આયુર્વેદ અનુસાર પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાએ 9 મહિના સુધી ખાવી જોઈએ આ વસ્તુઓ, ડિલેવરી બાદ પણ નહિ થાય કોઈ બીમારીઓ… જાણો 9 મહિનાનો ડાયટ પ્લાન…

ગર્ભાવસ્થામાં મહિલાઓએ એવું ડાયટ લેવી જોઈએ જેનાથી માતા અને બાળક બંનેને પુરતું પોષણ મળી રહે. જોકે તમે આયુર્વેદ અનુસાર પણ પોતાની એક નિશ્ચિત ડાયટ ફોલો કરી શકો છો. ચાલો તો આ લેખમાં આપણે આયુર્વેદ અનુસાર એક પરફેક્ટ ડાયટ તેમજ ઉપાયો વિશે જાણી લઈએ.

માતા બનવાનું સપનું જોવાથી લઈને માતા બનવા સુધીની યાત્રા એક મહિલાને ખુબ જ રોમાંચક, ભાવુક કરી દેતી હોવાની સાથે જ જવાબદારી ભરેલી પણ છે. આ દરમિયાન શરીરમાં થતાં બદલાવોથી લઈને આવનારી નવી જિંદગી માટે સારામાં સારા જીવનની કલ્પના પણ સાથે હોય છે. માતાના સ્વસ્થ અને બાળકના વિકાસ માટે ગર્ભધારણથી લઈને નવમા મહિના સુધી ગર્ભવતી મહિલાની ખાણીપીણીનું ખુબ જ ધ્યાન રાખવામાં આવે છે. કારણ કે તે જ આવનારા બાળકને પોષણ પ્રદાન કરે છે.

જો કે ઘણી વખત અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખાણીપીણીની માન્યતાઓ, મોટાઓના અનુભવો, ચિકિત્સકોની સલાહ અને ખુદ પ્રેગ્નેન્ટ મહિલાની પસંદ-નાપસંદના કારણે સાચા અને પોષણયુક્ત ભોજનની પસંદગી કરવી મુશ્કેલ થઈ જાય છે. એવામાં આયુર્વેદ તરફથી પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે નક્કી કરેલ પોષણયુક્ત ડાયટ ખુબ જ ફાયદાકારક હોય છે.

મિનિસ્ટ્રિ ઓફ આયુર્વેદ મુજબ, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયન મેડિકલ હેરિટેજની તરફથી કરવામાં આવેલ ગાઈડ ન્યુટ્રિશનલ એડ્વોકેસી ઈન આયુર્વેદમાં ખાણીપીણીને લઈને વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. તેમાં પ્રેગ્નેન્ટ મહિલા પહેલાથી લઈને નવમા મહિના સુધી શું ખાય તેના વિષે પણ જણાવવામાં આવ્યુ છે. આયુર્વેદ હંમેશાથી જ સ્વાસ્થ્યને સારું બનાવવા અને બીમારીઓથી બચાવીને દૂર રાખવા માટે પોષણયુક્ત ખાણીપીણી પર જોર આપે છે. આયુર્વેદ મુજબ, ભોજન એ સ્વસ્થ જીવન જીવવાની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. એક પ્રેગ્નેન્ટ મહિલાની ખાણીપીણી જ ગર્ભમાં રહેલ બાળકના વિકાસ અને સ્વાસ્થ્ય માટે જવાબદાર છે, માટે આયુર્વેદની આ સલાહને અજમાવવી ખુબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ ગર્ભવતી મહિલાઓ માટે ડાયટ પ્લાન…

પહેલો મહિનો – પહેલા મહિનામાં મહિલાઓએ ઠંડુ દૂધ અને પોષણયુક્ત આહાર લેવો. જેમાં ફળ, શાકભાજી, દાળ વગેરે લઈ શકાય છે.
બીજો મહિનો – આ મહિનામાં પ્રેગ્નેન્ટ મહિલાઓ ઋતુગત ફળ, શાકભાજી, દૂધ, દહીં, રોટલી ખાવાની સાથે આયુર્વેદિક ઔષધિ શતાવરીને દૂધ સાથે લઈ શકે છે. શતાવરી પ્રજનન ક્ષમતાને વધારવાની સાથે વિટામિનની ઉણપ દૂર કરે છે. તે સિવાય બાલા એટલે કે સીદા કોર્ડિફોલિયા પણ લઈ શકાય છે. તે શરીરમાં તાકાત, ઉર્જા, હાડકાં અને સાંધાની મજબૂતી વધારનારી ઔષધિ છે.

ત્રીજો મહિનો – આ મહિનામાં મહિલાઓએ દૂધ અને દૂધથી બનેલા પદાર્થો જરૂરથી લેવા જોઈએ. જેમાં દહીં, પનીર, છાશ, ઘી સમાવિષ્ટ છે. તે સિવાય આ મહિનામાં મધ લેવાનું શરૂ કરવું. દરરોજ ઠંડા દૂધમાં મધ મિક્સ કરીને પીવું. તે માતા અને બાળક બંને માટે લાભદાયી છે.

ચોથો મહિનો – ચોથા મહિનામાં દૂધ લેવાની સાથે માખણ ખાવું ખુબ જ લાભદાયી બની રહે છે. છાશ પીવી પણ ફાયદાકારક છે. ઋતુગત ફળ, શાકભાજી જ્યુસ પણ લઈ શકાય છે.
પાંચમો મહિનો – પાંચમા મહિને દૂધ અને ઘી પ્રચુર માત્રામાં લેવું.
છઠ્ઠો મહિનો – આ મહિનામાં દૂધ, ઘી, મીઠી વસ્તુઓ, ફળ, અનાજ વગેરેનું સેવન કરવું.

સાતમો મહિનો – આ મહિનામાં દૂધ પ્રચુર માત્રામાં પીવું. તે સાથે જ દૂધમાં ઘી મિક્સ કરીને પણ લઈ શકાય છે.
આઠમો મહિનો – આ મહિનામાં ગર્ભ ભ્રૂણનું વજન વધવાનું શરૂ થાય છે. તેમાં ઘઉં કે જવના ફાડામાં ઘી નાખીને દૂધ સાથે લઈ શકાય છે.
નવમો મહિનો – આ મહિનામાં રાંધેલા ભાત ઘી સાથે લઈ શકાય છે. કોઈ મહિલા માંસાહારી હોય તો ઘી નાખીને મીટ સૂપ પણ પી શકે છે.

ડિલિવરી બાદ આ વસ્તુઓ ખાવી : આયુર્વેદ તરફથી જણાવવામાં આવ્યું છે કે, ડિલિવરી પછી તરત જ મહિલાને દૂધ વગરનું ઔષધિયુક્ત અથવા દૂધ વાળા ઘઉંના ફાડા ખવડાવી શકાય છે. તે સિવાય ચણાની દાળ નાખેલા ભાત પણ આપી શકાય છે. જો કે આ વસ્તુઓ પચાવવાની શક્તિના આધારે જ આપવામાં આવે છે. મગની દાળનું પાણી, ચણાની દાળ, પર્યાપ્ત માત્રામાં ઘી કે તેલ આપવું જોઈએ. જો કે તેની સાથે જ મેથીના અથવા સૂંઠના લાડવા પણ બનાવી શકાય છે જેથી બાળક માટે દૂધની પર્યાપ્ત માત્રા આવવાની સાથે જ માતાને પણ પોષણ મળી રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment