ભાત રાંધતી વખતે ચોંટેલા અને ચીકણા થઈ જાય છે, તો બનાવતા પહેલા ઉમેરી દો આ 1 વસ્તુ, ભાતનો એક એક દાણો છુટ્ટો પાડી સ્વાદ કરી દેશે ડબલ…

મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણા લોકોને રાઈસ કુકરમાં બાફીને ખાવાની મજા આવે છે તો ઘણા લોકોને રાઈસ છુટક ખાવાની મજા આવે છે. પણ જયારે તમે રાઈસ બનાવો છો ત્યારે ઘણી વખત તે ચીકણા થઇ જાય છે આથી ખાવાની મજા નથી આવતી. આ સમયે તમે શું કરશો જેનાથી તેની ચીકાશ દુર થઇ શકે. ચાલો તો અહી રાઈસ બનાવવા માટેની કેટલીક ટીપ્સ વિશે જાણી લઈએ. 

મોટાભાગના લોકોની દરરોજની ડાયટમાં રાઈસનું સેવન ખુબ જ સામાન્ય બની ગયું છે. અને રાઈસ વગર ઘણા લોકોનું ભોજન પણ પૂરું નથી થતું.જો કે ઘણી વખત રાઈસ બનાવતી વખતે તેમાં પાણી વધી જતું હોય છે. જેનાથી તે એકબીજા સાથે ચીપકી જાય છે. જેના કારણે રાઈસ તો ખરાબ  થાય છે સાથે સાથે ખાવાનો ટેસ્ટ પણ ખરાબ થઇ જાય છે. એવામાં તમે થોડી ટીપ્સ ફોલો કરીને રાઈસને પરફેક્ટ બનાવી શકો છો.રાઈસ ને બરાબર બનાવવા માટે તેમાં પાણીનું યોગ્ય પ્રમાણ હોવું ખુબ જ જરૂરી છે. ઓછુ થવાથી રાઈસ કાચા રહે છે, તો જયારે પાણી વધી જાય તો રાઈસ એકબીજા સાથે ચીપકી જાય છે. આથી જ રાઈસને છુટા બનાવવા માટે તમે કેટલાક ઉપાયોની મદદ લઇ શકો છો. 

1) લીંબુ મિક્સ કરો:- લીંબુના કારણે તમારા રાઈસ ચીકણા નથી થતા અને રાઈસમાં રહેલ ચીકાશ પણ તેનાથી દુર થઇ જાય છે. રાઈસને ચીકણા થવાથી રોકવા માટે તમે રાઈસમાં થોડો લીંબુનો રસ નાખી શકો છો. લીંબુનો રસ મિક્સ કરવાથી રાઈસનું વધારાનું પાણી ખત્મ થઇ જાય છે. જેનાથી રાઈસ ચીકણા નથી થતા. સાથે લીંબુનો રસ નાખવાથી રાઈસ છુટા છુટા રહે છે. 2) ગેસ ફાસ્ટ રાખો:- ધીમા તાપે કરવામાં આવતા રાઈસ જલદી ચીકણા થઇ જતા હોય છે આથી રાઈસને હંમેશા ફાસ્ટ તાપ પર જ બનાવવા જોઈએ. ઘણી વખત ધીમા તાપે રાઈસ બનાવવાથી પણ રાઈસ ચીકણા થઇ જાય છે. અને બન્યા પછી ચીપકી જાય છે. આથી રાઈસને હંમેશા ફાસ્ટ તાપે જ બનાવવા જોઈએ. જયારે રાઈસ બનાવતી વખતે 5 મિનીટ માટે કુકરનું ઢાંકણું ખુલ્લું રાખો. તેનાથી રાઈસ ચીકણા થતા નથી. 

3) સુતરાઉ કાપડનો ઉપયોગ કરો:- રાઈસમાં રહેલ વધારાના પાણીને તમે સુતરાઉ કાપડનો ઉપયોગ કરીને દુર કરી શકો છો. રાઈસનું વધારાનું પાણી ઓછુ કરવા માટે તમે સુતરાઉ કાપડ ની મદદ લઇ શકો છો. આ માટે રાઈસ બન્યા પછી તેને સુતરાઉ કાપડમાં નાખીને રાઈસમાંથી પાણીને નીચવી લો. આ સિવાય છુટા છુટા રાઈસ બનાવવા માટે 10 મિનીટ સુધી રાઈસને સુતરાઉ કાપડ પર ફેલાવો.4) બ્રેડનો ઉપયોગ કરો:- રાઈસનું વધારાનું પાણી સૂકવવા માટે તમે બ્રેડ નો ઉપયોગ કરી શકો છો. આ માટે બ્રેડને થોડી વાર માટે રાઈસ ની ઉપર રાખી દો. તેનાથી બ્રેડ રાઈસનું વધારાનું પાણી ખેચી લે છે. અને તમારા રાઈસ ચીકણા થતા નથી. આમ તમે બ્રેડની મદદથી પણ રાઈસને એકદમ પરફેક્ટ બનાવી શકો છો. તેમજ છુટા છુટા રાઈસ બનાવી શકો છો. 

આ વાતનું પણ ધ્યાન રાખો:- આ ઉપરાંત રાઈસને યોગ્ય રીતે બનાવવા માટે હંમેશા સારી ક્વોલીટીના રાઈસનો જ ઉપયોગ કરવો જોઈએ. સાથે જ રાઈસને બનાવતા પહેલા તેને સારી રીતે ધોવ જરૂરી છે. આ સિવાય રાઈસ બનાવતી વખતે હંમેશા એ યાદ રાખો કે તમારે રાઈસમાં પાણી બેગણું નાખવું જોઈએ. તેનાથી રાઈસ એકદમ પરફેક્ટ બને છે. આમ તમે રાઈસ બનાવવા માટે ઉપર આપેલ ટીપ્સને અપનાવી શકો છો. તેમજ આ ટીપ્સ અપનાવવાથી તમારા રાઈસ ચીકણા થતા નથી. અને તેનો સ્વાદ પણ જળવાઈ રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment