જીભ પર દેખાતા આવા દાગ શરીર માટે છે ખતરા સમાન, હોય શકે છે આવી ગંભીર બીમારીઓના સંકેતો…

જીભ આપણા શરીરનો મુખ્ય ભાગ છે. જીભ બોલવાનુ અને ભોજનનો સ્વાદ પારખવાનું કાર્ય કરે છે. જ્યારે પણ તમે બીમાર પડો છો તો ડોક્ટર સૌથી પહેલા જીભ દેખે છે કારણકે જીભના રંગ થી કઈ બીમારી છે તે વિશે જાણકારી મેળવી શકાય છે. જીભ નું કાર્ય માત્ર સ્વાદ પારખવાનું જ નથી પરંતુ તેનાથી આપણા સ્વાસ્થ્ય વિશે પણ અનેક વાતો જાણી શકાય છે. સામાન્ય રીતે જીભનો રંગ હલકો ગુલાબી હોય છે. પરંતુ કેટલીકવાર તેનો સફેદ રંગ પણ દેખાય છે. આમ તો જીભ નું સફેદ દેખાવું ઘણું સામાન્ય છે પરંતુ કેટલીક વાર કોઈ મોટી બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. 

જીભ પર સફેદ ડાઘ દેખાવા સામાન્ય હોય છે પરંતુ ક્યારેક આ કોઈ ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. જે લોકોને ઇમ્યુનિટી અત્યંત કમજોર હોય છે, તેમની જીભ પર પણ ઘણીવાર સફેદ ડાઘ જોવા મળે છે. તો આવો જાણીએ જીભ પર સફેદ ડાઘ થવાના કયા કારણ થઈ શકે.

1) ડેન્ટલ ટ્રોમા:- જો તમારા દાંત નીકળી ચૂક્યા હોય અને તમે વારંવાર તમારી જીભને તમારા દાંત વડે કરડો છો, તો તે પેશીઓના જાડા રક્ષણાત્મક સ્તરને વિકસાવી શકે છે. સામાન્ય રીતે આ ડાઘ થી કોઈ દુખાવો થતો નથી, પરંતુ જો દાંત ની ઇજા ખૂબ જ તીવ્ર હોય તો તે તમારા મોંમાં અલ્સરની સમસ્યા પણ કરી શકે છે.

સારવાર:- જો તમને દાંતની ઈજાથી જીભ માં સફેદ ડાઘ જોવાતા હોય તો તેના માટે જીભ પરના ઘાવ ને ઠીક કરવા જરૂરી છે. સૌથી પહેલા ડોક્ટર પાસે જાઓ અને તમારા તીક્ષ્ણ દાંતને ઠીક કરાવો. જીભ ચાવવાની તમારી આદત ને છોડો.

2) કેન્ડિડાયાસીસ અથવા થ્રશ:- આને ઓરલ કેન્ડિડાયાસીસ પણ કહેવાય છે. આ એક પ્રકારનો ચેપ છે જે કેન્ડીડા ફૂગના કારણે થાય છે. તમારા મોં સિવાય આ ચેપ શરીરના અન્ય ભાગોમાં પણ થઈ શકે છે.  ધુમ્રપાન કરનારાઓ, શુષ્ક મોં અને સફેદ ડાઘ જેવી સમસ્યાઓ પણ આ ચેપનું કારણ બની શકે છે.  ઉપરાંત, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે, એવા લોકોમાં આ ચેપ લાગવાનું જોખમ ઘણું વધારે હોય છે.  આ ચેપને કારણે, તમારી આખી જીભમાં ક્યાંય પણ સફેદ ડાઘ પડી શકે છે. ખાસ કરીને, જો તમને HIV/AIDS અથવા કેન્સર છે, તો આ ચેપ લાગવાનું જોખમ ઘણું વધી શકે છે.

જીભ માં સફેદ ડાઘ ના સિવાય આ પણ છે ઓરલ થ્રશ ના કેટલાક લક્ષણો:- ગળામાં ખરાશ, લાલાશ, સ્વાદમાં કમી, વારંવાર મોં સુકાવું.

3) જિયોગ્રાફિક ટંગ:- જિયોગ્રાફિક ટંગ એક એવી સ્થિતિ છે જેમાં તમારી જીભની કિનારી પર અત્યંત નાના દાણા નીકળવા લાગે છે. આ દાણામાં ખૂબ જ દુખાવો અને બળતરા નો અહેસાસ થાય છે. સાથે જ ઉપર લાલ ધબ્બા પડે છે જે નકશાના આકારમાં દેખાય છે. આવી સ્થિતિમાં  વ્યક્તિને ખોરાક ગળવામાં પણ અત્યંત મુશ્કેલી થાય છે. આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે. આ સમસ્યા વધુ જોખમ કારક નથી હોતી. કેટલાક લોકોમાં જ્યોગ્રાફિક ટંગના કોઈ લક્ષણ નથી દેખાતા. આ સમસ્યા થવા પર થોડુ તીખુ ખાવાથી બળતરા નો એહસાસ થાય છે. 4) લાઈકેન પ્લાનસ:- આ અત્યંત સામાન્ય સમસ્યા છે જેના કારણે મોઢામાં સોજો અને બળતરા નો એહસાસ થાય છે.ત્વચા પર લાઈકેન પ્લાનસના કારણે રેશિસની સમસ્યાનો સામનો કરવો પડે છે.  મોઢામાં આના કારણે બળતરા અને દુખાવો થાય છે.લાઈકેન પ્લાનસ ની સમસ્યાના કારણે જીભ અને ગાલ પર તમને રેશા જેવા સફેદ ધબ્બા જોવા મળે છે. આ સમસ્યા એવી મધ્યમ ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે કે જેની રોગપ્રતિકારકશક્તિ નબળી હોય છે.

આનાથી વધી શકે છે લાઈકેન પ્લાનસ ની સમસ્યા મેડીકેશન, ઇન્ફેક્શન, એલર્જી, મોઢામાં ઘાવ બનવા, તણાવ. મોઢાની અંદર પણ થઈ શકે છે લાઈકેન પ્લાનસની સમસ્યા જેમકે જીભ, ગળાની અંદર, પેઢામાં, તાળવામાં.

5) પ્રી કેન્સર અને કેન્સર:- જીભમાં થતાં સફેદ ડાઘ નું એક મોટું કારણ પ્રી કેન્સર કે કેન્સરની સમસ્યા પણ હોઈ શકે છે.સ્ક્વામસ સેલ કાર્સિનોમા જીભ પરનું સૌથી સામાન્ય પ્રકારનું કેન્સર છે, જેના કારણે જીભ પર સફેદ ડાઘ થઈ શકે છે. આ છે તેના લક્ષણો, અલ્સર જેવા દેખાય છે ઘાવ, ઘાવ માંથી સરળતાથી લોહી નીકળવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment