કોરોના રીટર્ન્સ – મહારાષ્ટ્રમાં હાહાકાર | આ શહેરો અને રાજ્યમાં લોકડાઉન અને વધુ કડકાઈ…

મિત્રો તમે છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર જોતા અથવા વાંચતા હશો અને તમને જાણ હશે કે, કોરોના ધીરે ધીરે ફરી વધી રહ્યો છે. લોકો કોરોનાની વેક્સીન લઈ રહ્યા છે તો પણ કેસમાં થતો વધારો એક ગંભીર સમસ્યા તરફ ઈશારો કરે છે. આથી જ કેટલાક શહેરોમાં હાલ લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ થઈ રહ્યો છે. કોવિડ – 19 ના નવા કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 16,620 નવા કેસ સામે આવ્યા છે. જે આ વર્ષે સૌથી વધુ સામે આવતા કેસમાંથી છે. સાથે જ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 23 લાખ 14 હજાર પહોંચી ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણમાં કારણે 50 લોકોના અવસાન થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં આ મહામારીથી મરનારની સંખ્યા વધીને 52,861 થઈ ગઈ છે.દેશમાં કુલ 26,291 નવા કેસ : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 26,291 નવા કેસ આવ્યા પછી કુલ પોઝીટીવ નવા કેસની સંખ્યા 1,13,85,339 થઈ ગઈ છે. 118 નવા મૃત્યુ થયા પછી મોતની સંખ્યા 1,58,725 થઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે 2,19,262 છે અને રજા આપેલ કેસની સંખ્યા 1,10,07,352 છે. દેશમાં કુલ 2,99,08,038 લોકોને કોરોના વાયરસની વેક્સીન અપાઈ છે.

મધ્યપ્રદેશમાં કોરોનાના 743 નવા કેસ : મધ્યપ્રદેશમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના 743 નવા કેસ આવવાથી પ્રદેશમાં વાયરસથી અત્યારે સુધીમાં સંક્રમિત મળતા લોકોની કુલ સંખ્યા 2,68,594 થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ બીમારીથી પ્રદેશમાં હજી બે વ્યક્તિની મૃત્યુ થઈ ગઈ છે. પ્રદેશમાં હાલ આ બીમારીથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 3,887 થઈ ગઈ છે.મધ્યપ્રદેશ સ્વાસ્થ્ય વિભાગ અનુસાર પ્રદેશમાં રવિવારે કોવિડ-19 ના 263 નવા કેસ ઇન્દોરમાં આવ્યા છે. જ્યારે ભોપાલમાં 139 અને જબલપુરમાં 45 નવા કેસ આવ્યા છે. પ્રદેશમાં કુલ 2,68,594 સંક્રમીતોમાંથી હાલ 2,59,987 દર્દી સ્વસ્થ થઈને ગયા છે અને 4740 દર્દીઓનો ઈલાજ વિભિન્ન હોસ્પિટલમાં થઈ રહ્યો છે.

MP માં નાઈટ કર્ફ્યું થવાની ચર્ચા : મધ્યપ્રદેશમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં લેતા સરકાર કાયદાને કડક કરવાનું વિચારી રહી છે. કોરોનાની સ્થિતિ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહએ કહ્યું છે કે, ‘મેં ટીમને રાત્રે કર્ફ્યું અને અન્ય વસ્તુઓ પર ચર્ચા કરવા માટે નિર્દેશ કર્યો છે, સંબંધિત વિભાગ સાથે કાલે એટલે કે મંગળવારે એક બેઠક થશે અને જરૂરી બનશે તો થોડાક પગલાઓ પણ લેવામાં આવશે.’પુણેમાં 3,267 કેસ : આ પહેલા અગાઉ મહારાષ્ટ્રમાં સતત 2 દિવસ કોરોનાના 15 હજારથી વધુ કેસ આવ્યા હતા, અને હવે આ આંકડો વધીને 16 હજારથી પાર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રના પુણેમાં પણ કોરોનાના કેસ ઘણા વધી ગયા હતા. છેલ્લા 24 કલાકમાં પુણેમાં કોરોનાના 3,267 કેસ આવતા હાહાકાર થઈ ગયો છે. જ્યારે અહીં કોરોનાના કારણે 25 લોકોની મૃત્યુ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પણ કોરોનાના 1023 નવા દર્દી આવ્યા છે વધતો આ અંકને જોતા હોસ્પિટલના બેડ વધારવાની સુચના આપવામાં આવી છે.

નાગપુરમાં ઓનલાઈન થશે શરાબનું વેચાણ : કોવિડ-19 ને કેસમાં ઝડપથી થતી વૃદ્ધિના કારણે નાગપુરમાં આજથી પૂરી રીતે લોકડાઉન કરવામાં આવ્યું છે. ‘કડક લોકડાઉન’ દરમિયાન માત્ર જરૂરી સેવાઓમાં રાહત આપવામાં આવી છે. આ લોકડાઉન 21 માર્ચ સુધી છે. લોકડાઉન દરમિયાન નીજી કાર્યાલય બંધ રહેશે. જ્યારે સરકારી ઓફીસમાં 25% કર્મીઓ સાથે કામ થશે. જરૂરી સામાનની પુરતી કરવા માટે ઘણી દુકાનો ખુલી રહેશે. શરાબનું વેચાણ પણ માત્ર ઓનલાઈન થશે.મહારાષ્ટ્રમાં 21.34 લાખ દર્દી સાજા થયા : રવિવારે રાજ્યમાં કોરોનાના 8,861 દર્દી થયા પછી હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 21.34 લાખની ઉપર પહોંચી છે. મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 92.21% છે. જ્યારે મૃત્યુ દર 2.28% છે. વિભાગે એક બયાનમાં કહ્યું છે કે, હાલ તો 1,26,231 એક્ટિવ કેસ છે. રવિવારે 1,08,381 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં રવિવારે સૌથી વધારે નવા કેસ મુંબઈમાં આવ્યા છે. જ્યાં કોરોનાના 1963 નવા દર્દી આવ્યા છે. આ સિવાય પુણેમાં 3,267મ ઔરંગાબાદમાં 752, નાંદેડથી 351, પિંપરી-ચીંચવાડથી 806, અમરાવતીથી 209 અને નાગપુરથી 1,979 નવા કેસ સામે આવ્યા છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment