કરો આ ઘરેલુ ઉપચાર, જિંદગીમાં નહિ થાય પાઈલ્સ જેવી આવી ગંભીર સમસ્યા, દુઃખાવા અને બ્લીડિંગમાંથી તરત મળી જશે છુટકારો…

મિત્રો તમે કબજિયાતથી થતી પાઈલ્સ એટલે કે બવાસીર એક એવી બીમારી છે જે ઓપરેશન પછી પણ પુરેપુરી ઠીક નથી થતી. કારણ કે ત્યાર પછી દર્દી પોતાના ખાનપાનમાં નિયંત્રણ નથી કરતો. પણ જો આ આયુર્વેદિક ઉપચારને અપનાવવામાં આવે તો આ સમસ્યા પર કાબુ મેળવી શકાય છે. તો આ સમસ્યામાં શું ખાવું જોઈએ તેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું. માટે આ લેખ ખુબ જ ઉપયોગી સાબિત થશે. માટે અંત સુધી જરૂર વાંચો.

ચોકરયુક્ત રોટલી : તમને કબજિયાત ન થાય એ માટે જાડા લોટની ચોકરયુક્ત રોટલીઓ ખાવી જોઈએ, કારણ કે ઝીણા લોટની રોટલી આંતરડામાં ચોટી જાય છે જેનાથી તેનું પાચન થવામાં પરેશાની થાય છે. માટે જો જાડા લોટની ચોકરયુક્ત રોટલીનું સેવન કરવામાં આવે તો પાઈલ્સની સમસ્યામાં રાહત થાય  છે.

દહીંનું અથવા છાશ : એક વાટકો તાજા દહીંમાં એક ચમચી પીસેલી અળસીના બીજ, સ્વાદ અનુસાર એક અથવા બે ચમચી મધ તેમજ ચપટી મીઠું મિક્સ કરીને સેવન કરો. છાશમાં મરી પાવડર નાખીને પીવાથી પણ કબજિયાતમાં રાહત મળે છે.

સલાડ : ભોજનમાં ટમેટા, ગાજર, કાકડી, બીટ વગેરે કાચું સલાડ સામેલ કરો. શિયાળામાં દરરોજ એક જમરૂખ ખાવાનો નિયમ બનાવો. તેનાથી તમને ઘણો ફાયદો થશે. પપૈયાને પણ નિયમિત આહારમાં સામેલ કરવાથી તેનાથી પાચનમાં સુધારો આવે છે.નવશેકું ગરમ પાણી અને તળેલું : ઓછું પાણી પીવાથી પણ શરીરમાં ગરમી વધે છે. અમે મળ સુકાય જાય છે. જેનાથી કબજિયાત થાય છે. સવારે ઉઠતા જ બે થી ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવો, તેનાથી પેટની સફાઈ થઈ જશે. મેંદાની બનેલ ચટપટી વસ્તુઓ તેમજ તળેલી વસ્તુઓ જેવી કે ગાંઠિયા, કચોરી સમોસા વગેરેનું સેવન ન કરો.

આયુર્વેદિક ઉપચાર : 1 ) દરરોજ રાત્રે ત્રિફળા ચૂર્ણ અથવા બેલફળનું ચૂર્ણ એક ચમચી જરૂર સેવન કરો. તેનાથી પેટ સાફ આવે છે.

2 ) લીમડાની લીંબોળી (છાલ સહીત) ના 10 ગ્રામ પાવડરને દરરોજ સવારે રાત્રે રાખેલા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. આ ઉપચારને અપનાવ્યા પછી તમારા ભોજનમાં દેશી ઘી જરૂર સામેલ કરવું જોઈએ.

3 ) જીરાને પીસીને મસામાં લગાવવાથી ફાયદો થાય છે. પહેલા જીરૂને શેકી લો, પછી મિશ્રી સાથે મિક્સ કરીને તેને ચૂસો, તેનાથી ફાયદો થાય છે.

4 ) પાકેલા કેળાને બે ભાગમાં સમારીને તેના પર કાથો પીસીને છાંટો. આ ટુકડાઓને રાત્રે ખુલ્લા આકાશમાં રાખો. સવારે ઉઠીને કેળાના ટુકડાને ખાઈ જાવ. આવું એક અઠવાડિયા સુધી કરવાથી બવાસીર ઠીક થઈ જશે.

5 ) લગભગ 50 ગ્રામ મોટી એલચીને તવા પર રાખીને શેકીને તેને બાળી નાખો. ઠંડી થઈ ગયા પછી આ એલચીને પીસી નાખો. દરરોજ સવારે આ ચૂર્ણને પાણીની સાથે ખાલી પેટ લેવાથી બવાસીર ઠીક થઈ જશે.

6 ) જંગલી ગોભીને ઘીમાં ચડાવીને તેમાં સિંધાલુણ મીઠું નાખીને આઠ દિવસ રોટલી સાથે ખાવ. તેનાથી બવાસીર ઠીક થઈ જશે. આમ તમે બવાસીરના ઈલાજ માટે અહીં આપેલ ઘરેલું ઉપચારને અપનાવી શકો છો તેમજ તેનાથી તમને રાહત પણ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment