અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને ભારતમાં કેસોની સંખ્યામાં વધારો, તે પાછળ WHO એ જણાવ્યું આ કારણ.

આજે વિશ્વનો દરેક દેશ કોરોના વાયરસની સામે લડી રહ્યો છે. આ વાયરસ એવી રીતે ફેલાયો છે કે જાણે મૌતનું તાંડવ ચાલી રહ્યું હોય. દિવસે દિવસે સંક્રમિતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. હાલ આખા વિશ્વમાં 51 લાખ કરતા પણ વધુ કેસો નોંધાયા છે. જેમાં 3 લાખ 30 હજાર કરતા પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ સારવાર બાદ 20 લાખ 43 હજાર કરતા લોકો કોરોના રહિત પણ થયા છે. હાલ આખા વિશ્વમાં કોરોનાના એક્ટીવ કેસો જોવામાં આવે તો 27, 51, 224 આંકડો છે.

વિશ્વના અમુક દેશોમાં નજર કરીએ તો, રશિયામાં 8849 માત્ર એક જ દિવસમાં આવ્યા હતા, તેના કારણે ત્યાંની સરકારને ચિંતા વધારે થવા લાગી છે. કેમ કે ત્યાં એક જ દિવસની અંદર 127 લોકોના મૃત્યુ કોરોના વાયરસના કારણે થયા હતા. રશિયામાં કુલ 3,17, 555 કેસો છે, અને ત્યાંનો મૃત્યુ આંક 3099 સુધી પહોંચી ગયો છે. તેની સામે આપણે ચીનમાં નજર કરીએ તો ચીનના વુહાન શહેરમાં 12 મેં બાદ 30 જેટલા લોકોના ટેસ્ટ કર્યા હતા. પરંતુ તેમાંથી માત્ર 48 લોકોને જ કોરોના પોઝિટીવ આવ્યો હતો. તો યુકેમાં 2.50 લાખ લોકોને કોરોના સંક્રમણ થયું છે અને સ્પેનમાં 2.32 લાખ લોકોને સંક્રમણ થયું છે.

અમેરિકામાં માત્ર 24 કલાકમાં જ 22,140 નવા કેસો નોંધાયા હતા અને 1,561 લોકોના મૃત્યુ થયા હતા. તો હાલ અમેરિકામાં આત્યાર સુધીમાં 16 લાખ સુધી સંક્રમિતોનો આંકડો પહોંચવા આવ્યો છે. તો તેની સામે મૃતકોની સંખ્યામાં પણ ત્યાં ધરખમ વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધી 94,994 લોકોના મૃત્યુ થયા છે. ત્યાં ખુબ જ મોટું લોકડાઉન કરવામાં આવ્યું હતું અને તેના કારણે જ ત્યાં સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાય રહ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે, WHO દ્વારા ગુરુવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 24 કલાકની અંદર આખા વિશ્વમાં 1, 06, 000 કોરોના સંક્રમણ કેસો સામે આવ્યા છે. એવું જણાઈ રહ્યું છે કે આ મહામારી આખા વિશ્વમાં ખુબ જ લાંબા સમય સુધી ચાલશે.  ગુરુવાર પહેલા 24 કલાકની અંદર જે કેસો સામે આવ્યા તેમાંથી 66 % જેટલા કેસો અમેરિકા, રશિયા બ્રાઝીલ અને ભારતમાંથી નોંધાયા હતા.

જાપાન દેશમાં કુલ 16, 367 લોકોને કોરોનાનું સંક્રમણ થયું છે અને ત્યાંનો મૃત્યુ આંક 768 સુધી પહોંચ્યો છે. ત્યાંની સ્થિતિને જોઇને જાપાને ત્રણ રાજ્યોમાંથી ઈમરજન્સી હટાવી દીધી છે, ઓસાકા, ક્યોટો, હયોગોમાં કટોકટી કરવામાં આવી હતી જેને હાલ હટાવી દીધી છે. તો ત્યાં 47 રાજ્યો માંથી 39 રાજ્યોમાંથી કટોકટી દુર કરી દીધી હતી.કોરોના વાયરસનો કહેર સ્પેનમાં ખુબ જ ભયંકર ફેલાયો હતો. તેને લઈને સ્પેનમાં લોકડાઉન વધારવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉન વધારવાના કારણે લોકો વિરોધ કરવા માટે રસ્તાઓ પર આવી ગયા હતા. હાલ આખા વિશ્વની સ્થિતિ ખુબ જ ગંભીર જોવા મળી રહી છે. જેને લઈને દરેક દેશની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે.

Leave a Comment