PM મોદીની પાક.-ચીન સામે લાલ આંખ : અમારા વીર જવાનો શું કરી શકે છે એ દુનિયા એ લદ્દાખ માં જોયું

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, ભારત દેશ ઇ.સ. 1947 ને 15 મી ઓગસ્ટના રોજ ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયો હતો. જેના પર્વની આજે 74 મી ઉજવણી છે. તો આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી હુંકાર ભરતા દુશ્મન દેશ સામે આંખ લાલ કરી છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી શું કહ્યું પીએમ મોદીએ.

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, આટલી મુશ્કેલી હોવા છતાં આપણા દેશની સીમા પર ચુનોતી આપવાની ગંદી કોશિશ કરવામાં આવી છે. પરંતુ LOC અને LAC સુધી દેશની સંપ્રભુતા પર જેણે પણ આંખ ઉઠાવી, દેશની સેના અને વીર જવાનોએ તેનો જવાબ ખૂબ જ આકરી ભાષામાં આપ્યો છે. ભારતની સંપ્રભુતા માટે આખો દેશ જોશથી ભરેલો છે. સંકલ્પોથી પ્રેરિત છે અને સામર્થ્ય પર અતૂટ શ્રદ્ધાથી આગળ વધી રહ્યાં છે. આ સંકલ્પની માટે આપણા વીર જવાન શું કરી શકે છે, દેશ શું કરી શકે છે, એ લદ્દાખમાં દુનિયાને બતાવી દીધું છે.

આગળ જણાવતા પીએમ મોદીએ કહ્યું કે, હું આજે માતૃભૂમિ પર ન્યોછાવર એ બધા જ વીર જવાનોને આદરપૂર્વક નમન કરું છું. આંતકવાદ હોય કે વિસ્તારવાદ હોય, ભારત આજે તેનો મુકાબલો ખડેપગે કરી રહ્યો છે.

પીએમ દ્વારા જણાવવામાં આવ્યું કે, ભારતના જેટલા પ્રયાસ શાંતિ અને સોહાર્દ માટે છે, એટલી જ પ્રતિબદ્ધતા પોતાની સુરક્ષા માટે પણ છે. તેમણે કહ્યું કે, ભારત હવે રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે પુરી ક્ષમતા સાથે જોડાય ગયું છે. દેશની સુરક્ષામાં આપણા બોર્ડર અને કોસ્ટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ખૂબ જ મોટી ભૂમિકા છે.

પ્રધાનમંત્રીના ભાષણ પર ટિપ્પણી કરતા લેફ્ટનન્ટ જનરલ શંકર પ્રસાદે જણાવ્યું કે, પીએમ મોદીએ LAC અને LOC નો ઉલ્લેખ કરીને ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને કહ્યું કે, જો કોઈ અમારી તરફ આંખ ઉઠાવીને જોશે તો તેની કિંમત ચૂકવવી પડશે. રક્ષા વિશેષજ્ઞ શંકર પ્રસાદે જણાવ્યું કે, પીએમ મોદીએ સુરક્ષા ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાને લઈને ખાસ જોર આપ્યું છે. જરૂરિયાત અનુસાર ભારત રક્ષા માટેના સાધનો ખુદ જ બનાવશે. તેમજ પીએમ મોદીએ સ્પષ્ટ જણાવી દીધું છે કે, બંને પાડોશી દેશના દબાવમાં અમે નહીં આવીએ. જે નીતિ સ્પષ્ટ કરી દીધી છે.

ટૂંકમાં પીએમ મોદીએ દેશની સામે જોનાર પર પગલાં લેવાની ચેતવણી આપી દીધી છે. અને પોતાની સુરક્ષા નીતિ પણ સ્પષ્ટ જણાવી દીધી છે. જેને લઈને ભારત હવે પોતાના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે એ રીતે વિસ્તાર અને સીમા સુરક્ષામાં પણ કોઈ હિલચાલ પર બાનછોડ કરવામાં નહીં આવે. જે દુશ્મનીનો જવાબ તેની જ ભાષામાં આપવામાં આવશે.

Leave a Comment