંડેક્સ ફંડ અને એટીએફ મોટા થતાં જઇ રહ્યા છે. તમે તેનો વધારે સ્માર્ટ રીતે ઉપયોગ કરીને બેંચમાર્ક થી વધારે રિટર્ન મેળવી શકો છો. 

6) પેસિવ ઇન્કમ મહત્વપૂર્ણ:- પેસિવ ઇન્કમ ખૂબ જ મહત્વની છે. હવે પેસિવ ઇન્કમ ઘણા પ્રકારની હોય છે. જેમકે, તમારા શેરમાંથી ડિવિડંડ, તમારી એફડીનું વ્યાજ, તમારી બ્લોગ ઇન્કમ, તમારી યુટ્યુબ ચેનલનું મોનિટાઇઝેશન, સંપતિઓ માંથી ભાડું વગેરે. પેસિવ ઇન્કમ એક એવી વસ્તુ છે, જેના માટે તમે સતત પ્રયાસ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment