આ સંકેત જોવા મળે તો સમજો કે તમને તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રેમ થવા લાગ્યો છે.

મિત્રો આજકાલ પ્રેમનું ચલણ ખુબ જ વધી ગયું છે. યુવાન અવસ્થામાં આવતા જ હર કોઈ એવી ચાહાત ધરાવતું હોય છે કે જિંદગીમાં તેને પણ કોઈ પ્રેમ મળે, ચાહત મળે, એક હમદર્દ મળે અને આ જ પ્રેમની ભાવના ચાહત અને હમદર્દી તમને તમારા સારા મિત્ર સાથે થઇ શકે છે. પરંતુ જ્યારે મિત્ર સાથે જ પ્રેમ થાય ત્યારે ઘણા લોકો અશમંજસમાં પડી જતા હોય છે કે, તે તેની મિત્રતાની લાગણી છે કે પ્રેમની.

દરેક વ્યક્તિને પોતાના બેસ્ટ ફ્રેન્ડથી જ પ્રેમ થાય એવું જરૂરી નથી. પરંતુ પોતાની મિત્રતાને એક કદમ આગળ વધારીને એક સુંદર સંબંધની શરૂઆત કરી શકાય છે. પરંતુ ઘણી વખત કોઈ વ્યક્તિ પોતાના મિત્ર વિશે પ્રેમ અનુભવે છે પણ સમજી નથી શકતા. તો આજે અમે અમુક સંકેતો જણાવશું જો તે સંકેતો તમને જોવા મળે તો સમજવું કે તમને તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રેમ થઇ ગયો છે.જો તમને તમારા મિત્ર સાથે પ્રેમ હોય તો તમને તેના અન્ય મિત્રોથી જલન થશે. કોઈ પણ વ્યક્તિને માત્ર એક જ મિત્ર નથી હોતો. બધાને ઘણા મિત્રો હોય છે અને તમારો મિત્ર કોઈ બીજાની સાથે જઈ રહ્યો છે અને તે વાતથી તમને જલન થાય છે તો તેનો મતલબ છે કે કદાચ તમે તમારા મિત્રને પ્રેમ કરો છો. જો તમે તમારા મિત્રને ખુશ રાખવા માંગો છો તો તે પણ એક સંકેત છે કે તમને તમારા મિત્ર સાથે પ્રેમ છે. જો તમે તમારા મિત્રના ચહેરા પર હંમેશા સ્માઈલ જ જોવા માંગો છો અને તેને હંમેશા દુઃખોથી દુર રાખવા માંગો છો તો કદાચ તમને તમારા મિત્ર સાથે પ્રેમ થયો છે એટલે તમને એવું થાય છે.

હંમેશા તમારા મિત્રની જ વાત કરવી તે પણ તેની સાથે પ્રેમ થયાની નિશાની છે. જો તમે તમારા મિત્ર સાથે નથી તો પણ હર કોઈને એની વાતો કહેતા રહેવું અને તેના કિસ્સાઓ સંભળાવવા અને તેના વિશે જ વાત કરવી ગમે તો તે પણ તમારા મિત્ર સાથે પ્રેમ થયાનો સંકેત છે.બેસ્ટ ફ્રેન્ડ સામે સારા દેખાવાની કોશિશ કરવી તે પણ મિત્ર સાથે પ્રેમ થયાનો એક સંકેત છે. જ્યારે આપણે આપણા મિત્રો સાથે હોઈએ ત્યારે આપણે તૈયાર થવાની જરૂર નથી રહેતી. કારણ કે આપણા મિત્રએ આપણને હસતા, રોતા, ખાતા અને બિંદાસ પરિસ્થિતિમાં દરેક રીતે આપણને જોયા હોય છે. પરંતુ તેમ છતાં પણ તમે તેની સામે સારા દેખાવાની કોશિશ કરો, તેનો ફેવરીટ કલરનો ડ્રેસ પહેરો, તો સમજવું કે કદાચ તમને તમારા મિત્ર સાથે પ્રેમ થઇ ગયો છે અને તમે પણ એવું ઈચ્છો છો કે એ પણ તમને જોવે અને પ્રેમ કરે.

પરંતુ આ સંકેતો પરથી એવો અંદાજો લગાવી શકાય છે કે તમને તમારા મિત્ર સાથે પ્રેમ છે કે નહિ. પરંતુ એવી ગલતફેમી ક્યારેય ન રાખવી કે તમને તમારા મિત્ર પ્રત્યે પ્રેમની લાગણી જન્મે છે, તો તમારો મિત્ર પણ તમને જ પ્રેમ કરે છે. એમ માનીને ખોટી ગફલતમાં ન રહેવું. કારણ કે તમારા મિત્રને કોઈ અન્ય સાથે

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

Leave a Comment