900 વર્ષ જુનું મંદિર અને થાય છે ત્યાં માથા વગરની મૂર્તિની પૂજા…જાણો ત્યાં માતાજીને માથું કેમ નથી તેનો ઈતિહાસ

900 વર્ષ જુનું મંદિર અને થાય છે ત્યાં માથા વગરની મૂર્તિની પૂજા…જાણો ત્યાં માતાજીને માથું કેમ નથી તેનો ઈતિહાસ 

મિત્રો સામાન્ય રીતે આપણા ભારતના કોઇ પણ મંદિરમાં ખંડિત થયેલી મૂર્તિઓ રાખવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે ખંડિત થઈલી  મૂર્તિઓ ઘર કે મંદિરમાં રાખવી એ અશુભ ગણાય છે. ખંડિત મૂર્તિના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે તેમજ અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવશું કે જ્યાં  મૂર્તિને માથા જ નથી. છતાં આ મૂર્તિઓને પૂજવામાં આવે છે. તો ચાલો જાણીએ આ મંદિર ક્યાં છે અને શા માટે ખંડિત થયેલી મૂર્તિઓનું પૂજન કરવામાં આવે છે.આ મંદિર ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં બેલ્હા દેવીનું મંદિર આવેલું છે. જે 900 વર્ષ જૂનું છે એવું માનવામાં આવે છે. આ મંદિરની અનેક ખાસિયતો છે. આ સાથે આ મંદિરનો ઈતિહાસ પણ ખુબ જ રોચક છે.

આપણે સૌથી પહેલા તો એ જાણીએ કે આ મંદિરની મૂર્તિઓ ખંડિત કેવી રીતે થઇ. તેનો ઈતિહાસ જોડાયેલો છે ઔરંગઝેબ સાથે. ત્યાંના ઇતિહાસ અનુસાર ઔરંગઝેબે આ મંદિરની મૂર્તિઓ ખંડિત કરી હતી. ઈ.સ 1619 માં ઔરંગઝેબે તેના સુબેદારોને દરેક હિંદુમંદિરો તોડવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે દરમ્યાન મંદિરને બચાવવા માટે પૂજારી દ્વારા આ મંદિરનો મુખ્ય દ્વાર મસ્જિદના આકારનો બનાવવામાં આવ્યો હતો. જેથી ઔરંગઝેબની સેનાને એવો ભ્રમ થાય કે આ મંદિર નહિ, મસ્જિદ છે અને તેઓ આ મંદિરને તોડે નહિ. પરંતુ ઔરંગઝેબનો એક સેનાપતિએ આ મંદિરમાં ઘંટ જોઈ લીધો અને તેને આ મંદિરની મૂર્તિઓના મોઢા તોડી નાખ્યા અને બધી જ મૂર્તિઓને ખંડિત કરી નાખી.

આજે પણ આ મંદિર તેવી જ અવસ્થામાં જોવા મળે છે. તેનો મુખ્ય દ્વાર હજુ મસ્જિદ જેવો જ છે અને માથા વગરની મૂર્તિઓ પણ સ્થાપિત છે. આ મંદિરની દીવાલો, નકશીકામ અને કોતરણી અનુસાર ઇતિહાસકારો માને છે કે આ મંદિર ૧૧મી સદીનું હશે. આ મંદિરનું નિર્માણ સોમવંશના ક્ષત્રિય રાજા એ કરાવ્યું હશે તેવું માનવામાં આવે છે.

મિત્રો હવે વાત કરીએ આ મંદિરની બીજી અનેક વિશેષતાઓ વિશે. મંદિરના દ્વાર પર બનાવવામાં આવેલી આકૃતિઓ અને સુપ્રસિદ્ધ ખજુરાહોની આકૃતિઓ સરખી લાગે છે. આ મંદિરના મુખ્ય દ્વાર પર કંઈક લખવામાં આવ્યું છે. આ કંઈ ભાષામાં લખેલું છે તે પુરાતત્વ ખાતા વાળા પણ શોધી શક્યા નથી. તેથી તે શું લખ્યું છે તે આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી.

એટલું જ નહિ પરંતુ પ્રતાપગઢ જિલ્લાના આ મંદિરનું વર્ણન રામાયણ અને મહાભારત જેવા મહાગ્રંથોમાં પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે રામ ભગવાન પ્રતાપગઢ જિલ્લામાં આવ્યા હતા અને આ બેલ્હાં ભવાની મંદિરમાં પૂજા કરી હતી. અને મહાભારત કાળમાં પણ આ મંદિરનું અસ્તિત્વ હતું તેવું મનાય છે. એક પૌરાણિક કથા અનુસાર ભીમે બકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને અહીં જ એક શિવલિંગની સ્થાપના પણ કરી હતી.

ત્યાંના ગામલોકોના કેહવા પ્રમાણે અષ્ટ ભુજા વાળી અષ્ટધાતુથી બનેલી દેવી માતાની મૂર્તિ 15 થી 20 વર્ષ પહેલા ચોરી થઈ ગઈ હતી. ત્યારબાદ ગામના લોકોના સહયોગથી અષ્ટ ભુજા વાળી મૂર્તિ બનાવી અને ફરી તે મંદિરમાં સ્થાપિત કરી. પરંતુ અમુક જે મૂર્તિઓ છે તેમના મસ્તક હજુ નથી બનાવવામાં આવ્યા. પરંતુ તેની પૂજા કરવા રોજ કરવામાં આવે છે. આ મંદિરમાં જે કોઈ ભક્ત કંઈ પણ માંગે તો તેની મનોકામના પૂર્ણ રીતે પૂરી થાય છે.

તો આ રીતે આ મંદિર ખુબ જ પૌરાણિક છે તેમજ તેમની મૂર્તિ ખંડિત હોવા છતાં પણ ત્યાંની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

Leave a Comment