ઘરે લઈ આવો 3000 હજારથી ઓછી કિંમત વાળું આ વોશિંગ મશીન, કપડા થઈ જશે એકદમ ચકાચક… નાનું મશીન આપશે મોટું કામ…

મિત્રો આજના સમયમાં ઘર વપરાશમાં સુખ સુવિધા ખુબ જ વધી રહી છે. જે ઘરના નાના મોટા કામકાજને ખુબ જ સરળ બનાવી દે છે. તેવું જ એક સાધન છે વોશિંગ મશીન. મિત્રો વોશિંગ મશીન કપડા ધોવાના કામને ખુબ જ સરળ બનાવી દે છે. પહેલા કપડા હાથેથી ઘસીને ધોવા પડતા પરંતુ હવે વોશિંગ મશીનના ઉપયોગથી લોકો કપડાને થોડી મિનીટોમાં ચમકાવી દે છે.

આપણે બધા જાણીએ છીએ કે બજારની અંદર ઘણા પ્રકારના વોશિંગ મશીન મળી રહે છે. જેમાં ટેકનોલોજી અને સુવિધાઓ પ્રમાણે તેની કિંમત હોય છે. તેમાં આપણે સેમી ઓટોમેટિક, ફ્રન્ટ લોડ વોશિંગ મશીન, ટોપ લોડ વોશિંગ મશીનથી અવગત હોઈએ. પરંતુ તમે ક્યારેય ટર્નિંગ વોશિંગ મશીનનું નામ સાંભળ્યું છે ? અથવા જોયું છે ?

તમને જાણીને ખુબ જ આશ્વર્ય થશે કે, આ ટર્નિગ વોશિંગ મશીન એ સસ્તો અને સારો સામાન શોધતા લોકો માટે ફોલ્ડેબલ વોશિંગ મશીન છે. જેની કિંમત જાણશો તો પણ તમને ખુબ જ આશ્વર્ય થશે કે આટલી કિંમતનું ! તો ચાલો જાણીએ આ અનોખું ફોલ્ડેબલ વોશિંગ મશીન વિશે.

આ વોશિંગ મશીનને પોર્ટેબલ વોશિંગ મશીન પણ કહેવામાં આવે છે. કેમ કે ગ્રાહક આ મશીનને કોઈ પણ જગ્યાએ આસાનીથી લઈ જઈ શકે છે. જે લોકો પાસે રહેવા માટે ખુબ જ ઓછી જગ્યા છે, અથવા તો ઓછી જરૂર હોય તો તેમના માટે આ વોશિંગ મશીન ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

આ વોશિંગ મશીનની ખાસ વિશેષતા એ છે કે, આ મશીનમાં તમે માત્ર કપડા જ નહિ, પરંતુ ફળો, શાકભાજી, ઘરેણા જેવી નાની વસ્તુઓ પણ ધોઈ શકો છો અને સાફ કરી શકો છો. આ મશીનને જો તમે મુસાફરીમાં સાથે લઈ જાવ તો પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તો ચાલો જાણીએ આ વોશિંગ મશીન ક્યાં મળે છે અને કેટલી છે તેની કિંમત…

STRERELLI મીની વોશિંગ મશીન : આ વોશિંગ મશીન એ પ્રકારનું છે કે તેને ફોલ્ડ કરી શકાય છે. તેમજ આ મશીન કોમ્પેક્ટ ક્લીનિગ પ્રોસેસ સાથે ઉપલબ્ધ છે. આ મશીનમાં તમે બાળકોના કપડા, સ્કાર્ફ, અન્ડરવેર, બિબ્સ, મોજા, ટુવાલ, ટી-શર્ટ, રમકડા અને અન્ય નાની વસ્તુઓ પણ સાફ કરી શકો છો. ફળો, ઘરેણા, ચશ્માં જેવી વસ્તુઓ પણ તમે ધોઈ શકો છો. આ પોર્ટેબલ વોશિંગ મશીન અમેઝોન પર માત્ર 2,999 રૂપિયામાં જ ખરીદી શકો છો.

Octra મિની વોશિંગ મશીન : આ વોશિંગ મશીન પણ પોર્ટેબલ છે. આ મશીન કોમ્પેક્ટ સાઇઝ રૂમ તેમજ એપાર્ટમેન્ટ માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ વોશિંગ મશીનની ખાસ વાત એ છે કે, તેમાં ડ્રાયિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. આ મશીન પણ અમેઝોન પર સરળતાથી મળી રહ્યું છે. જે માત્ર 2,899 માં રૂપિયામાં જ મળી રહ્યું છે. જે નાની નાની વસ્તુઓ સાફ કરવામાં ખુબ જ કારગર સાબિત થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment