માથાના સફેદ વાળને ડાઈ વગર જ કરો કાળા ભમ્મર, અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય… જીવો ત્યાં સુધી ડાઈ કરવાની નોબત નહિ આવે..

મિત્રો ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવા એ સ્વાભાવિક છે. પણ ઘણા લોકોને નાની વયે પણ વાળ સફેદ થઇ જાય છે આથી તેનો દેખાવ ખરાબ લાગે છે અને તેઓ વાળને કાળા કરવા માટે અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જે ઘણી વખત તમને નુકશાન પણ કરી શકે છે. પણ જો તમે તમારા સફેદ વાળને ડાઈ વગર જ કાળા કરવા માંગતા હો તો તમારે આ લેખ અંત સુધી જરૂરથી વાંચવો જોઈએ. 

ડાઈ વગર વાળ કાળા કઈ રીતે કરવા?:- આ પ્રશ્ન આપણામાંથી ઘણા લોકોને પરેશાન કરતો હોય છે, કારણ કે ડાઈથી વાળ કાળા તો થઈ જાય છે પરંતુ તે આપણા વાળ માટે ખૂબ જ નુકસાનદાયક હોય છે. સાથે જ તેની અસર થોડા દિવસોમાં જ પૂરી થઈ જાય છે અને સફેદ વાળ ફરીથી દેખાવા લાગે છે. ડાઈમાં હાર્શ કેમિકલ્સ હોય છે, જે આપણા વાળને નુકસાન પહોંચાડે છે. માટે લોકો વાળને કાળા કરવા માટે ડાઈ સિવાય અન્ય બીજા વિકલ્પો ગોતવામાં લાગ્યા રહેતા હોય છે. હવે સવાલ એ થાય છે કે, ડાઈ વગર વાળ કાળા કઈ રીતે કરવા? શું વાળને નેચરલી કાળા કરવાની કોઈ રીત છે?ઘણા લોકો ડાઈની જગ્યાએ વાળને કાળા કરવા માટે મહેંદીનો પ્રયોગ પણ કરતાં હોય છે. તેનાથી ઘણી હદે વાળને કાળા કરવામાં મદદ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે વાળને કાળા કરવાની અન્ય રીત પણ છે, જેની મદદથી તમે કાળા અને શાઈની વાળ મેળવી શકો છો? 

ડાઈ વગર વાળ કાળા કરવાની 5 રીત:- 

1) આમળાથી કરો વાળને કાળા:- સફેદ વાળને કાળા કરવા માટે તમે આમળાને હેર પેકની જેમ ઉપયોગમાં લઈ શકો છો. તે માટે તમે આખા આમળા પીસીને અથવા રસનો ઉપયોગ કરી શકો છો. તમે આમળા કે આમળાના રસને કોઈ પણ હેર ઓઇલમાં મિક્સ કરીને વાળમાં લગાડી શકો છો. 4-5 કલાક માટે છોડી દો અને શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2-3 વખત તેને વાળમાં લગાડી શકો છો, તેનાથી ઘણો ફાયદો મળે છે.2) ડુંગળીના રસથી કરો વાળ કાળા:- ડુંગળીનો રસ વાળની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ જ લાભદાયી છે. તે સફેદ વાળને કાળા કરવામાં લાભદાયી છે. તમે ડુંગળીનો રસ સીધો જ માથામાં લગાડી શકો છો અથવા તેને નારિયેળ તેલમાં મિક્સ કરીને પણ લગાડી શકો છો. અઠવાડિયામાં 2-3 વખત વાળમાં 3-4 કલાક માટે જરૂરથી લગાડવું ત્યાર બાદ શેમ્પૂથી ધોઈ લેવું. 

3) ઈંડા લગાવો:- પ્રોટીનથી ભરપૂર ઈંડા વાળ માટે ખુબજ લાભદાયી હોય છે. તમે ઈંડાનું હેર માસ્ક બનાવીને વાળમાં અપ્લાઈ કરી શકો છો. તે માટે બસ તમારે સરસો, નારિયેળ કે ઓલિવ ઓઇલમાં ઇંડાનો સફેદ ભાગ મિક્સ કરીને લગાડવાનો છે. તમે તેને 20-25 મિનિટ, 3-4 કલાક કે આખી રાત માટે પણ વાળમાં લગાડી શકો છો.4) એલોવેરા અને તેલ લગાવો:- તમે નારિયેળ, સરસો, એરંડા કે ઓલિવ ઓઇલમાં એલોવેરા મિક્સ કરીને, આ મિશ્રણ વાળમાં એપલાઈ કરી શકો છો. તમે તેમાં લીંબુ અને આમળાનો રસ પણ મિક્સ કરી શકો છો. તેને પણ 3-4 કલાક માટે વાળમાં લગાડો અને શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વખત લગાવો. 

5) શાકભાજીનું જ્યુસ પીવું:- સવારે ખાલી પેટ ગાજર, બીટ, આમળા, લીંબુ વગેરેનું સાથે જ્યુસ કાઢીને તમે તેનું સેવન કરી શકો છો. તે વાળને અંદરથી કાળા, મજબૂત અને શાઈની બનાવવામાં મદદ કરે છે. 

આ પણ ધ્યાન રાખવું:- આ સરળ ટિપ્સની મદદથી તમને સફેદ વાળને નેચરલી કાળા કરવામાં ઘણી મદદ મળી શકે છે. તે સિવાય તમારે સંતુલિત આહાર લેવો જોઈએ, કારણ કે શરીરમાં અમુક જરૂરી પોષકતત્વોની ઉણપને કારણે સફેદ વાળની સમસ્યા થાય છે, માટે પોષકતત્વોથી ભરપૂર આહાર લેવો. સાથે જ સફેદ વાળની સમસ્યા કોઈ મેડિકલ કન્ડિશનને કારણે પણ હોય શકે છે, માટે ડોક્ટર સાથે જરૂરથી વાતચીત કરી લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment