આ દેશમાં છે નોકરી જ નોકરી, કોરોના કારણે થઈ ગયા એવા હાલ કે, દરેક લોકોને મળી રહી છે બે બે નોકરીઓ… જાણો સંપૂર્ણ માહિતી…

મિત્રો તમે જાણો છો તેમ કોરોનાની અસર સામાન્ય વ્યક્તિથી માંડીને દરેક લોકોને થઇ છે. ખાસ કરીને કોરોનાની નોકરી ધંધા પર વિશેષ અસર જોવા મળી છે. ઘણા યુવાનો બેકાર બન્યા છે. કોઈકની નોકરી ચાલી ગઈ તો કોઈના ધંધા બંધ થઇ ગયાં. જેને કારણે દેશમાં ગરીબીની સ્થિતિ જોવા મળી રહી હતી. પણ હાલ કોરોનાની અસર ઓછી થવાથી ધીમે ધીમે દરેક લોકો આગળ આવી રહ્યા છે. તેમજ દેશ પણ ફરી પોતાના વિકાસ પર આગળ વધી રહ્યો છે. આજે આપણે વાત કરીશું એક એવા દેશની જેમાં કોરોનાને કારણે લોકો નોકરી વગરનાં થઇ ગયાં હતા પણ હાલ આ દેશ વિકાસનાં પંથ પર આગળ છે અને દરેક લોકોને હાલ બે જોબ મળી રહી છે. 

વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા છે, તો આ ખબર તમારા માટે રાહત આપનારી છે. પહેલા કોરોના અને પછી મંદીના જોખમને કારણે અમેરીકામાં વિતેલા લાંબા સમયના નોકરીના જોખમની ખબર આવી રહી હતી, પરંતુ હવે આ દેશ તાબડતોબ નોકરીઓ આપવાનું કામ કરી રહ્યો છે. US Jobs ડેટા જુઓ તો અમેરિકાના દરેક વ્યક્તિના ભાગમાં બે જોબ છે. 

રોજગારની તકોમાં વધારો:- ફોર્બ્સની હાલની રિપોર્ટમાં JOLTS ના સર્વેના હવાલાથી કહેવામા આવ્યું કે, અમેરીકામાં કુલ 10.72 મિલિયન નોકરીઓ ઉપલબ્ધ છે. તેમાં કહેવામા આવ્યું કે, સપ્ટેમ્બર 2022ના છેલ્લા દિવસ સુધીના આ આંકડા સામે આવ્યા છે. તેનાથી પહેલા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશના અલગ અલગ સેક્ટર્સમાં 4,37,000 રોજગારીનો વધારો થયો છે. મોંઘવારીના જોખમને ઘટાડવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા સતત વ્યાજ દરોમાં વૃદ્ધિ વચ્ચે આ રાહત ભરેલી ખબર છે.

બેરોજગારીના દરમાં ઘટાડો:- સપ્ટેમ્બરથી અમેરિકામાં જોબ ઓપનિંગમાં વધારો જોવા મળી રહ્યો છે. માંગમાં વધારો હોવાને કારણે કામ પર રાખવાની ધારણા મજબૂત થઈ છે અને રોજગારીની તકો વધી રહી છે. જોકે, વિતેલા સપ્ટેમ્બર મહિનામાં અલગ-અલગ સેક્ટરમાં લગભગ 2,63,000 લોકોને નોકરી મળી હતી. લેબર ડિપાર્ટમેંટની માનીએ તો, એપ્રિલ પછી આ સામાન્ય માસિક વધારો છે, જ્યારે ઓગસ્ટમાં 3,15,000નો વધારો થયો હતો. બેરોજગારી દર 3.5% સુધી ઘટ્યો છે. 

હવે રિપોર્ટમાં સપ્ટેમ્બરના અંતમાં ભેગા કરેલા આંકડાઓના આધારે કહેવામા આવ્યું છે કે, દેશના દરેક બેરોજગારના ભાગમાં લગભગ 1.9 નોકરી આવી રહી છે. એટલું જ નહીં રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે વેતન વૃદ્ધિ પણ ઊંચી બની શકે છે.

આ સેકટરમાં સૌથી વધારે તક:- જાણવામાં આવ્યું છે કે, JOLTS ઈકોનોમી અને જોબ માર્કેટનું એક ગેજ પ્રદાન કરે છે. તે સર્વેક્ષણ યુએસ બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ પર આધારિત હોય, જે જોબ ઓપનિંગ્સ, શ્રમિકોને કામે રાખવા સહિત અન્ય ડેટા એકત્રિત કરે છે. રિપોર્ટની માનીએ તો, એક બાજુ જ્યાં ગયા મહિનામાં નોકરીની તકોમાં વધારો દર્જ કરવામાં આવ્યો, ત્યાં સ્વેચ્છાએ નોકરી છોડનારા શ્રમિકોમાં પણ વધારો થયો છે. તે 2.7 ટકા રહ્યો છે. હોસ્પિટાલિટી અને ફૂડ સર્વિસીઝ જેવા બાર, હોતા અને રેસ્ટોરન્ટમાં નવી નોકરીઓમાં સૌથી વધારે વૃદ્ધિ જોવા મળી છે.

વધતી માંગથી વેતનમાં પણ વૃદ્ધિ:- અમેરિકી ફેડ રિઝર્વના કડક પગલાં છતાં દેશમાં જોબ ઓપનિંગ્સના આ આંકડાઓ જોઈને કહી શકાય છે કે, અમેરિકી જોબ માર્કેટ હજુ પણ મજબૂત બની રહ્યું છે. દરેક બેરોજગાર વ્યક્તિ માટે 1.9 જોબ ઉપલબ્ધ હોવી સારી ખબર છે, વધતી માંગે વેતનમાં પણ વૃદ્ધિ કરી છે, કારણ કે, એમ્પ્લોયર પ્રતિભા શોધવા માટે પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. 

જોકે, JOLTSની રિપોર્ટમાં નોકરીની જે ઘણી બધી તકો જણાવવામાં આવી છે, તેનો મતલબ એ નથી કે, તેઓ નવી તકની શોધ કરી રહેલા લોકોની નોકરીની જરૂરિયાતોને અનુકૂળ છે. તે ઉપલબ્ધ જોબ્સ ઓછી આવક વાળી અથવા એવી હોઇ શકે છે જેને સારા રોજગારની શોધ કરી રહેલા લોકો ઇચ્છતા ન હોય. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment