આ લક્ષણોથી બ્લડ કોટિંગ (લોહીમાં ગઠ્ઠા) ઓળખો નહીં તો મુકાય જશો મુશ્કેલીમાં…

કોરોના વાયરસની આ બીજી લહેરમાં કેટલાક દર્દીઓ એવા પણ જોવા મળે છે જેમાં કોટિંગની સમસ્યા પણ જોવા મળી છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વાર તમારા શરીરની અંદર લોહીની ગંઠાઈ થઈ જાય છે અને તમને તે વિષે કશી પણ ખબર હોતી નથી. ક્યારેક કઈ ઘા વાગવાથી પણ શરીરમાં લોહીની ગંઠાઈ થઈ જતી હોય છે અને ક્યારેક તો કશો ઘા પણ લાગ્યો ન હોય અને શરીરમાં લોહીના ગાથા થઈ જાય છે, જો શરીરમાં વિના કારણ ગંઠાઈ થઈ જાય તો તે જોખમી હોય શકે છે. લોહીની ગંઠાઈ શરીરમાં શું છે તેના વિષે જાણો.

લોહીમાં ગઠ્ઠા જામવાં એ શરીરની અંદરની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જે ઇજા થવાની ઘટનામાં વધુ પડતાં રકત સ્ત્રાવ અથવા તો લોહીની ખોટને અટકાવે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને ઇજા થાય છે, તો તે જ્ગ્યા પર લોહીના ગઠ્ઠા પડી જાય છે. રક્તસ્ત્રાવ એટ્લે બ્લીડિંગ બંધ થઈ જવું અને જ્યારે ઇજા ઠીક થઈ જાય છે, ત્યારે લગભગ બ્લડ ક્લોટ ટૂટી જાય છે, જોકે આતો એક સાધારણ પ્રક્રિયા છે, પરંતુ જો કોઈપણ વ્યક્તિને વિના કારણ જ ગઠ્ઠા પડવા લાગે તો, તેને વધુ સમસ્યા થઈ શકે છે. કોવિડની આ બીજી લહેરમાં કેટલાક લોકોની મૃત્યુ ગઠ્ઠા જામી જવાથી પણ થઈ છે. તેથી જ ગઠ્ઠા જામવાની સમસ્યાને નજરઅંદાજ ન કરતાં, તેના લક્ષણો અને સંકેતોને સમજવા જોઇયે, તેથી સમય રહેતા આને રોકી શકાય.

શું છે બ્લડ ક્લોટિંગ

જો કે આપણું લોહી પ્રવાહી હોય છે, પરંતુ બ્લડ ક્લોટિંગ એક જેલની જેવુ હોય છે. ક્યારેક-ક્યારેક ઇજા થવાથી ક્લોટિંગ થાય છે, જે આપણી જીવન રક્ષા કરે છે, પરંતુ જો કાઇપણ કારણ વગર શરીરમાં ગઠ્ઠા પડવા લાગે તો, તે એક સમસ્યાની વાત છે.

શરીરની બ્લડ સેલ્સમાં જ્યારે લોહીના ગઠ્ઠા બનવા લાગે છે, ત્યારે હદય અને શરીરના અન્ય ભાગોમાં ઑક્સીજન મળતું નથી, જેના કારણે હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક જેવી જીવલેણ પરિસ્થિતી સર્જાય છે.

હાથ-પગમાં ગઠ્ઠા

તમારી હાથ અને પગની નસોમાં જે ગઠ્ઠા પડવામાં આવે છે તેને ડીપ વેન થ્રોમ્બોસિસ(DVT) કહેવામાં આવે છે. આ પ્રકારના ગઠ્ઠા ખતરનાક હોય શકે છે, કારણ કે તે સહેલાઈથી હદય અને ફેફસા સુધી પહોચી જાય છે. જે પણ જગ્યા પર તમને ગઠ્ઠા થઈ ગયા હોય, તે જગ્યા પર તમને ખંજવાળ, સોજો, દુખાવો, ખેચાણ અને સંવેદના થઈ શકે છે.

આ સિવાય સ્કીન ઘેરી લાલ અને લીલી થઈ શકે છે અને આ બ્લડ ક્લોટનું સંકેત હોય શકે છે. આ લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ કરવા નહીં અને તમારા ડોક્ટરની સલાહ તુરંતથી લેવી જોઇએ, નહીં તો તમને વધારે સમસ્યા થઈ શકે છે.

હદયમાં બ્લડ ક્લોટિંગ

સામાન્ય રીતે, હદયમાં લોહીના ગઠ્ઠા બનતાં નથી, પરંતુ જો આ જગ્યાએ પણ બ્લડ ક્લોટિંગ થવા લાગે તો, સમજી લેજો કે તે તમારા માટે જોખમ છે. હદયમાં ગઠ્ઠા થઈ જવા એ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. હદયમાં ભારીપો, ચક્કર આવવા અને શ્વાસ ચડી જવો, તે ગઠ્ઠા બનવાના સામાન્ય લક્ષણ હોય શકે છે.

પેટમાં બ્લડ ક્લોટ: બ્લડ ક્લોટિંગની સમસ્યા પેટમાં પણ થઈ શકે છે. ગંભીર પેટમાં દુખાવો અને પેટમાં સોજો આવી જવો તે આના સંકેત હોય શકે છે. જો કે આ સમસ્યા ફૂડ-પ્લોયજનિંગના કારણે પણ થઈ શકે છે, પરંતુ આ લક્ષણોને નજરઅંદાજ જરા પણ ન કરવા જોઇએ.

મગજમાં ગઠ્ઠા : બ્લડ ક્લોટિંગ મગજમાં પણ થઈ શકે છે. અચાનકથી માથામાં તેજ દુખાવો થવો, તે બ્લડ ક્લોટિંગનું લક્ષણ હોય શકે છે. સાથે જ અચાનકથી બોલવામાં અને જોવામાં તકલીફ થઇ જાય તો, તેને નજરઅંદાજ ન કરવું જોઇએ, કારણ કે આ પણ મગજમાં ગઠ્ઠા થઈ જવાના લક્ષણ હોય શકે છે.

લંગ્સમાં ગઠ્ઠા: ફેફસામાં થવા વાળા ગઠ્ઠા, હાથ અને પગની નસો પરથી પણ શરૂ થઈ શકે છે. આવા વ્યક્તિને હદયમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

આંતરડાની નસોમાં લોહીના ગઠ્ઠા: આંતરડાની નસોમાં પણ લોહીના ગઠ્ઠા થઈ શકે છે. આંતરડામાં લોહીના ગઠ્ઠા થઈ જવાનું કારણ લીવરની સમસ્યા અથવા તો ગર્ભનિરોધક દવાઓનો વધારે માત્રામાં ઉપયોગ કરવો તે પણ હોય શકે છે. આવા કિસ્સાઓમા પેટમાં અસહનીય દુખાવો, દસ્ત અને લોહિયાળ સ્ટૂલ થઈ શકે છે.

ડોક્ટરની જરૂર ક્યારે પડે છે 

લોહીમાં ગઠ્ઠા થઈ જવાના લક્ષણો અને ચિન્હો ઓળખવા એ થોડા મુશ્કિલ હોય છે, કારણ કે તે અનેક આરોગ્યની સ્થિતિના લક્ષણો પર આધારિત છે. કેટલાક લોકોમાં બ્લડ ક્લોટિંગ થઈ જાય છે, પરંતુ સિંટન્સની પુષ્ટિ થતી નથી. આવામાં એ કહેવું મુશ્કિલ થઈ જાય છે, કે તમારી અંદર લોહીના ગઠ્ઠા પડ્યા છે કે નહીં. પરંતુ જો તમને એવું લાગી રહ્યું છે કે ઉપર બતાવેલ લક્ષણો તમને ફીલ થઈ રહ્યા છે, તો તમારે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઇએ અને સમય રહેતા આની તપાસ તેમજ દવા જરૂરથી લેવી જોઇએ. તેથી તમે ગંભીર બીમારીથી બચીને રહી શકો.

( નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment