પેટનો ગેસ ચપટીમાં બહાર કાઢવો હોય તો ખાવા લાગો આ સામાન્ય દાણા… પેટની તમામ સમસ્યાઓ થઈ જશે મફતમાં ગાયબ… જાણો ખાવાની રીત…

આજના સમયમાં મોટાભાગના લોકો પેટમાં થતા ગેસની સમસ્યાથી પરેશાન રહે છે. વારંવાર પેટમાં ગેસ થવો, પેટની સૌથી સામાન્ય સમસ્યાઓ માંથી એક છે. જેનાથી મોટાભાગના લોકો તેનો સામનો કરતા હોય છે. પેટમાં ગેસની સમસ્યા અનેક કારણોથી થઈ શકે છે. આ સમસ્યા ભોજનનું ખરાબ પાચન, વધારે મસાલેદાર, તળેલું, ખાટું, નમકીન ફૂડનું સેવન કર્યા બાદ વધારે જોવા મળે છે. પરંતુ આ એક ગંભીર સમસ્યા છે જેના કારણે પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા, ઉબકા, કબજિયાત, બ્લોટિંગની સાથે જ બીજી અન્ય સમસ્યાઓ પણ જોવા મળે છે. તેના કારણે સવારમાં પેટ સાફ કરવામાં પણ મુશ્કેલી થાય છે. 

લોકો પેટમાં થતા ગેસથી છુટકારો મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો શોધવામાં લાગેલા રહે છે સાથે જ અનેક પ્રકારના ઘરેલુ ઉપાય ટ્રાય પણ કરે છે. પરંતુ આ ઘરેલુ ઉપાયોથી કેટલાક લોકોને ફાયદો થાય છે તો કેટલાકને નથી થતો. પરંતુ શું તમે જાણો છો પેટમાં ગેસની સમસ્યા થવા પર મેથીના દાણા કે મેથીના બીજનો પ્રયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.ન્યુટ્રિશિયનીસ્ટ અને ડાયટીશિયન ના જણાવ્યા પ્રમાણે જો તમે યોગ્ય રીતે મેથીના દાણાનું સેવન કરો છો તો તેનાથી ન માત્ર પેટમાં ગેસની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે પરંતુ સ્વાસ્થ્યને બીજા અનેક ફાયદા પણ મળશે. આજે અમે તમને આ લેખના માધ્યમથી પેટમાં થતા ગેસથી છુટકારો મેળવવા માટે મેથીના દાણાના ફાયદા અને તેને સેવન કરવાની રીત જણાવીશું.

1) પેટના ગેસને દૂર કરવા માટે મેથીના દાણા કેવી રીતે ફાયદાકારક છે:- મેથીના દાણા માં ફાઇબર હોય છે જેનાથી આ પાચનને તંદુરસ્ત કરવામાં મદદ કરે છે. સાથે જ મેથીના દાણા પેટના છાલા ઠીક કરવામાં પણ મદદરૂપ થાય છે. સાથે જ આ અપચો, કબજિયાત અને બ્લોટીંગ ની સમસ્યા પણ દૂર કરે છે. એવું એટલા માટે થાય છે કારણ કે આ એન્ટિઓક્સિડન્ટ થી પણ ભરપૂર હોય છે. આ મળ ત્યાગની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં મદદ કરે છે.

તેના સિવાય આ હાર્ટ બર્ન, પેટમાં સોજો, ભૂખ ન લાગવી વગેરે જેવી સમસ્યા પણ દૂર કરે છે. આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારવામાં આ ખૂબ જ લાભદાયક છે, જે પાચનમાં સુધારો કરે છે. આ પેટના સોજામાં એક અસરકારક ઉપાય છે. આ તમારા આંતરડાને શાંત કરવામાં મદદ કરે છે સાથે જ મેટાબોલીઝ્મ ને તેજ કરવામાં પણ લાભદાયક છે.પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવાની સાથે જ આ વજન ઘટાડવામાં, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યાઓને નિયંત્રિત કરીને, હૃદય ને સ્વસ્થ રાખવામાં, સાથે જ ઇમ્યુનિટી પણ મજબૂત બનાવે છે 

2) પેટમાં થતા ગેસને દૂર કરવા માટે મેથીના દાણા નો પ્રયોગ કેવી રીતે કરવો:- પેટમાં થતા ગેસથી છુટકારો મેળવવા માટે તમે મેથીના બીજનું સેવન અનેક રીતે કરી શકો છો. તેની સૌથી સરળ રીત એ છે કે તમે રાત્રે એક ચમચી મેથીના દાણાને એક કપ પાણીમાં પલાળીને રાખી દો. સવારમાં ખાલી પેટે તેને ચાવીને ખાઈ લો સાથે જ પાણી પણ પી લો.

તેના સિવાય તમે અંકુરિત કરીને પણ મેથીના બીજનું સેવન કરી શકો છો. તમે પાણીમાં એક ચમચી મેથીના દાણા ઉકાળીને ખાઈ શકો છો સાથે જ પાણી પણ પી શકો છો. તમે મેથીના દાણા ને તમારી હર્બલ ચા માં ઉકાળીને પણ પી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment