દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. ફળમાં અનેક પ્રકારના પોષક તત્વો અને ગુણો હાજર હોય છે. આવા ફળોમાં એક સીતાફળનું નામ સામેલ છે જે જોવામાં ઘણું જ અલગ અને વિચિત્ર દેખાય છે પરંતુ ખાવામાં એટલું જ સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપૂર છે. આ એક એવું ફળ છે જેની મીઠાશ કંઈક અલગ પ્રકારની જ છે. અને તેનું વર્ણન પણ નથી કરી શકાતું. પરંતુ ફૂડ એક્સપર્ટ આને વિશેષ ફળ માને છે. આયુર્વેદાચાર્ય પણ આ ફળના ચાહક છે. આ વિદેશી ફળ છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભારતમાં કેટલાક પ્રાચીન મંદિરો અને ગુફાઓમાં સીતાફળને કોતરવામાં આવ્યું હતું.
સૌથી પહેલા જંગલમાં ઉગ્યું સીતાફળ:- સીતાફળ જેને ભારતના કેટલાક રાજ્યોમાં સીતાફળ પણ કહેવામાં આવે છે તેથી અને રામાયણના સમયથી પણ જોડવામાં આવે છે. એવું કહેવાય છે કે વનવાસ દરમિયાન સીતા માતાએ શ્રીરામ ભગવાન ને આ ફળ ખાવા માટે આપ્યું હતું, ત્યાર થી આનું નામ સીતાફળ પડી ગયું. વિશેષ વાત એ છે કે દેખવામાં આ ફળ જંગલી પણ લાગે છે. આ ઘણું અલગ છે જોવામાં પણ આકર્ષક નથી પરંતુ અંદરથી તેનો પલ્પ ખૂબ જ મીઠો હોય છે અને તેની મીઠાશ પણ એકદમ અલગ જ હોય છે. ફળોના ઇતિહાસથી જોડાયેલી પુસ્તકો જણાવે છે કે આ ફળ ખરેખર સૌથી પહેલા જંગલમાં ઉગ્યું અને ત્યારબાદ જ ખેતી કરવા આવી. ભારતમાં આ આંધ્રપ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. જ્યાં શિયાળાની શરૂઆત થાય છે ત્યાં જ આ બજારોમાં દેખાવા લાગે છે અને બે-અઢી મહિનામાં ગાયબ થઈ જાય છે.
અમેરિકા છે આનું ઉત્પત્તિ સ્થળ:- ફળોના ઇતિહાસથી જોડાયેલા એક્સપર્ટ માને છે કે સીતાફળની ઉત્પત્તિ ઈસવીસન પૂર્વે 1000 માં અમેરિકાના ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં વિશેષ રૂપે ગ્વાટેમાલામાં થઈ. ત્યાં આ પોતાની જાતે જ ઉગ્યું. બાદમાં તેની મીઠાશ જોઈને અમેરિકા વાસીઓએ આને ઉગાવવાનું શરૂ કર્યું. એક વિચાર એવો પણ છે કે આ ફળ વેસ્ટ ઈન્ડિઝમાં સૌથી વધારે ઉગ્યું. ધીરે ધીરે આ ફળ બીજા દેશોમાં પણ પહોંચ્યું. આજના સમયમાં સીતાફળની ખેતી ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચીલી, મિશ્ર્ન, ઇઝરાયેલ, બર્મા, ફીલીપીન્સ, સ્પેન, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા વગેરેમાં પણ થઈ રહી છે.અજંતાની ગુફાઓમાં કોતરવા માં આવ્યું ફળ:- ભારતમાં આ ફળના ઉત્પત્તિ કાળને લઈને ખાસ સ્પષ્ટતા નથી. પરંતુ કેટલાક પ્રમાણ જણાવે છે કે આ ફળ ભારતમાં પ્રાચીન કાળથી ઉગાડવામાં આવી રહ્યું છે. લેખક અને ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર વિશ્વજીત ચૌધરીએ પોતાની પુસ્તક ‘VEGETABLES’ માં જાણકારી આપી છે કે આઈને અકબરીમાં આ ફળનો ઉલ્લેખ છે.
પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે પોર્ટુગીઝ જ્યારે ભારત આવ્યા તો અન્ય ફળો અને જીન્સ ની જેમ સીતાફળને પણ લઈને આવ્યા. તેમનું કહેવું છે કે ભારતમાં પ્રાચીન ગ્રંથોમાં આ ફળની જાણકારી જોવા નથી મળતી. આશ્ચર્યની વાત એ છે કે અજંતા ની ગુફાઓમાં આ ફળને કોતરવા માં આવ્યું છે. તેના સિવાય મથુરાના કેટલાક પ્રાચીન મંદિરોમાં દેવતાઓની મૂર્તિઓ સાથે સીતાફળને અંકિત કરવામાં આવ્યું છે.
વિશિષ્ટ પ્રકારના યોગીક તત્વ હાજર છે:- આ ફળને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. ભારતીય જડીબુટ્ટીઓ, ફળો અને શાકભાજી પર મોટા પાયા પર રિસર્ચ કરતાં આયુર્વેદાચાર્ય પ્રમાણે સીતાફળનો સ્વાદ અન્ય ફળોથી અલગ છે. ઉપરથી જોવામાં સીતાફળ ભલે કદરૂપું દેખાય પરંતુ અંદરનો ભાગ સફેદ રંગનો અને મુલાયમ હોય છે.
આ ખૂબ જ મીઠું અને સ્વાદિષ્ટ ફળ છે. પોતાના રંગ, રૂપ અને સ્વાદ ના કારણે આ અન્ય ફળોથી થોડું વિશિષ્ટ બની જાય છે. તેમનું કહેવું છે કે સીતાફળ એક એવો આહાર છે જે શરીરને સ્વસ્થ બનાવવાની સાથે અનેક બીમારીઓના ઉપચાર માટે પણ પ્રયોગમાં લઈ શકાય છે. આયુર્વેદ પ્રમાણે આનો પ્રયોગ એક બે નહીં પરંતુ અનેક રોગોના ઈલાજ માટે કરી શકાય છે.બીજી તરફ ફૂડ એક્સપર્ટ પણ માને છે કે આ ફળમાં મિનરલ્સ અને વિટામિન તો હોય જ છે સાથે જ કેટલાક અલગ પ્રકારના યોગીક તત્વ પણ હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક છે. આ ફળમાં ફ્લેવોનોઈડ અને કેરોટેનોઈડ્સ જેવા એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ થાય છે જે શરીરની પ્રતિ રક્ષા પ્રણાલીને મજબૂત કરે છે અને લોહી ને શુદ્ધ બનાવી રાખવામાં મદદ કરે છે. આ શ્વાસથી જોડાયેલી સમસ્યાઓમાં લાભદાયક છે અને અસ્થમા જેવી બીમારીઓથી પણ રાહત પ્રદાન કરે છે.
ડિપ્રેશનમાં પણ લાભદાયક છે સીતાફળ:- ફૂડ એક્સપર્ટ પ્રમાણે આનું સેવન ઉન્માદને ઘટાડવાનું કામ કરે છે. આમાં ઉપલબ્ધ થતા વિશેષ ગુણો ત્વચા ને નિખારે છે અને વાળના વિકાસમાં મદદરૂપ થાય છે. જો કોઈ વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હોય તો સીતાફળનું સેવન તેના માટે ખૂબ જ લાભદાયક બની શકે છે. આ ફળમાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે. તેથી આ પાચનતંત્રને પણ તંદુરસ્ત રાખે છે. સાથે જ આંતરડાની પણ સફાઈ કરે છે. તેમાં વિટામીન સી અને વિટામીન b6 પણ ઉપલબ્ધ હોય છે.આ બધા શરીરને સંક્રમણથી બચાવે છે. આનુ સેવન માંસપેશીઓને પણ સ્વસ્થ બનાવે છે. એ વાત યાદ રાખવી કે તેની છાલ અને બીજ ન ખાવા. જો ભૂલથી પણ ખાઈ લેવામાં આવે તો પેટનો દુખાવો કે ઉલટી થવાની સંભાવના રહે છે. આ ફળનું વધુ પડતું સેવન આળસ પેદા કરી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી