માત્ર આ ચાર નાના નિયમ અપનાવો…. ટૂંક સમયમાં જ ધનવાન બનવા લાગશો…. બધા જ ધનવાનોએ અપનાવ્યો છે આ રસ્તો….

માત્ર આ ચાર નાના નિયમ અપનાવો…. ટૂંક સમયમાં જ ધનવાન બનવા લાગશો…. બધા જ ધનવાનોએ અપનાવ્યો છે આ રસ્તો…..

મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકો ઝડપથી જોતજોતામાં ધનવાન બની જતા હોય છે અને આપણે મહેનત કરવા છતાં પણ ઈચ્છા અનુસાર ધનવાન બની શકતા નથી હોતા. પરંતુ શું મિત્રો તમે જાણ્યું છે કે તે લોકો એવું તો શું કરે છે કે તેઓ કરોડપતિ બની જાય છે ? એવી કંઈ વસ્તુ છે, જે એક વ્યક્તિને ધનવાન થવાના માર્ગે દોરે છે. તો ધનવાન બનનાર દરેક વ્યક્તિએ આપનાવ્યા હોય છે આ ચાર રસ્તા. તો આજે અમે ધનવાન લોકો પર કરાયેલા એક અભ્યાસ બાદ તેમણે અપનાવેલા ચાર એવા નિયમો જણાવશું કે જેનું તમે ચુસ્ત પણે પાલન કરશો તો તમે કરોડપતિ અવશ્ય ટૂંક સમયમાં જ બની જશો.

સૌથી પહેલો નિયમ છે કે મોટું વિચારો. આપણા સપના હંમેશા મોટા જ હોવા જોઈએ. કારણ કે જેટલું આપણે વિચારીશું તેટલું જ આપણને મળશે, માટે હંમેશા મોટું જ વિચારવું જોઈએ. જેમ કે કોઈ વ્યક્તિને 20,000 ની નોકરી જોઈતી હોય અને તેને 22,000 ની ઓફર મળે તો એ વ્યક્તિ એટલામાં જ ખુશ થઇ જાય છે. પરંતુ એવું ન કરવું જોઈએ. તમારે તમારી લીમીટને સતત વધારતા રહેવું જોઇએ. કારણ કે કદાચ આપણામાં 20,000 નહિ પરંતુ 2 લાખ કમાવવાની ક્ષમતા પણ પડી હોય છે. માટે આપણે આપણો ધ્યેય હંમેશા ઉંચો જ રાખવો જોઈએ અને તે ધ્યેયને પૂર્ણ કરવા માટે તમારે તમારી જાતને નબળી ન સમજવી જોઈએ.

બીજો નિયમ છે સ્કીલ્સ ડેવલોપ કરવી. જે વ્યક્તિ પોતાની એક સ્કીલ બનાવે તો તે વ્યક્તિ ખુબ જ શક્તિશાળી બની જાય છે. તમે જોયું હશે કે દરેક કરોડપતિ લોકો પાસે કોઈને કોઈ સ્કીલ તો હોય જ છે. ઉદાહરણ તરીકે સંદીપ મહેશ્વરીની સ્કીલ હતી ફોટોગ્રાફી, તો એપલના ફાઉન્ડર સ્ટીવ પાસે કેલીગ્રાફીની સ્કીલ છે. જેણે તેમને એક દિવસ ખુબ સફળ અને કરોડપતિ બનાવ્યા હતા. માટે તમારે હંમેશા તમારી અંદર સ્કીલને ડેવલોપ કરતા રહેવું જોઈએ. તમારે તમારી આસપાસ જોવું જોઈએ કે તમે કઈ સ્કીલને તમે ડેવલોપ કરી શકો છો. તેનું એક લીસ્ટ બનાવવું જોઈએ અને તેના પર કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

ત્યાર બાદ ત્રીજો નિયમ છે કે તમે એવી કોઈ અસેટ એટલે કે મિલકતો ખરીદો, જે તમને બેઠા બેઠા કમાઈને આપે. જેમ કે સોનું, કોઈ અન્ય ફ્લેટ લઈને ભાડે આપી દેવો તથા જો વેપારમાં રસ હોય તો વેપારમાં રોકાણ કરી લેવું જોઈએ. આવું કરવાથી તમે બેઠા હશો તો પણ તમને અમુક સમય પછી આપોઆપ પૈસા મળશે. આથી ખર્ચાઓ થાય તેવી વસ્તુ પર ખર્ચ ન કરવો અને મિલકતો વસાવી જોઈએ. જેથી ભવિષ્યમાં મહેનત કર્યા વગર પણ આવકના સાધનો બની જાય.

ચોથો નિયમ છે કે આપણે દર મહીને આપણા પગારના 10 % પૈસાની બચત કરવી જોઈએ. આ બચત કરવાનું શરૂ કરવું તે એક બીજ સમાન છે. જ્યારે સતત બચત કરવાથી તે બીજને પાણી મળે છે અને અંતે તે એક વૃક્ષ સમાન બની જાય છે અને આપણને છાયો આપે છે. માટે જો તમે પણ તમારા જીવનમાં ધનવાન બનવા માંગો છો. તો આજથી જ તમારા સેલેરીના 10 % સેલેરીની બચત શરૂ કરી દેવી.

તો આ હતા એ ચાર નિયમો જે તમને એક દિવસ કરોડપતિ અવશ્ય બનાવે છે. તો મિત્રો આજનો અમારો આ લેખ કેવો લાગ્યો તેમજ ઉપર્યુક્ત નિયમમાંથી ક્યો નિયમ તમને સૌથી વધારે અસરકારક લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્ય જાણજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

Leave a Comment