સાવ સામાન્ય લગતી આ આદતો તમારી કિડનીને જલ્દી ખરાબ કરી નાખે છે. 90% લોકો ને આ ખબર જ નથી

કિડની શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, જે શરીરના દરેક અંગોને યોગ્ય રીતે કામ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. ભગવાને દરેક વ્યક્તિને બે કિડનીઓ આપી છે. જો એક ખરાબ થાય તો વ્યક્તિ બીજી કિડની દ્વારા જીવન જીવી શકે છે. કિડની શરીરનું મહત્વપૂર્ણ અંગ છે, જે શરીરના દરેક પ્રકારની ગંદકીને દૂર બહાર કાઢવાનું કાર્ય કરે છે. જેનાથી શરીરમાં કોઇ પણ અંગને નુકસાન થવાનો ભય રહે છે. જો કે કિડનીમાં કોઇ પણ પ્રકારની ખરાબી આવી જાય તો લોકોને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કિડનીમાં ખરાબીના અનેક કારણ હોઇ શકે છે. તો આવો તે ક્યા કારણો છે તેના વિશે જાણીએ…

યુરિન રોકવુ ઘાતક બની શકે છે: યુરિન આવવા પર તેને રોકવું યોગ્ય નથી. ઘણા લોકોને યુરિન રોકવાની આદત હોય છે. આમ કરવાથી કિડની પર દબાણ વધે છે. જે સીધુ કિડનીને નુકસાન પહોંચાડે છે. યુરિનરી બ્લેડર શરીરનું નાનુ ગોળ અંગ છે. જેની દિવાલ એટલી લચીલી હોય છે કે તે અપશિષ્ટની સાથે ફેલાતી જાય છે. કિડનીમાંથી નીકળતો તરલ પદાર્થ અહીં એકઠો થાય છે. યુરિનરી બ્લેડર ભરાય ત્યાર બાદ મગજને પેશાબ લાગી હોવાનો સંકેત મળે છે, વધારે સમય પેશાબ રોકવાથી મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શનનો ભય રહે છે. 

મીઠુંનું વધારે સેવન: એક જાણીતા ડોક્ટર અનુસાર, પોતાના ખોરાકમાં વધારે પડતો મીઠાનો ઉપયોગ કરવાથી કિડની ખરાબ થઇ શકે છે. કારણ કે વધારે મીઠું ખાવાથી કિડનીનો ફિલ્ટ્રેશન યોગ્ય રીતે થતું નથી. તેથી જ ખાવામાં મીઠું ઓછું રાખવું જોઇએ, તથા ખાવામાં ક્યારેય મીઠું ઉપરથી ન લેવું જોઇએ.

ઓછું પાણી પીવાની ટેવ: પાણી ઓછું પીવાની આદત(ટેવ)ના કારણે કિડનીમાં સંક્રમણનો ભય વધે છે. તેવામાં કિડનીમાં પથરી થવાનો ભય વધે છે. કિડનીમાં પથરી થવા પર આ શરીર માટે વધુ ખતરનાક થઇ શકે છે. કિડનીને સ્વાસ્થ્ય રાખવા માટે રોજ 5થી 6 લીટર પાણી જરુર પીવું જોઇએ. 

ધુમ્રપાનની આદત: ડોક્ટર અનુસાર, જે લોકો વધારે ધુમ્રપાન કરે છે તે લોકોની કિડની ખરાબ થઇ જાય છે કારણ કે ધુમ્રપાન કરવાથી ફેફસાં અને રક્તવાહિનીઓમાં પ્રવાહ રોકાય છે, જેના કારણે કિડનીમાં લોહી સારી રીતે પહોંચી શક્તુ નથી. તેનાથી ફિલ્ટ્રેશનની પ્રક્રિયા પર પ્રભાવ પડે છે તેથી ધુમ્રપાનની આદત ન રાખવી જોઇએ અને જો આદત હોય તો તેને છોડવાનો પ્રયત્ન કરો. 

ડાયાબિટીસનો પ્રભાવ: ડાયાબિટીસના દર્દીઓમાં 30 ટકા કિડની સંબંધિત બીમારીઓ થવાની શક્યતા હોય છે. જેનું મુખ્ય કારણ બ્લડમાં શુગરના લેવલમાં ઉતાર-ચડાવ છે. મોટાભાગે કિડનીની સમસ્યાઓ તે ડાયાબિટીક દર્દીઓમાં વધારે જોવા મળે છે, જેમાં આ બીમારીઓ સાથે 15 વર્ષથી વધારે થઇ ગયા છે. તેના માટે સંતુલિત ખાનાપાન અને સ્વસ્થ્ય જીવનશૈલી જરુરી છે. 

પેન કિલર્સનો વધુ ઉપયોગ: જે લોકોને થોડી પણ તકલીફ જણાય તો તરત જ પેન કિલર લેવાની આદત હોય છે. તેઓને કિડની સંબંધિત પરેશાની થઇ શકે છે. તેથી આવી દવાઓથી બચવું જોઇએ. પેન કિલરમાં અમુક એસ્ટેરાઇડ હોય છે, જેની વધારે માત્રા કિડની માટે હાનિકારક હોય છે. ડોક્ટરની સલાહ લઇને જ દર્દનાશક દવાઓનું સેવન કરવું જોઇએ. 

મસાલેદાર અને જંકફૂડ ખાવાની આદત : વધારે પડતા મસાલેદાર અને જંકફૂડ ખાવાની આદતથી કિડની પર દબાણ વધી જાય છે. તેથી આ દરેક વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઇએ અને ફાઇબરથી ભરપુર આહાર લેવો કિડનીના સ્વાસ્થ્ય માટે સારું છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment