પિરિયડના પહેલા દિવસે એક ગ્લાસ આનું સેવન, બધા જ દુઃખાવા અને પીડા કરી દેશે દુર. ખુદ સોનમ કપૂર પણ પીવે છે આ વસ્તુ…

કોઈ પણ મહિલાને એમ પૂછવામાં આવે કે માસિક ધર્મ વખતે સૌથી પરેશાન કંઈ વાત કરે છે ? તો તેનો જવાબ હશે પીએમએસ. વાસ્તવમાં માસિક ધર્મ વખતે દરેક મહિલાને નાના મોટા દુઃખાવાથી પસાર થવું પડે છે. આ દરમિયાન મુડ ખરાબ થવાથી લઈને ક્રેપ્સ સુધી તણાવ રહે છે. આ માટે દવા તો સારું કામ કરે છે, પણ જો તમે બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર દ્વારા જણાવવામાં આવેલ ઉપચારને અપનાવી લો તો આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.

હાલમાં જ સોનમ કપુરે માસિક ધર્મ પહેલા આદુની ચાને હેલ્દી ડ્રીંકના રૂપમાં પીવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, પીરિયડ્સ પહેલા થોડા દિવસો દુઃખાવા અને તણાવથી ભરેલા હોય છે. તેવામાં આદુની ચા પીવી તેને ઓછો કરવા માટેનો સારો ઉપચાર છે. માસિક ધર્મમાં આદુની ચા તમારી તકલીફ કેવી રીતે દૂર કરી શકે છે. તો ચાલો જાણીએ પીરીયડ્સમાં આદુની ચા પીવાના ફાયદાઓ.દુઃખાવામાં રાહત આપે છે આદુની ચા : આદુમાં પ્રાકૃતિક રૂપથી દર્દ નિવારક ગુણ રહેલા છે. આદુ પોતાના એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ માટે ઓળખાય છે. પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે, તે દુઃખાવામાં પણ રાહત આપે છે. જો પીરિયડ્સના થોડા દિવસો પહેલા તમને દુઃખાવા કે ઉબકાનો અનુભવ થાય છે તો તેવામાં તમે આદુની ચા બનાવીને પીય શકો છો. ઉબકાને ઓછા કરવામાં માટે આદુની ચાને ખુબ જ કારગર માનવામાં આવે છે.

પીરિયડ ફ્લો : જો પીરિયડ્સમાં તમને બ્લડ ફ્લો ખુબ જ વધારે થાય છે, તો આદુની ચા આ સમસ્યાનો રામબાણ ઈલાજ છે. ઘણી શોધમાં જાણવા મળ્યું છે કે, ત્રણ મહિના સુધી કોઈ પણ રૂપે આદુનું સેવન કરવાથી રક્તસ્ત્રાવ ઓછો કરી શકાય છે.

સોજા : વાસ્તવમાં આદુમાં જીન્ગીબેન નામનું એક એન્જાઈમ હોય છે, જે શરીરને સોજાથી બચાવે છે અને મુડને સારો બનાવે છે. જીન્ગીબેન પ્રોસ્ટાગ્લાઇન્ડ નામના એક ઈમ્ફ્લેમેટરી કેમિકલના ઉત્પાદનને રોકવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે આ એ જ કેમિકલ છે, જે ગર્ભાશયના સંકોચન માટે જવાબદાર છે. જ્યારે શરીરમાં  પ્રોસ્ટાગ્લાઇન્ડનું લેવલ વધે છે તો સંકોચન થવા લાગે છે. જે ઉબકાનું કારણ બને છે.

કેવી રીતે બનાવી જોઈએ આદુની ચા : આદુની ચા બનાવવા માટે 2 થી 3 ઇંચનો આદુનો ટુકડો લો અને તેને ક્રશ કરી લો, હવે આદુને એક કપ પાણીમાં નાખીને ઉકાળો,  તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેમાં પાણી અડધું ન થઈ જાય,  હવે તેને ગાળી નાખો, સ્વાદ માટે તેમાં ખાંડની જગ્યાએ મધ અથવા લીંબુનો રસ મિક્સ કરો, તમે ઈચ્છો તો તેને દિવસમાં બે થી ત્રણ વખત પપન પીય શકો છો.

વધુ પીવાથી થાય છે આ નુકસાન : માસિક ધર્મના પહેલા દિવસે દુઃખાવાથી રાહત મેળવવા માટે આદુ પર્યાપ્ત માત્રામાં લેવામાં આવે. તો તે પૂરી રીતે સુરક્ષિત છે. જો કે જરૂરી નથી કે આ દરેકને આ ચા અનુકુળ આવે. ક્યારેક તેના ખરાબ પરિણામ પણ આવે છે. વધુ પ્રમાણમાં સેવન કરવાથી ઓડકાર આવવા, પેટમાં તકલીફ થવી, છાતીમાં જલન અને ગેસની સમસ્યા થઈ શકે છે. આથી પીરિયડ્સ દરમિયાન આદુનું સેવન કરતી વખતે સ્વાસ્થ્ય પડતા પ્રભાવ અને ડોઝની તપાસ જરૂર રાખવી જોઈએ.

રાખો આ સાવધાની : ડોક્ટરના કહ્યા અનુસાર ઘણી મહિલાઓમાં આદુથી બ્લડ ફ્લો વધી જાય છે. આથી જો બ્લીડીંગ વધુ થાય છે તો આદુનું સેવન બંધ કરી દો.

જો તમે પણ પીએમએસની સમસ્યાથી પસાર થઈ રહ્યા છો તો આદુની ચા બનાવીને જરૂર પીવો. માસિક ધર્મના ઉબકા દૂર કરવા માટે આદુનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે દુઃખાવો થવા પર આ ઉપચાર અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment