જાણો તમારા બાળક માટે AC અને એર કુલરની હવા ફાયદાકારક છે કે નુકશાનકારક ? મોટાભાગના માતા-પિતાને નથી ખબર આ જરૂરી માહિતી…

મિત્રો ઉનાળાના દિવસો હાલ ખુબ જ સખતના જાય છે. આકાશમાંથી આવતી લૂ ઝરે સમાન છે. તેવામાં સ્વાભાવિક છે કે, દરેક લોકોને AC ની હવા ખુબ ગમે. જો કે ઉનાળામાં દરેક લોકો ઠંડક મેળવવા માટે અનેક ઉપાયો કરતા હોય છે. પરંતુ ઘણી વખત વિચાર આવે છે AC ની ઠંડી હવા બાળક માટે સારી છે કે નહિ. જો તમને પણ આ સવાલ થઈ રહ્યો છે તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ગરમ હવાઓનો કહેર વરસવાનું શરૂ થઈ ગયું છે. તેવામાં ગરમીથી રાહત મેળવવા માટે લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં AC કે કુલર ચલાવે છે. એસી અને કુલરની ઠંડી હવા આ ધોમધખતા તાપથી રાહત અપાવવામાં અસરકારક હોય છે. પરંતુ શું આ હવા તમારા બાળક માટે સુરક્ષિત છે ? ખાસ કરીને બાળકોને સુરક્ષિત રાખવા માટે આ પ્રકારનો સવાલ માતા-પિતાના મનમાં ઘણી વખત થતો હોય છે. જો તમારા મનમાં પણ આ પ્રકારનો સવાલ હોય તો, આજે આ લેખમાં તમને આ સવાલનો જવાબ ખુબ જ સરળતાથી મળી રહેશે. આવો જાણીએ બાળક મારૂટે AC કે કુલરની હવા સુરક્ષિત હોય છે કે નહીં ?

શું કહે છે એક્સપર્ટ ? : AC ની ઠંડી હવાને લઈને અનેક સંશોધન થયા છે. જેમાં જાણવા  મળતી માહિતી મુજબ કે, ગરમીમાં બાળકને તમે એસી કે કુલરની હવામાં રાખી શકો છો. ખાસ કરીને ગરમ અને હવા વગરના સ્થાનની તુલનાએ ઠંડુ વાતાવરણ બાળક માટે સુરક્ષિત હોય છે. માટે ગરમીમાં બાળકને AC કે કુલરની હવામાં રાખી શકાય છે. આથી AC અને કુલર બાળક માટે સુરક્ષિત છે એમ કહી શકાય છે.

જો કે ધ્યાન રહે કે રૂમનું ટેમ્પરેચર સામાન્ય રહે. વધારે ઠંડો રૂમ થઈ જાય તો AC કે કુલર બંધ કરવું. જો તમે આવું કરતાં નથી તો, બાળકના શરીરનું તાપમાન ઘટી શકે છે. તેની સાથે જ રૂમમાં એસી કે કુલર ચાલુ કરતાં અમુક વાતોનું ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે. આવો જાણીએ તેના વિશે –

AC કે કુલર ચાલુ કરતાં સમયે આ વાતોનું ધ્યાન રાખવું : રૂમની બહારનું તાપમાન AC કે કુલરની ઠંડક પર પડે છે. માટે જ ઋતુ અનુસાર કુલર કે AC ચલાવવું. જો તમે આવું નથી કરતાં, તો રૂમ ખુબ જ ઠંડો કે ગરમ થઈ શકે છે, જેનાથી તમારા બાળકને ઘણી તકલીફ થઈ શકે છે. આમ તાપમાન અનુસાર AC કે કુલર કરવાથી બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે.

ડોક્ટરનું કહેવું છે કે, બાળકને કુલર કે AC વાળા રૂમમાં જ્યારે સુવડાવો છો, તો રૂમનું તાપમાન 23 થી 26 રાખવું. ક્યારેય પણ AC ના તાપમાનને તેનાથી ઓછું ન કરવું. જો તમે એસીનું તાપમાન ઓછું કરો છો, તો તેનાથી બાળકની તબિયત ખરાબ થઈ શકે છે.

જો તમે કુલર ચલાવતા હોય તો, દરવાજા કે બારીને ખોલીને રાખવી. જેથી હવાની અવરજવર બની રહે. તેનાથી બાળકને સ્વસ્થ હવા મળી શકે છે.

બાળકને ક્યારેય પણ એસી કે કુલરની હવા ડાયરેક્ટ ન લાગવા દેવી. એસી કે કુલરના રૂમમાં બાળકને હંમેશા સુતરના કપડામાં ઢાંકીને સુવડાવવું. તે માટે તેના હાથ અને પગને લપેટીને રાખવા. તેનાથી તમારું બાળક ઠંડી હવાથી બચી શકે છે.

બાળકને સુવડાવતા સમયે કુલર તરફ ફેસ ન રાખવું. તેનાથી તેને શરદી થવાની સમસ્યા રહી શકે છે.

ડોક્ટર જણાવે છે કે, એસી કે કુલરની ઠંડી હવામાં તમે બાળકને રાખી શકો છો. જો કે, ધ્યાન રહે કે, રૂમનું ટેમ્પરેચર સામાન્ય રહે. ક્યારેય પણ કુલર કે એસીની હવાનું ટેમ્પરેચર બાળક મુજબ વધારવું નહીં. અને જો એસીથી બાળકને કોઈ પ્રકારની તકલીફ થઈ રહી હોય તો, તરત જ ડોક્ટરની સલાહ લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment