આ દુનિયામાં ખુબ જ ઓછા એવા ફિલ્મી કલાકાર છે જે પોતાના બળ પર ઉપર આવ્યા અને પોતાનું નામ બનાવ્યું. તો બોલીવુડમાં પણ એવા ઘણા સ્ટાર છે. તેમાં એક ખુબ જ ફેમસ નામ છે નવાજુદ્દીન સિદ્દીકી. નવાજુદ્દીન સિદ્દીકી એક અદ્દભુત કલાકાર છે. જેને આજે ભારતીય ફિલ્મની દુનીયાનમાં ખુબ જ પ્રસંશા મળી રહી છે. તેના કામની સરાહના લગભગ બધા જ લોકો કરે છે. તમને જણાવી દઈએ કે નવાજુદ્દીન સિદ્દીકી એક પ્રશિક્ષિત અભિનેતા છે અને ખુબ જ સાહસી વ્યક્તિ છે.
હવે તે આખી દુનિયામાં ખુબ જ વધારે પ્રશંસાને પાત્ર અભિનેતા બની ગયા છે. તેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિટ-મશીનના રૂપમાં ઓળખવામાં આવે છે. તેમજ દુનિયાના સૌથી વધારે કમાણી કરતા અભિનેતાઓમાં એક છે. તો આજે અમે તમને નવાજુદ્દીન સિદ્દીકીની અમુક ખાસ વાત જણાવશું અને તેની સંપત્તિ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
નવાજુદ્દીન સિદ્દીકી તેની દરેક ફિલ્મમાં કંઈક અલગ જ કિરદાર કરતા નજર આવતા હોય છે. તે પોતાની એક્શન અને કોમેડી ફિલ્મોના કારણે ખુબ જ જાણીતા છે. નવાજુદ્દીન સિદ્દીકીને પહેલી વાર અનુરાગ કશ્યપ દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ “ગેંગ્સ ઓફ વાસેપુર” નામની ફિલ્મમાં કામ મળ્યું હતું. તે ખુબ જ ઓછા અભિનેતાઓમાંથી એક છે જેણે લગાતાર હિટ ફિલ્મો આપી હોય. સાથે સાથે તેઓ ભારતીય સમાજ માટે ખુબ જ આદર અને સમ્માન ધરાવે છે. નવાજુદ્દીન સિદ્દીકી ઘણી વાર ગ્રામીણ ક્ષેત્રના પરિવારો માટે ખુબ જ મોટી રકમ દાન કરે છે. તેઓ ઘણી વાર લોકોને મદદ કરતા નજર આવે છે. કેમ કે તેઓ દાન કરે છે પરંતુ તેની સામે તે ખુબ જ કમાણી કરતા એક્ટર છે.
નવાજુદ્દીન સિદ્દીકીની કુલ સંપત્તિનો આંકડો ડોલરમાં આંકવામાં આવે તો, 13 મિલિયન અમેરિકી ડોલર છે. તેમજ તેને જો ભારતીય રૂપિયામાં આંકવામાં આવે તો 93 કરોડ કરતા પણ વધારે સંપત્તિ છે. તેની મોટાભાગની કમાણી બ્રાંડની એડ કરવાથી આવે છે. તે કોઈ પણ એડ કરવા માટે ખુબ જ મોટી રકમ ચાર્જ કરે છે. તેમજ તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત અભિનેતા છે, જેની પાસે કામ કરવા માટે ઘણી બધી ફિલ્મો છે. છેલ્લા અમુક વર્ષોની પણ ગણતરી કરવામાં આવે તો નવાજુદ્દીન સિદ્દીકીની કુલ સંપત્તિમાં 24% નો વધારો થયો છે.નવાજુદ્દીન સિદ્દીકીનું ઘર : મિત્રો નવાજુદ્દીન સિદ્દીકી મુંબઈમાં વર્સોવામાં આવેલ તેના ઘરમાં રહે છે. નવાજુદ્દીન સિદ્દીકીએ તેના આ ઘરને વર્ષ 2017 માં ખરીદ્યું હતું. તે ઘરની કિંમત લગભગ 12.8 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.
નવાજુદ્દીન સિદ્દીકી પાસે ખુબ જ સારી કારોનું પણ કલેક્શન જોવા મળી આવે છે. દુનિયા ઘણી નામાંકિત કંપનીઓ કાર બનાવે છે તેની લકઝરીયસ કરો નવાજુદ્દીન સિદ્દીકી પાસે છે. મર્સિડીઝ બેંઝ, BMW અને ઔડી સિવાય પણ લકઝરી કારોનો સમાવેશ થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી