ગમે તેવી પથરી ઓપરેશન વગર જ પેશાબ વાટે નીકળી જશે બહાર, ઘર બેઠા જ અજમાવો આ સરળ ઘરેલું ઉપચાર..

મિત્રો આજના સમયમાં પથરીની સમસ્યા એ ખુબ જ સામાન્ય બનતી જતી સમસ્યા છે. જેનો ઈલાજ આજે લોકો મોટેભાગે ઓપરેશન દ્વારા જ કરે છે. પણ આપણા ઘરમાં જ એવી ઘણી વસ્તુઓ રહેલી છે જેના સેવનથી તમે પથરીમાં સરળતાથી છુટકારો મેળવી શકો છો. 

1) મુળા અને ગાજરનું ચૂર્ણ : 10 ગ્રામ મૂળાના બીજ, 10 ગ્રામ ગાજરના બીજ, 20 ગ્રામ ગોખરું, 5 ગ્રામ જવાખાર અને 5 ગ્રામ હજરૂલ યાહૂદને જીણું વાટી લેવું અને તેનું ચૂર્ણ બનાવી લેવું. હવે આની ઓછામાં ઓછી 3-3 ગ્રામની પડીકી વાળી લેવી. એક સવારે, બીજી સાંજે અને ત્રીજી રાત્રે દૂધ કે પાણી સાથે લેવી.

2) લીંબુ અને ઓલિવ ઓઇલ : આ સંયોજન થોડું અજીબ લાગી શકે છે પરંતુ આ એક પ્રભાવી આયુર્વેદિક ઉપચાર છે. જે લોકો કિડનીમાંથી પથરી બહાર કાઢવાની ઈચ્છા રાખતા હોય, તેઓએ પ્રાકૃતિક રૂપથી આ તરલ સંયોજનને દરરોજ પીવું જોઈએ જ્યાં સુધી પથરી નિકળી ન જાય. લીંબુનો રસ પથરીને તોડવામાં મદદ કરે છે જ્યારે ઓલિવ ઓઇલ પથરીને મુલાયમ બનાવવાનું કામ કરે છે જેથી તે સરળતાથી કીડની બહાર નીકળી જાય.

3) ભીંડો : ભીંડો એ એક એવું શાક છે જે પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં મેગ્નેશિયમ અધિક માત્રામાં રહેલું હોય છે. તેમાં એંન્ટીઓક્સિડેન્ટ ગુણો રહેલા છે જે કિડનીનું સ્વાસ્થ્ય સારું રાખવામા મદદ કરે છે. આ પણ કિડનીની પથરી માટે એક આયુર્વેદિક ઉપચાર છે. પોતાના આહારમાં ભીંડાનો સમાવેશ કરવો તે ખુબજ મદદરૂપ સાબિત થઈ શકે છે કારણ કે તે કિડનીની પથરી માટે એક ઉત્કૃષ્ઠ આયુર્વેદિક ઉપચાર છે. 

4) તુલસી : તુલસીના પાંદડાનો રસ કિડનીને ખનીજો અને પોષકતત્વોને તોડવામાં મદદ કરે છે અને પાચનની પ્રક્રિયામાં પણ ઘણું જ મદદરૂપ સાબિત થાય છે. કિડનીની પથરીના દુખાવાવાળા લોકોએ મૂત્રમાર્ગે પથરી બહાર કાઢવા માટે ખૂબ જ વધારે પાણી પીવું જોઈએ. વધુ સારા પરિણામ માટે તુલસીના રસ સાથે પાણી પીવું જોઈએ કારણ કે તુલસી શરીરમાં તરલ પદાર્થો, ખનીજ અને યુરિક એસિડના સંતુલનને જાળવી રાખવા માટે ઉપયોગી બની રહે છે.

5) નારિયેળ : નારિયેળ પોષકતત્વોથી ભરપૂર હોય છે અને તે કિડનીના સ્વાસ્થ્ય માટે ખૂબ  સારું માનવામાં આવે છે. જો કોઈને કિડનીમાં પથરી હોય તો તેને દરરોજ આનું સેવન કરવું જોઈએ. તે પથરીના આયુર્વેદિક ઉપચાર માટે સારો એવો વિકલ્પ છે અને તે પથરી ઓગાળવામાં મદદ કરે છે અને છેવટે તેને મૂત્રમાર્ગે બહાર કાઢે છે.

6) દાડમનો રસ : દાડમનો રસ કિડનીની પથરીને દૂર કરવા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે પોટેશિયમનો એક સારામાં સારો સ્ત્રોત છે. પોટેશિયમ મિનરલ્સ ક્રિસ્ટલના બિલ્ડને અટકાવે છે જે કિડનીની પથરીનું કારણ બને છે. તે પથરીના નિર્માણને પણ અટકાવે છે અને કિડનીમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં પણ ઘણું મદદરૂપ બને છે. 

7) તરબૂચ : તરબૂચમાં મોટી માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે જે મૂત્રમાં રહેલા એસિડિક સ્તરને નિયમિત કરવામાં મદદરૂપ થાય છે. બૂક “ધ કમ્પ્લીટ બૂક ઓફ આયુર્વેદિક હોમ રેમીડિસ” ના મત મુજબ, એક ચમચીના ચોથા ભાગ જેટલા ધાણાજીરું પાવડર સાથે એક કપ તરબૂચનો રસ પીવાથી ફાયદો થાય છે.

આમ આવા ઘરેલુ આયુર્વેદિક ઉપચારો પથરીને દૂર કરવામાં ઘણા જ મદદરૂપ થાય છે. ઓપરેશન વગર પથરીને દૂર કરવા આવા આયુર્વેદિક ઉપચારો ઘણા જ ફાયદાકારક બની રહે છે. આમ તમે પથરીની સમસ્યાને દુર કરવા માટે આ ઘરેલું ઉપચાર કરી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment