આ કાર્યો કરતા સમયે પત્નીએ પતિની જમણી બાજુ રહેવું જોઈએ, જાણો શાસ્ત્રો અનુસાર ડાબી અને જમણી બાજુ બેસવા પાછળના કારણો અને રહસ્યો… નહિ તો પડી શકે છે મોટી મુશ્કેલી….

શાસ્ત્રોમાં પત્નીને ડાબું અંગ કહેવામાં આવ્યું છે, એટલા માટે પુરુષોના શરીરનો ડાબો ભાગ સ્ત્રીઓનો માનવામાં આવે છે. આ કારણથી ભગવાન શિવના ડાબા અંગમાંથી સ્ત્રીની ઉત્પતિ થઈ હતી, જેનું પ્રતિક મહાદેવનું અર્ધનારીશ્વર શરીર છે. પરંતુ ઘણા શાસ્ત્રોમાં સ્ત્રીઓને જમણી તરફનું અંગ માનવામાં આવે છે, તેના કારણે સ્ત્રીઓએ જમણી તરફ રહીને ઘણા કાર્યો કરવાનું કહેવામાં આવ્યું છે. ચાલો તો જાણીએ સ્ત્રીઓએ ક્યાં કાર્યો દરમિયાન જમણી બાજુ અને ક્યાં કાર્યો દરમિયાન ડાબી બાજુ રહેવું જોઈએ, આ કારણોની પાછળ ધાર્મિક અને શાસ્ત્રીય મહત્વ રહેલું છે.

આ કાર્યોમાં ડાબી બાજુ બેઠે છે પત્ની : શાસ્ત્રોમાં સ્ત્રીને પુરુષનું ડાબું અંગ કહેવામાં આવે છે જેના કારણે સિંદુર પુરતી વખતે, ભોજન કરવી વખતે, સૂતા સમયે, આશિર્વાદ લેતી વખતે અને બ્રાહ્મણના પગ ધોતી વખતે પત્નીને પતિની ડાબી બાજુ રહેવું જોઈએ, તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

આ કાર્યોમાં જમણી બાજુ બેઠે છે પત્ની : પુરુષનું ડાબું અંગ હોવાની સાથે પત્નીને ઘણા કામ જમણી તરફ રહીને કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. કન્યાદાન સમયે, વિવાહ સમયે, નામકરણ સમયે, યજ્ઞ સમયે અને અન્નપ્રાશન વગેરે જેવા શુભ અવસરો પર પત્નીએ પતિની જમણી બાજુ બેઠવું જોઈએ.

જાણો શું છે ડાબી અને જમણી બાજુ બેઠવાના કારણો : પત્નીનું પતિની જમણી અને ડાબી બાજુ બેઠવાના કારણો પાછળ અમૂક તર્ક રહેલા છે. સંસારિક અને લૌકિક કાર્યોમાં સ્ત્રીએ પુરુષની ડાબી બાજુ બેઠવું જોઈએ, જેમ કે સિંદુર ભરતી વખતે અને સૂતા સમયે પત્નીએ ડાબા અંગનું કાર્ય કરવું જોઈએ તેમજ યજ્ઞ સમયે, કન્યાદાન સમયે, વિવાહ વગેરે જેવા શુભ કાર્યોમાં પત્નીએ પુરુષની જમણી બાજુ બેઠવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.

આ સમયે પત્નીએ પતિની ડાબી બાજુ બેઠવું જોઈએ : સંસ્કાર ગણપતિમાં કહેવામાં આવ્યું છે કે, “वामे सिन्दूरदाने च वामे चैव द्विरागमने, वामे शयनैकश्यायां भवेज्जाए प्रियार्थिनी। आर्शीवार्दे अभिषेके च पादप्रक्षालेन तथा, शयने भोजने चैव पत्नी तूत्तरतो भवेत।।” અર્થાત સિંદુર દાન, ભોજન, શયન, સેવા અને વડીલના આશીર્વાદ લેતી વખતે સ્ત્રીએ પુરુષની ડાબી બાજુ રહેવું જોઈએ.

આ કામ વખતે પત્નીએ પતિની જમણી તરફ બેઠવું : कन्यादाने विवाहे च प्रतिष्ठा-यज्ञकर्मणि, सर्वेषु धर्मकार्येषु पत्नी दक्षिणत- स्मृता।” અર્થાત કન્યાદાન, વિવાહ, યજ્ઞકર્મ, પૂજા તથા અન્ય ધર્મ-કર્મના કાર્યમાં હંમેશા પત્નીએ પતિની જમણી બાજુ બેઠવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment