જાણો પથરીની સમસ્યામાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ ? મોટાભાગના લોકો આડેધડ ખાઈને કરે છે ભૂલ… જાણો એક્સપર્ટ પાસેથી ખાવાનું સંપૂર્ણ લીસ્ટ…

મિત્રો જે લોકોને પથરીની સમસ્યા છે તેમના મનમાં અક્સર એવો સવાલ રહેતો હોય છે કે, તેમણે શું ખાવું જોઈએ અને શું નહિ ? આથી જો તમને પથરીની તકલીફ છે તો તમારે આ લેખ જરૂરથી વાંચવો જોઈએ. તેમજ આ વસ્તુઓને જરૂરથી પોતાના ડાયટમાં સામેલ કરવી જોઈએ. ચાલો તો આ લીસ્ટને વધુ વિગતે જાણી લઈએ.

કિડનીની પથરી ત્યારે બને છે જયારે કોઈ વ્યક્તિનો મૂત્ર ઉત્પાદન ઓછું થઈ જાય. તેવામાં ઘણી વખત આપણી ખરાબ લાઈફ સ્ટાઈલ અને ડાયટ પણ આ સમસ્યાને વધારી શકે છે. જયારે કિડનીમાં મોટી સંખ્યામાં ઘણા ખનીજ હોય છે જે એકબીજા સાથે ચીપકી જાય છે અને પથરી બને છે. જેમ કે કેલ્શિયમ ઓક્સાલેટ સ્ટોન્સ, કેલ્શિયમ ફોસ્ફેટ, યુરિક એસિડ સ્ટોન્સ અને સિસ્ટીન સ્ટોન્સ. તેવામાં આપણે એ ખાદ્ય પદાર્થ ખાવાથી બચવું જોઈએ, જેમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય, પ્રોટીનનું પ્રમાણ વધુ હોય. આ સિવાય પાણીની કમીથી પણ પથરી થઈ શકે છે. આ વિશે આપણે આ લેખમાં વધુ જાણીશું. તો ચાલો જણીએ પથરી થવા પર ક્યાં ફળ ખાવા જોઈએ ?

પાણી વાળા ફળ : પાણીથી ભરપુર ફળ જેમ કે નાળિયેર પાણી, તરબૂચ વગેરે. વાસ્તવમાં આ ફળ પથરીને ઓગળવામાં તમારી મદદ કરે છે અને તેને પેશાબ મારફતે બહાર કાઢે છે. આથી તમારે વધુમાં વધુ પાણી વાળા ફળનું સેવન કરવું જોઈએ. તમે તેને સીધા ખાય શકો છો અને તેનું જ્યુસ પણ પિય શકો છો.

ખાટા ફળો : ખાટા ફળમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. જે પથરીને ઓગાળે છે. ખાટા ફળ અને જ્યુસમાં સાઇટ્રિક એસિડ હોય છે. તેનું સાઇટ્રેટ કેલ્શિયમ કરીને પથરીના નિર્માણને રોકે છે. જેનાથી આ ઓક્સાલેટથી બાંધી નથી શકાતું અને પથરી બની જાય છે. તેવામાં તમારે સાઇટ્રિક એસિડથી ભરપુર ફળ સંતરા, મૌસંબી, જમરૂખ અને દ્વાક્ષનું સેવન કરવું જોઈએ, જે પથરીને ઓછી કરવામાં મદદ કરે છે.

કેલ્શિયમથી ભરપુર ફળો : કેલ્શિયમથી ભરપુર ફળોના સેવન પથરીમાં ફાયદાકારક સાબિત થાય છે. તેવામાં ઘણી વખત ઉચ્ચ કેલ્શિયમ વાળા ખાદ્ય પદાર્થ અને સામાન્ય ડેરી ઉત્પાદનના સેવનથી કેલ્શિયમ પથરી બનવાના તમારા જોખમને ઓછું કરે છે. આ સિવાય તમે થોડા કેલ્શિયમથી ભરપુર ફળ ખાય શકો છો, જેમ કે જાંબુ, કિવી, અંજીર અને કાળી દ્રાક્ષ.

પથરી થવા પર ક્યાં ફળો ન ખાવા જોઈએ ? : પથરી થવા પર તમારે એ ફળોનું સેવન ન કરવું જોઈએ, જે પચવામાં મુશ્કેલ હોય. જેમ કે શક્કરીયા, રફેજથી ભરપુર ફૂડ જેમ કે કેરી, દાડમ, ડ્રાયફ્રુટ્સ.

આ વસ્તુઓ સિવાય પથરીમાં બીજી અનેક વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે પ્રસંસ્કૃત અને પેકેટ વાળી વસ્તુઓનું સેવન સાથે બહારની પેક્ડ ફ્રૂટનું સેવન ન કરવું જોઈએ. જ્યાં સુધી તમે તેને સક્રિય રીતે રોકાવાનું કામ નહિ, કરો ત્યાં સુધી કિડનીની પથરીમાં તમને ફરી થવાની સંભાવના રહે છે. આથી તમને પથરી છે તો થોડી વાતોનું જરૂરથી ધ્યાન રાખો.

ટીપ્સ  : દરરોજ ઓછામાં ઓછું 12 ગ્લાસ પાણી પીવો, સંતરા જેવા ખાટા ફળ ખાવો, પ્રત્યેક ભોજનમાં કેલ્શિયમ યુક્ત ભોજન કરો, પશુ પ્રોટીનનું સેવન ઓછું કરો.

આ સિવાય એ વાતનું ખાસ ધ્યાન રાખો કે, જો તમારા શરીરમાં કેલ્શિયમનું સેવન ઓછું છે તો ઓક્સાલેટનું સ્તર વધી શકે છે. આથી કેલ્શિયમને પુરક આહાર કરતા ભોજન માંથી મેળવવો જોઈએ. કારણ કરે કિડનીની પથરી થવાનું કારણ છે. કેલ્શિયમના સારા સ્ત્રોતમાં દૂધ, દહીં, પનીર અને અન્ય પ્રકારની વસ્તુઓ સામેલ છે. કેલ્શિયમ શાકાહારી સ્ત્રોતોમાં ફલીયા, કેલ્શિયમ સેટ ટોફુ, લીલા શાકભાજી, નટ્સ, બીજ, ગોળને સામેલ કરી શકો છો. સાથે વિટામીન ડી લઈ શકો છો. જે શરીરને વધુ કેલ્શિયમ અવશોષિત કરવામાં મદદ કરે છે.

આ સિવાય એ ધ્યાન રાખો કે, મીઠું, ખાંડ અને હાઈ ફ્રુક્ટોજ વાળી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ. ઓક્સલેટ અને ફોસ્ફેટમાં ઉચ્ચ ખાદ્ય પદાર્થ અને પ્રવાહીથી બચવું જોઈએ. કંઈ પણ ખાવાથી કે પીવાથી બચવું જોઈએ. જેમ કે શરાબ. કિડનીની પથરી એક ગંભીર સમસ્યા છે તેવામાં હાઈડ્રેડેટ રહેવું અને હેલ્દી રહેવું ખુબ જ જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment