ગાયના પેટમાં જમા થયેલ પ્લાસ્ટિકને બહાર કાઢવા માટેનો દેશી ઉપાય… કોઈ પણ પીડા વગર જ નીકળી જશે કચરો બહાર….

ગાયના પેટમાં જમા થયેલ પ્લાસ્ટિકને બહાર કાઢવા માટેનો દેશી ઉપાય… કોઈ પણ પીડા વગર જ નીકળી જશે કચરો બહાર….

મિત્રો તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર પોલીથીન એટલે કે પ્લાસ્ટિક બેગના ઉપયોગ સંબંધી ઘણી બધી જાગૃતતા ફેલાવી રહી છે. તેનું એક કારણ છે કે પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય, પર્યાવરણ અને પશુઓ માટે ખુબ જ ખતરનાક છે. તેમ છતાં પણ  હજુ પોલીથીન પર 100% નિષેધ કરવામાં આવ્યો નથી. કારણ કે દરેક વસ્તુ પ્લાસ્ટિક બેગમાં જ આવે છે. દુધથી માંડીને બિસ્કીટ, સાબુ, કપડા વગેરે કોઈ પણ વસ્તુ લઇ લો તેમાં પેકિંગ માટે પ્લાસ્ટીકનો જ ઉપયોગ થતો હોય છે.

અમુક લોકો પ્લાસ્ટીકનો ઉપયોગ કર્યા બાદ તેને જ્યાં ત્યાં ફેંકી દેતા હોય છે. અને તે જ પ્લાસ્ટિક ત્યાર બાદ જીવ જંતુ અને પશુઓ ખાય છે તેના પેટમાં જતું હોય છે. પશુઓ માટે તે ખુબ જ ખતરનાક સાબિત થાય છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો મળેલ છે. અને આપણે બધા જાણીએ છીએ કે પોલીથીનના કારણે ઘણી બધી ગાય માતાના મૃત્યુ થતા હોય છે.

મિત્રો પ્લાસ્ટિક એવો પદાર્થ છે જે ક્યારેય પચતો નથી. તો એવી જ રીતે ગાય માતાના પેટમાં પ્લાસ્ટિક જાય છે ત્યારે પણ એ પચતું નથી અને પેટમાં જમા થવા લાગે છે. અને તમને જણાવી દઈએ કે આ રીતે જો ગાયના પેટમાં પ્લાસ્ટિક જમા થતું રહે અને તેનો કોઈ ઈલાજ કરવામાં ન આવે તો ગાયના મલ્ટીપલ ઓર્ગન ફેલ થવાથી ગાયનું મૃત્યુ નીપજે છે. આ રીતે લોકો દ્વારા કરવામાં આવતા પોલીથીનના ઉપયોગના કારણે નિર્દોષ ગાયો મરતી જાય છે.

આ ઉપરાંત પોલીથીન ખાવાથી ગાયની રોગ પ્રતીકારકતા ઘટી જાય છે અને ગાય શારીરિક રીતે નબળી પડી જાય છે. અને સમય રહેતા જો ગાયના પેટમાં રહેલ પ્લાસ્ટીકને કાઢવા માટે કોઈ ઉપચાર કરવામાં ન આવે તો તેના પગમાં લકવા થઇ જાય છે અને પોલીથીનના કારણે બ્લડ સર્ક્યુલેશન પણ ઘટી જાય છે. સમય જતા ગાયનું મૃત્યુ પણ થઇ શકે છે. તો અમુક કેસમાં ગાયના પેટમાં એટલી હદે પ્લાસ્ટિક જમા થઇ જાય છે જેના કારણે ગાય ચારો નથી ખાઈ શકતી અને પરિણામે મૃત્યુ પામે છે.

તો મિત્રો આ પરિસ્થિતિમાં ગાયના પેટમાં રહેલ પ્લાસ્ટિકનો ઉપચાર કરવો ખુબ જ જરૂરી બની જાય છે. જો ઓપરેશન કરાવીને પ્લાસ્ટિક કઢાવો તો ગાય માટે એ પ્રક્રિયા ખુબ જ કષ્ટદાયી સાબિત થાય છે. તેમજ તેમાં ગાયના બચવાની સંભાવના પણ નહીવત થઇ જાય છે .

પરંતુ આજે અમે તેનો ખુબ જ દેશી ઉપાય લઈને આવ્યા છીએ કે જેના દ્વારા તમે ગાયના પેટમાં જમા થયેલ પોલીથીન ખુબ જ સરળતાથી બહાર કાઢી શકો છો. તો ચાલો જાણીએ કે તે ઉપાય કયો છે.

ગાયના પેટમાંથી પ્લાસ્ટિક બહાર કાઢવા માટે જરૂરી સામગ્રીઓ:

આ ઉપાય માટે 100 ગ્રામ સરસવનું તેલ, 100 ગ્રામ તલનું તેલ, 100 ગ્રામ લીમડાનું તેલ અને 100 ગ્રામ એરંડિયાનું તેલ જોઇશે. આ ઉપરાંત અડધો લીટર ગાયના દૂધમાંથી બનેલી છાશ, 50 ગ્રામ ફટકડી, 50 ગ્રામ સિંધાલુણ મીઠું (પીસીને પાવડર રૂપે ઉપયોગમાં લેવું) અને 25 ગ્રામ રાઈની પણ જરૂરીયાત પડશે.

ગાયના પેટમાંથી પ્લાસ્ટિક બહાર કાઢવાની વિધિ:

સૌપ્રથમ સરસવનું તેલ, તલનું તેલ, લીમડાનું તેલ અને એરંડિયાનું તેલ એક વાસણમાં લઈને બધા તેલને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે એક વાસણમાં અડધો લીટર ગાયના દુધની છાશ લો અને છાશમાં તેલનું મિશ્રણ ઉમેરી દો. ત્યાર બાદ તેમાં ફટકડી અને સિંધાલુ મીઠું ઉમેરી દો અને તેની સાથે રાઈ પણ ઉમેરી દો. હવે તેને હલાવીને એક મિશ્રણ તૈયાર કરી દો.

આ મિશ્રણનો ઉપયોગ ક્યારે અને કેટલા સમય માટે કરવો તે પણ જાણી લઈએ. મિત્રો આ મિશ્રણ ત્રણ દિવસ સુધી ગાયને પીવડાવવાનું છે અને સાથે સાથે લીલો ચારો પણ આપવાનો છે. આવું કરવાથી ગાય વાગોળીને ત્યાર બાદ મોં દ્વારા જ પ્લાસ્ટિક બહાર કાઢે છે તો અમુક ટકા પ્લાસ્ટિક મળ દ્વારા પણ નીકળી જાય છે.

મિત્રો આ ઉપાય ગાયો માટે ખુબ જ ઉપયોગી છે જે રસ્તા પર ખુલ્લી ફરતી હોય અને જેના પેટમાં દસથી પંદર કિલો કરતા પણ વધારે પ્લાસ્ટિક જમા થઇ ગયું હોય તેના માટે તો આ ઉપાય વરદાન સ્વરૂપ નીવડે છે અને જો ગાયના પેટમાં તેનાથી ઓછું પ્લાસ્ટિક જમા થયું હોય તો પણ તમે આ ઉપચાર કરી શકો છો. કારણ કે આ ઉપાયની કોઈ આડઅસર નથી થતી.

મિત્રો આ લેખ ગૌમાતાને સમર્પિત છે. ગૌમાતા જે આપણને પોતાના દૂધ દ્વારા પૌષ્ટિક આહારો પુરા પાડીને આપણને તંદુરસ્ત બનાવે છે માટે આ લેખને લાઈક અને વધુમાં વધુ શેયર કરો જેથી આ જાણકારી પશુપાલક સુધી પણ પહોંચે અને અન્ય લોકો સુધી પણ પહોંચે. કારણ કે આ ઉપાય આપણે પશુપાલક ન હોય તેમ છતાં રસ્તા પર રખડતી બેસહારા ગાય માટે કરી શકીએ છીએ. માટે વધુને વધુ લોકો સુધી આ માહિતીને ફેલાવો અને કોમેન્ટમાં જઈને જય ગૌમાતા અવશ્ય લખો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment