મિત્રો તમે ક્રિકેટની દુનિયામાં ખુબ જાણીતું એવું નામ યુવરાજ સિંહ વિશે તો ઘણું જાણતા હશો. એવું કહેવાય છે કે ક્રિકેટથી સન્યાસ લઇ લીધો હતો . જયારે એવું પણ જાણવા મળ્યું છે કે યુવરાજ સિંહને પીસીએ એ એવી પણ અપીલ કરી છે કે તેઓ પ્રદેશ ટીમના ખિલાડી અને મેટર બનવાની અપીલ કરી છે. ચાલો તો આ અંગે વધુ વિગતે જાણી લઈએ.
જાણવા મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે પંજાબ ક્રિકેટ એસોસીએશન (PCA) એ ભારતના પૂર્વ હરફનમૌલા યુવરાજ સિંહ ને ખાસ અપીલ કરી છે કે પીસીએ ને 38 વર્ષના યુવરાજ સિંહ ને અપીલ કરી છે કે સન્યાસનો ફેસલો પાછો લઈને પ્રદેશ ટીમના ખિલાડી અને મેટર બનવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
આ અંગે પીસીએ સચિવ પુનીત બાળીને એમ પણ કહ્યું છે કે તેમણે યુવરાજ સિંહ ને આગ્રહ કર્યો છે કે જે પહેલેથી જ શુભમન ગીલ સમેત થોડા યુવાન ખીલાડીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. જમણા હાથના આ ખીલાડીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન 40 ટેસ્ટ, 304 વનડે ઇન્ટરનેશનલ અને 58 ટી 20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.
આ ઉપરાંત આ અંગે બાલી એ એમ પણ જણાવ્યું છે કે ‘અમે પાંચ છ દિવસ પહેલા યુવારાજ સિંહ ને અનુરોધ કર્યો હતો અને જો તેઓ માની જાય છે તો તે પંજાબ ક્રિકેટ ટીમ માટે ખુબ સારી બાબત છે.’ જયારે યુવરાજ સિંહે ગયા વર્ષે જ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
જો કે એ વાત પણ છે કે 2019 ની વર્લ્ડ કપ ટીમમાં યુવરાજ સિંહ નું સિલેકશન થયું ન હતું. આમ યુવરાજે સિંહે ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યાર પછી તેઓ વિદેશોમાં લીગ રમવા લાગ્યા હતા.
આમ પંજાબ ક્રિકેટ એસોસીએશન એ યુવરાજ સમાઈ પ્રદેશ ટીમ માં ખિલાડી અને મેટર બનવાનો પ્રસ્તાવ મુક્યો છે. હજી સુધી યુવરાજ સિંહ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. પણ આ પ્રસ્તાવ એ યુવરાજ સિંહ માટે ખુબ સારો પ્રસ્તાવ ગણી શકાય છે.