એક નર્સ PPE કીટ પહેરીને હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ તે નર્સ કપડાં વગર જ પારદર્શી PPE પહેરીને આવી હતી. પરંતુ આ રીતે PPE કીટ પહેરીને હોસ્પિટલ લેવું ભારે પડી ગયું હતું. આ ઘટના રશિયામાં સામે આવી હતી. એક નર્સ હોસ્પિટલની અંદર પુરુષોના વોર્ડમાં અન્ડરગારમેન્ટ ઉપર પારદર્શી PPE કીટ પહેરીને પહોંચી હતી. પરંતુ તેને આ રીતે નોકરી કરવી ભારે પડી ગઈ હતી. એવું જાણવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના કૃત્યના કારણે તેની નોકરી પણ જઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આ મહિલા નર્સનો ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ત્યાર બાદ રશિયા ક્ષેત્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ અનુશાસન અનુસાર કાર્યવાહી શરૂ કરી દીધી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, નર્સે યુનિફોર્મના નિયમો તોડી નાખ્યા છે એટલા માટે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પરંતુ એવું જાણવામાં આવી રહ્યું કે, અન્ડરગારમેન્ટ ઉપર પારદર્શી PPE પહેરનાર નર્સ માટે હોસ્પિટલના ડોક્ટર્સ, બીજા સહકર્મચારીઓ અને રાજનેતાઓ પણ સમર્થનમાં આવી ગયા છે. સમર્થનમાં આવેલા લોકોએ હોસ્પિટલ પ્રશાસન પર એવો આરોપ લગાવ્યો હતો કે, કોરોના વાયરસ વોર્ડમાં જે લોકો કામ કરી રહ્યા છે તેને સારી PPE કીટ આપવામાં આવે. તેમણે જણાવ્યું કે, જે PPE કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે ખુબ જ પાતળા સ્તર વાળી છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓને નુકશાન પહોંચાડી શકે તેવી છે.
આ ફોટોને સોશિયલ મીડિયા પર એક દર્દીએ શેર કર્યો છે. જે માસ્કોના 100 મિલની દુરી પર આવેલ ટુલાની રીજનલ ક્લિનિકલ હોસ્પિટલમાંનો દર્દી છે. નર્સે પોતાની સફાઈમાં હોસ્પિટલ પ્રશાસનને કહ્યું હતું કે, આ વાતનો મને અહેસાસ ન હતો કે મેં જે PPE પહેરી છે તે આટલી બધી પારદર્શી હશે. PPE વધારે પ્રમાણમાં પારદર્શી હતી.
હોસ્પિટલ પ્રશાસને તપાસ દરમિયાન પહેલા એવું કહ્યું કે, મહિલા નર્સે PPE કીટની નીચે અન્ડરગારમેન્ટ પહેર્યા હતા. પરંતુ પછી તેણે એવો દાવો કર્યો હતો કે, અન્ડરગારમેન્ટ નહિ, પરંતુ તે સ્વિમિંગ સુટ હતું. પરંતુ તમને જણાવી દઈએ કે નર્સે આ ઘટનાને લઈને સાર્વજનિક વાત કરી ન હતી. તેના વિરુદ્ધ અનુશાસન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
પરંતુ સોશિયલ મીડિયા પર કંઈક અલગ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેમ કે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ નર્સને સપોર્ટ કર્યો છે. તો અમુક લોકોએ એ નર્સની આલોચના પણ કરી છે. જે લોકોએ સમર્થન કર્યું છે તેનું કહેવું છે કે, હોસ્પિટલના પ્રબંધક પર પ્રશ્નો થવા જોઈએ, કેમ કે મહિલા નર્સે ગરમીના કારણે આવું કર્યું. તો અમુક લોકોએ એવું કહ્યું કે, ઘોર નિરાશામાં ડૂબી રહેલા કોરોના વાયરસના દર્દીઓને આશાનો સંચાર મળ્યો.
તો આ રીતે નર્સ અને હોસ્પિટલના પ્રશાસન પર પ્રશ્નો થયા છે. પરંતુ ઘણા લોકો એ નર્સના સપોર્ટમાં છે તો ઘણા તેની આલોચના કરી રહ્યા છે. પરંતુ હાલ ત્યાંના પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.