આખા ઉત્તર ભારતમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. શિયાળાની ઋતુ ખાણીપીણી અને ફરવાના હિસાબથી તો સારી માનવામાં આવે છે પરંતુ આ આપણી ત્વચા માટે એટલી પસંદ નથી આવતી. શિયાળામાં ત્વચાની નમી ક્યાંક ખોવાઈ જાય છે જેના કારણે ત્વચા શુષ્ક અને બેજાન નજર આવે છે. શુષ્ક અને બેજાન ત્વચા ને મોસ્ચ્યુરાઇઝ કરીને ઠીક કરી શકાય છે પરંતુ ત્વચાની પરત નીકળવા લાગે તો સમજાતું નથી કે શું કરી શકાય.
શિયાળામાં ત્વચા માંથી પરત નીકળવાનો મતલબ છે કે હાઇડ્રેશનની કમી છે. સ્કીન પીલની પ્રોબ્લેમ ત્યારે સૌથી વધારે વધી જાય છે જ્યારે તમે ડ્રાય સ્કીન પર મેકઅપ કરો છો. આખરે શું છે સ્કીન પીલ થવાનું કારણ અને તેને કેવી રીતે રીપેર કરી શકાય છે, તો આ સંપૂર્ણ માહિતી જાણવા માટે આગળ વાંચતા રહો.સ્કીન છાલ થવાનું શું છે કારણ?:- શિયાળામાં સ્કીન પરત થવાનું મુખ્ય કારણ હોય છે હાઇડ્રેશનની કમી. વળી શિયાળાની ઋતુ શરૂ થતાં જ કેટલાક લોકો પાણી પીવાનું ઓછું કરી દે છે, જેના કારણે શરીર યોગ્ય રીતે હાઈડ્રેટ નથી થઈ શકતું. હાઇડ્રેશન ન થવાના કારણે શુષ્કતા, ખીલ અને સ્કીન છાલ જેવી પ્રોબ્લેમ થવા લાગે છે.
કેટલીક વાર સૂરજની અલ્ટ્રા વાયોલેટ કિરણ, બેન્જોયલ પેરોક્સાઈડ યુક્ત દવાઓનું સેવન કરવાના કારણે પણ સ્કીન પીલની અથવા છાલનો પ્રોબ્લેમ થઈ શકે છે. શિયાળામાં સ્કીમ પીલની પ્રોબ્લેમ થી બચવા ની સૌથી સારી રીત એ છે કે ઘણું બધું પાણી પીવું, જેથી શરીર અંદરથી હાઇડ્રેડ રહે.
સ્કીન પીલ (પરત) થી છુટકારો મેળવવાના ઉપાય:-
1) મોસ્ચ્યુરાઇઝ કરો:- શિયાળાની ઋતુમાં ત્વચાને બાહ્ય અને આંતરિક પોષણ મળવું ખૂબ જ જરૂરી છે. શિયાળામાં હાથ-પગ શુષ્ક ન થઈ જાય તે માટે સમયાંતરે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવાનું ભૂલશો નહીં. જે લોકોની ત્વચા ઓઇલી હોય છે તેમને એવું લાગે છે કે બોડી અને ફેસને મોસ્ચ્યુરાઇઝ કરવાથી ફોલ્લી અને ખીલની પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. પરંતુ એવું બિલકુલ પણ નથી,ઓઇલી સ્કિનવાળાને સ્કીન પીલની પ્રોબ્લેમ થી બચવા માટે જેલ બેઝ્ડ મોસ્ટરાઈઝ નો ઉપયોગ કરવો જોઈએ.
2) કેમિકલ પીલ ઓફ કરી શકો છો ટ્રાય:- શિયાળામાં સ્કીન પીલ નું કારણ તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવતી ક્રીમ અને સીરમ પણ હોઈ શકે છે. કેટલીક વાર બોડી લોશન ક્રીમ અને સીરમના કારણે પણ બેજાન ત્વચા ઉતરી જાય છે. એવામાં શરીરને અંદરથી હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. તમે ચહેરા પર સન સ્ક્રીન અને મોસ્ચ્યુરાઇઝિંગ ક્રીમ બંનેવને લગાવી શકો છો.
3) ઓઇલ બેઝ્ડ બોડી વોશ નો કરો ઉપયોગ:- સ્કીન પીલ થી બચવા માટે ઓઇલ બેઝ્ડ બોડી વોશ નો ઉપયોગ કરવો સારું માનવામાં આવે છે. ઓઇલ બેઝ્ડ બોડી વોસ સ્કિનને અંદરથી મોસ્ચ્યુરાઇઝ કરે છે જેનાથી પીલિંગ ની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.4) પાણીમાં તેલ નાખીને ન્હાવ:- શિયાળાની ઋતુમાં થોડી ઘણી સ્કિન પીલ થવી સામાન્ય છે, પરંતુ આ જો વધારે થતી હોય તો સ્કીન પ્રોબ્લેમ થઈ શકે છે. આવી સ્થિતિમાં પાણીમાં પોતાનું મનપસંદ તેલ નાખીને નાહવુ બેસ્ટ રહેશે. નાહવાના પાણીમાં તેલ મેળવવાથી ત્વચા ને પાંચથી વધારે લેયર સુધી પોષણ મળે છે, જેનાથી ત્વચા ની નમી જળવાયેલી રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી