આવા ગુણો /આવડત વાળા પુરુષ હોય છે સૌથી ભાગ્યશાળી | મળે છે સર્વગુણ સંપન્ન પત્ની | શું તમારામાં આ લક્ષણ છે ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જે પુરુષોમાં આવા આવા લક્ષણો હોય છે તે હોય છે  ભાગ્યના ધણી.. તેમને મળે છે સર્વગુણ સંમ્પન્ન પત્ની..તમારો પણ સમાવેશ તો નથીને..

મિત્રો વાત ભાગ્યની કરીએ તો શાસ્ત્રોમાં ઘણી એવી બાબતોનો ઉલ્લેખ છે જેની મદદથી આપણે આપણા ભાગ્યનો અંદાજો લગાવી શકીએ છીએ. અત્યાર સુધી તમે ભાગ્યશાળી મહિલાઓ વિશે ઘણું બધું વાંચ્યું હશે અને સાંભળ્યું હશે, તેમજ જોયું હશે. પરંતુ આજે અમે ભાગ્યશાળી પુરુષો વિશેના અમુક એવા લક્ષણો જણાવવા જઈ રહ્યા છે જેને જાણીને તમે જાણી શકો છો કોઈ પુરુષ ભાગ્યશાળી છે કે નહિ.

તો ચાલો જાણીએ ભાગ્યશાળી પુરુષોના લક્ષણો. મિત્રો ગરુડ પુરાણમાં અમુક એવી બાબતોનું વર્ણન કરેલું છે જેના આધારે આપણે જાણી શકીએ છીએ કે કેવા પુરુષો ભાગ્યશાળી હોય છે અને કેવા પુરુષોના ભાગ્ય નબળા હોય છે. ગરુડ પુરાણમાં લખાયેલા અમુક એવા લક્ષણોની આજે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો ચાલો ગરુડ પુરાણ અનુસાર જાણીએ કે એક ભાગ્યશાળી પુરુષોમાં કેવા લક્ષણો જોવા મળે છે.

૧. જે પુરુષ પોતાના પરિવારનો સાથ નિભાવે છે તેમજ મિત્રો અને પરિવાર સાથે હંમેશા સંપર્કમાં રહે છે તેવા પુરુષો ભાગ્યના ધણી  હોય છે એટલે કે તેવા પુરુષો ભાગ્યશાળી હોય છે.તેમને મળે છે સર્વગુણ સંમ્પન્ન પત્ની.

૨. કોઈ એવો પુરુષ જે એક સારો શ્રોતા હોય મતલબ જે પુરુષ બોલવા કરતા સાંભળવામાં વધારે રસ ધરાવતો હોય તેવા પુરુષોનું વૈવાહિક જીવન સફળ અને સુખી રહે છે. જેથી તે પુરુષ પણ ભાગ્યશાળી ગણાય છે.

૩. જે પુરુષો પોતાની નીજી વાતો કોઈની સાથે શેયર નથી કરતા તે પુરુષો ભાગ્યશાળી હોય છે. કારણ કે શાસ્ત્રો અનુસાર પોતાની નીજી વાતો ગોપનીય રાખવી જોઈએ તેને ઉજાગર ન કરવી જોઈએ નહિ. તો તમારા ભાગ્યમાં દોષ ઉત્પન્ન થઇ શકે છે.

૪. જે પુરુષ પોતાના વખાણ નથી કરતો તે પુરુષ ભાગ્યશાળી હોય છે. કારણ કે શાસ્ત્રો આનુસાર જે પુરુષ પોતાના જ વખાણ કરે છે તે અહંકારી હોય છે અને અહંકાર ન હોય તે પુરુષ જ ભાગ્યનો ધણી હોય શકે છે.

૫. ત્યાર બાદ જે પુરુષ બધાનો આદર કરે છે તેના પર હંમેશા ભગવાનની કૃપા બની રહે છે. આ ઉપરાંત જે પુરુષને કોઈ પણ વ્યક્તિને લઈને મનમાં ખરાબ વિચારો ન રહેલો હોય અને જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલીને પૈસા કમાઈ છે એટલે કે પાપના રસ્તે ચાલીને અથવા તો કોઈ ખોટા રસ્તે ચાલીને પૈસા ન કમાય તેવા પુરુષો ભાગ્યના ધણી હોય છે.

૬. તમને જણાવી દઈએ કે જે પુરુષ પોતાની જિંદગીમાં સંતુષ્ટ રહે છે એટલે કે તેની પાસે જે હોય તેમાં ખુશ રહે  અને તેને જ શ્રેષ્ઠ માને તેવા પુરુષો પણ ભાગ્યશાળી હોય છે.

૭ . જે પુરુષ સવારે વહેલા ઉઠી જાય છે અને વ્યાયામ કરે છે તે પુરુષો પર ભગવાનની કૃપા રહે છે તેમજ તે પુરુષ પોતાના જીવનમાં સુખી રહે છે. તેથી તેવા પુરુષો પણ ભાગ્યશાળી ગણાય છે.

૮. તો મિત્રો ઉપર જણાવેલા લક્ષણો જે પુરુષમાં હોય છે તે પુરુષ ભાગ્યશાળી હોય છે. આ દરેક લક્ષણો ગરુડ પુરાણમાં જણાવ્યા મુજબ છે. જો તમે એક પુરુષ છો અને તમારામાં ઉપર જણાવ્યા પ્રમાણે લક્ષણો નથી તો આજથી જ આ લક્ષણોનું પાલન કરવાનું ચાલુ કરી દો. કારણ કે આ લક્ષણો કેળવ્યા બાદ તમને ભાગ્યશાળી બનતા કોઈ નહિ અટકાવે. ભાગ્યશાળી બનવાની સાથે સાથે ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થશે જેથી જીવન પણ  સુખી રહેશે.

આ બધા જ લક્ષણો માંથી તમે કયું લક્ષણ સૌથી વધારે ગમ્યું એ કોમેન્ટ કરીને જણાવો.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment