99% લોકો નથી જાણતા સફળતાનું સાચું રહસ્ય, તેની ખુદની અંદર જ હોય છે. આ રીતે શોધો.

સફળતા… મિત્રો, સફળતા કોને નથી ગમતી ? દરેકને સફળતા પસંદ જ હોય છે. અને આજે દરેક માણસ સફળતા મેળવવા માટે આંધળી દોટ મુકે છે. પરંતુ જ્યારે તેને નિષ્ફળતા મળે છે ત્યારે તે હારીને નકારાત્મક વિચારો કરે છે. જો તમે એકવાર સફળતાનું સાચું રહસ્ય જાણી લો તો જીવનમાં નિષ્ફળતા પણ સફળતાનું જ પગલું બની જશે. એટલે કે સફળતાના સાચા મકસદ સુધી પહોંચવા માટે તમારે પોતાના વિચારોને સાચી દિશા આપવાની જરૂર છે.

કહેવાનો અર્થ એટલો જ છે કે સફળતા મેળવવા માટે પોતાના વિચારોને મોટા કરવાની જરૂર છે. એટલે કે સફળતા મેળવવા માટે વિચારોને શુદ્ધ કરવાની જરૂર છે. જી, હા, મિત્રો વિચારોનું શુદ્ધિકરણ એટલે કે પોતાનામાં રહેલી નકારાત્મક વૃતિને દુર કરવાની જરૂર છે. હવે તમને પ્રશ્ન થશે કે વિચારોને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ ? પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે પણ સફળતા મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છો અને તમને સફળતા નથી મળી રહી, તો એકવાર જરૂરથી આ લેખ વાંચી જુઓ, પછી તમે જ કહેશો કે ‘હા સાચી વાત છે, સફળતા મેળવવા માટે વિચારોને મોટા કરવાની જરૂર છે.’

મિત્રો, એક અંગ્રેજી લેખક David schwartz એ પોતાની બુક ‘the Magic of thinking Big’ જેમાં માણસની સફળતાને લઈને ઘણા સકારાત્મક વિચારોનું નિરૂપણ કર્યું છે. આ બુકને jissey forbes એ one of the greatest self help books ના પદથી બીરદાવી છે. આ બુક માણસના વિચારોને લઈને લખવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, માણસની વિચારધારા તેના પર કેટલો પ્રભાવ પાડી શકે છે.

મિત્રો તમે એવું માનતા હશો કે, તમારી સફળતા પર તમારા શુભ ચિંતકો જેવા કે ગુરુ, મિત્રો, સગા સંબંધીઓ, તમારી ફેમીલી તેમજ તમારું આસપાસનું વાતાવરણ અને તમારું નસીબ વધુ અસર કરે છે. પરંતુ એવું નથી. આ બધા સિવાય પણ તમારી વિચારધારાનો તમારી સફળતા પર ખુબ ઊંડો પ્રભાવ પડે છે. આમ  બધા પરિબળો અથવા તો તમારું મગજ નક્કી નથી કરતું કે તમે તમારી લાઇફમાં કેટલા આગળ જશો. પરંતુ તમારી સમજણ શક્તિ, તમારી વિચારધારા નક્કી કરે છે કે તમે કેટલા સફળ થશો. પરંતુ આ સમજણ શક્તિ એટલી સહેલાઈથી બદલી કે મોટી નથી કરી શકાતી. તો થોડા સમય માટે જો તમે તમારી નકારાત્મક દ્રષ્ટિ છોડીને સકારાત્મક દ્રષ્ટિ અપનાવી લો તો પણ સફળતા નથી મળતી. તો હવે સવાલ એવો ઉભો થાય છે કે એવું તે શું કરી શકાય, જેથી કરીને સમજણ શક્તિ કે વિચારોને શુદ્ધ કરી શકાય ?  કદાચ તમે તમારા વિચારો બદલો પણ ખરા પરંતુ તેમ છતાં તમે ત્યાં જ પહોંચી જાવ છો, જ્યાંથી તમે શરૂઆત કરી હોય. આ બાબતને થોડા બીજા પોઈન્ટ  દ્રારા પણ સમજીએ.

પોતાના વિચારો પર પ્રતિક્રિયા દાખવો : આ પોઈન્ટને જો વિગતે સમજવો હોય તો આપણે એક ઉદાહરણ દ્રારા સમજીએ. જ્યારે નેપોલિયન બોનાપાર્ટ યુદ્ધ કરવા માટે તૈયાર હતા, ત્યારે તે સમયે તેનો મંત્રી આવીને તેને કહે છે કે ‘અત્યારે યુદ્ધ કરવા માટે પરિસ્થિતિ બરાબર નથી, મને લાગે છે કે આપણે તે પરિસ્થિતિની રાહ જોવી જોઈએ અને પછી આક્રમણ કરવું જોઈએ.’ આ સાંભળીને નેપોલિયને કહ્યું કે, ‘મને લાગે છે આ યુદ્ધ કરવાનો સાચો સમય છે. હું કોઈ પરિસ્થિતિની રાહ નથી જોઈ શકતો. પરિસ્થિતિ આપણને નથી બનાવતી, પરંતુ હું પરિસ્થિતિને બનાવું છું અને આપણે યુદ્ધ અત્યારે જ કરવાનું છે.’

