ધડાકા સાથે પેન્ટના ખિસ્સામાં જ ફાટી ગયો ફોન. જાણો કઈ કંપની નો ફોન હતો?

આજકાલ એક વાત સામાન્ય બની ગઈ છે કે બધા પાસે સ્માર્ટફોન અવેલેબલ હોય છે. આજે લોકો પોતાના પરિવારથી દુર રહી શકે, પરંતુ આજે કોઈ પણ વ્યક્તિને એમ કહેવામાં આવ્યું હોય કે દુર ન જતા, તો તે વ્યક્તિ મોબાઈલથી એક સેકેંડ પણ દુર ન રહી શકે. આજે મોબાઈલ બધાના મગજ પર હાવી થઇ ગયો છે. નાના બાળકથી લઈને લગભગ મોટી ઉમરના વૃદ્ધો ખુબ જ ખુશ થઇ જાય છે. પરંતુ આ બધું ભૌતિક સુખ કહેવાય છે જે ગમે ત્યારે આપણને મુશ્કેલીમાં મૂકી શકે ખરા.

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે મોબાઈલની બેટરી ફાટે અને તેનું કોઈ શિકાર બન્યું હોય. પરંતુ હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અત્યારે આપણે બધા જ જોઈએ છીએ કે માર્કેટમાં ઘણી બધી કંપનીના મોબાઈલ હાલના માર્કેટમાં ખુબ જ ધૂમ મચાવી રહ્યા છે. પરંતુ અમે એક કંપનીના મોબાઈલની તમને એવી વાત કરવા જઈ રહ્યા છીએ. જેને જાણીને કદાચ તને એ કમ્પનીના મોબાઈલ ફોન લેવાનું ટાળી શકો. હાલમાં એક એવી ઘટના સામે આવી હતી કે એક વ્યક્તિના પેન્ટના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો હતો. તે મોબાઈલ આજે ભારતની કહેવાતી નંબર વન કંપની શાયોમીનો હતો. જેને લોકો MI મોબાઈલના નામથી પણ ઓળખે છે. એક ન્યુઝના અહેવાલ પ્રમાણે આંધ્રપ્રદેશમાં એક યુવાન સાથે આ ઘટના બની હતી. તે યુવાનના પેન્ટમાં મોબાઈલ હતો અને ગરમ થવા લાગ્યો હતો અને પછી અચાનક જ વિસ્ફોટક રીતે ફાટ્યો હતો.

જે 31 વર્ષના યુવાન સાથે આ ઘટના બની અને તેનું જણાવવું છે કે, સવારે ઘરેથી ઓફીસ જવા માટે નીકળ્યો હતો. તે જ સમયે બાઈક ચાલુ કરીને ઘરથી ઓફિસ જવા માટે નીકળતો હતો.જ્યારે તે બાઈકની કિક મારવા માટે એક્ટીવ થયો ત્યારે તેને જાણ થઇ હતી કે ખિસ્સમાં રાખેલ મોબાઈલ ખુબ જ ગરમ થઇ ગયો છે. પરંતુ એટલી વારમાં તે મોબાઈલ ધડાકા સાથે ફાટ્યો. સાથે સાથે ખુબ જ આવાજ અને ખિસ્સામાંથી ધુમાડો પણ નીકળતો હતો. જેની સાથે આ ઘટના બની છે તેનું નામ છે મધુ બાબુ.

મધુ બાબુએ આ ઘટના બનતાની સાથે તરત જ તેણે પોતાના મોબાઈલને રસ્તા પર જ ફેંકી દીધો હતો. આ આખી ઘટના બની તે દરમિયાન મધુને સામાન્ય ઈજાઓ થઇ હતી. આ ઘટના સંદર્ભે મધુએ જણાવ્યું છે કે, ફોન પર આગ એ રીતે લાગી હતી કે મોબાઈલ પર કોઈ કેરોસીન લગાવ્યું હોય. ત્યાર બાદ જણાવ્યું કે મોબાઈલ ઉપર રહેલું કવર પણ સંપૂર્ણ બળી ગયું હતું. જો કવર ન હોત તો કદાચ વધારે પણ ઈજા પહોંચી હોત.

મધુએ જણાવ્યું એ પ્રમાણે તેણે હમણાં 2019 ના એપ્રિલ મહિનામાં જ નવો રેડ્મી 6 એ મોબાઈલ ખરીદ્યો હતો. તે મોબાઈલ ફોનની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે ચારથી પાંચ મહિના સુધી તો બરાબર ચાલ્યો પરંતુ તેના બાદ એ ફોનમાં નવી નવી સમસ્યાઓ આવવા લાગી હતી. મધુએ એ પણ જણાવ્યું હતું કે આ ઘટના બની તેના બે કલાક પહેલા જ મોબાઈલને ચાર્જ કર્યો હતો.

આ આખી ઘટનાની જાણકારી શાયોમીને પણ આપવામાં આવી છે. જેની યોગ્ય તપાસ બાદ કંપની દ્વારા ટૂંક સમયમાં આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશે અને આ ફોન ફાટવાની કારણ જાણી શકે. આ મોબાઈલમાં કવર પણ લાગેલું હતું. જે સળગી ગયું હતું પરંતુ મધુને કવરના કારણે વધારે ઈજા થઇ ન હતી. બેટરીના ભ્ગમાં જ બ્લાસ્ટ થયો હતો. તો મિત્રો બને ત્યાં સુધી મોબાઈલને ખિસ્સામાં રાખવા કરતા કોઈ બેગમાં રાખો તો વધારે સેફ્ટી રહે છે. નહિ તો ઘણી વાર મોબાઈલના કારણે આપણો જીવ પણ જોખમમાં મુકાય શકે છે.

Leave a Comment