તો મિત્રો આ ઉદાહરણ દ્રારા આપણને એ શીખવા મળે છે કે, આપણી સફળતા માટે આપણે જ પરિસ્થિતિ ઉભી કરવી પડે છે અને તેના પર એક્શન લેવું પડે છે. પછી આ એક્શન સાચું હોય કે ખોટું. પરંતુ તમારું એક્શન લેવું એ જ વધુ મહત્વ ધરાવે છે. આમ જ્યારે તમે કોઈ સાચો નિર્ણય નથી લેતા, તો તે સમયે તમે કોઈ એક્શન પણ નથી લઇ શકતા. જો તમે યોગ્ય સમયની રાહ જુઓ છો તો સફળતાને પણ ખોઈ બેસો છો. જો તમારી સફળતામાં કોઈ અડચણ આવે તો તેનાથી ડરવાની જરૂર નથી પરંતુ તેને માત આપીને આગળ વધવાનું છે.

તમારી પોતાની સાચી શક્તિને ઓળખો : ઘણા લોકો પોતાની શક્તિને ઓળખતા નથી હોતા. પરિણામે એ જ્યારે સમાજમાં જાય છે ત્યારે તેને મળતી દરેક કામયાબ વ્યક્તિઓને જોઈ તે નિરાશા અનુભવે છે. તેના મનમાં ઉંધાચિતા વિચારો આવે છે. જેને કારણે તે હતાશ થઈ જાય છે. આ વિચારો જેવા કે મારામાં એ કામ કરવાનો કોઈ અનુભવ નથી, પાવરફુલ સ્પીચ નથી, વિચારો પ્રગટ કરવા માટેના શબ્દો નથી, હું એ કામ કરવા માટે યોગ્ય નથી, લોકો મારી હસી ઉડાવશે, મારે નીચું જોવું પડશે. આ બધા વિચારો તેના પર હાવી થઈ જાય છે. પરિણામે તે પોતાની સાચી શક્તિને ઓળખી નથી શકતા. આ દુનિયામાં જેટલા પણ કામયાબ માણસો છે એ જો આવા નકારાત્મક વિચારોમાં અટવાયા હોત તો તે ક્યારેય સફળ થયા ન હોત. એટલે જ પોતાનામાં સકારાત્મક વિચારોને વિકસાવો. જો તમને ક્યારેય પણ કોઈ કામ માટે ‘i can do it’  અનુભવો છો ત્યારે તમારા મનમાં તેના માટે ‘how can do it’ એવો જવાબ મળે જ છે.

પોતાની આસપાસનું વાતાવરણ સકારાત્મક રાખો : આ વાત ખુબ મહત્વ ધરાવે છે કે તમારી આસપાસનું વાતાવરણ કેવું છે. જો તમારી આસપાસનું વાતાવરણ બરાબર નથી, તો સફળતા મળવી ખુબ મુશ્કેલ છે. આથી તમારું આસપાસનું વાતાવરણ એવું હોવું જોઈએ, જે હંમેશા તમને પ્રોત્સાહન આપે. ન કે એવું જે લોકો પોતાનો પૂરો સમય ટીવી, મોબાઈલ, કે ગેમ રમવામાં જ કાઢતા હોય. પરંતુ તમારે પોતાના મિત્રો પણ એવા જ પસંદ કરવા જોઈએ જે તમને પ્રોત્સાહિત કરે. જેમ કે તમે કોઈ ગવર્મેન્ટ એક્જામની તૈયારી કરી રહ્યા હોય અને તમારું ફ્રેન્ડસ સર્કલ એવું છે, જે બધો જ સમય મસ્તી કે રખડવામાં જ કાઢે છે. તો તે તમને મોટીવેટ કરવાને બદલે નિરાશ કરશે અને સફળતા મળવી મુશ્કેલ બની જશે. જ્યારે તમારું ફ્રેન્ડસ સર્કલ જો એવું છે જે પોતે પણ આ જ એક્જામની તૈયારી કરે છે તો તમને સફળતા મળવામાં સરળતા રહેશે.

સફળતા મેળવવા નવા-નવા અનુભવોથી શીખતા રહો : તમે જોયું હશે કે લોકો હંમેશા એવું કહેતા હોય છે કે સફળતા મેળવવા માટે તમારે સતત પરિશ્રમ કરતો રહેવો પડે છે. પોતાના નિર્ણય પર અડગ રહેવું પડે છે. પરંતુ આ વાત પણ અધુરી જ છે કારણ કે આખી વાત એમ છે કે તમારે નવા-નવા અનુભવ સાથે પોતાના નિર્ણય પર અડગ રહેવું પડે છે. આ વાત એક ઉદાહરણ દ્રારા સમજીએ. થોમસ એડીસન જ્યારે બલ્બની શોધ કરી તે પહેલા તેણે આ અંગે 1000 પ્રયોગો કર્યા હતા. પરંતુ આ 1000 પ્રયોગો તેમણે એકસરખા નથી કર્યા, પરંતુ અલગ અલગ રીતે પ્રયોગો કર્યા. ત્યાર પછી તેઓને સફળતા મળી હતી. આમ તમારે પણ અનેક રીતે પ્રત્યન કરવા કરતા અલગ અલગ રીતે નવા અનુભવ કરી નવું શીખીને આગળ વધવાનું છે.

આમ સફળતા મેળવવા માટે પોતાની શક્તિને ઓળખી આગળ વધવાનું છે, પોતાના અનુભવોથી શીખવાનું છે, પરિસ્થિતિથી હારવાનું નથી પરંતુ પરિસ્થિતિને અનુકુળ બનાવી આગળ વધવાનું છે.

Leave a Comment