રાત્રે સુતા પહેલા 1 ચમચી આનું સેવન જડમૂળથી મટાડી દેશે કબજિયાત… સવારમાં પેટ આવશે એકદમ સાફ.

સવારની કબજિયાતથી મોટાભાગના લોકો પરેશાન રહેતા હોય છે. સવારની કબજિયાતને કારણે પેટ દર્દ, પેટમાં મરોડ, પેટ સાફ ન આવવું, જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લાંબા સમય સુધી કબજિયાતની ફરિયાદ રહેવાથી બવાસીરનો સામનો કરવો પડે છે. પેટ ઠીક ન થવાથી વ્યકિતનું શરીર દુબળું, પાતળું રહે છે. શરીરમાં પોષક તત્વોની કમી રહે છે. ડાઈજેશન હંમેશા ખરાબ રહે છે. સવારની કબજિયાત તમારો દિવસ બગાડી દે છે. આથી સમય રહેતા કબજિયાતનો ઉપચાર કરવો ખુબ જ જરૂરી છે.

કબજિયાતથી છુટકારો મેળવવા માટે ઘણી આયુર્વેદિક ઔષધિઓ અને ઘરેલું ઉપચાર છે. પણ કબજિયાતને જડથી દૂર કરવા માટે એક અચૂક ઈલાજ છે એરંડિયું. એરંડાનું તેલ કબજિયાતમાં કેવી રીતે ફાયદો કરે છે ? કબજિયાતમાં એરંડાનું તેલ પીવાની રીત કંઈ છે ? આ બધી જ માહિતી તમને આ લેખમાં વિસ્તારથી જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.એરંડાનું તેલ શું છે ? એરંડાનું તેલ એક વેજીટેબલ ઓઈલ છે. જેનો ઉપયોગ કોસ્મેટીક પ્રોડક્ટ અને દવાઓ બનાવવામાં થાય છે. એરંડાનું તેલ ઔષધીય ગુણોથી યુક્ત છે. એરંડા તેલને લોકો સામાન્ય રીતે રેચકના રૂપમાં લે છે. એટલે કે કબજિયાત દૂર કરવા અને સ્ટુલને સ્મૂથ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એરંડાનું તેલ રીસીનસ કમ્યુનિસ પ્લાન્ટના બીજથી તૈયાર કરવામાં આવે છે. આ એક પ્રકારે જંગલી વૃક્ષ હોય છે. આ ઓઈલમાં એન્ટી ઇફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલ છે. તે એક સારું એવું મોશ્ચરાઈઝર છે.

કબજિયાતમાં એરંડાનું તેલ શા માટે ફાયદાકારક છે ? વાસ્તવમાં એરંડાના તેલનો ઉપયોગ કબજિયાતના ઈલાજ માટે કરવામાં આવે છે. કારણ કે આ એક ઉત્તેજક રેચકના રૂપમાં ઓળખાય છે. તે લગાવવાની સાથે પીવામાં પણ કામ આવે છે. આંતરડાની સર્જરીથી પહેલા આંતરડાને સાફ કરવા માટે પણ એરંડાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. એરંડાનું તેલ પીવાથી તે આંતરડાની કામની ગતિને વધારે છે. જેનાથી મળ સરળતાથી બહાર નીકળી જાય છે.

એરંડાનું તેલ સેવન કરવાની રીત અને ફાયદાઓ : જે લોકો દરરોજ કબજિયાતની સમસ્યા રહે છે. તે લોકો 2 ચમચી એરંડાનું તેલ નવશેકા ગરમ દૂધમાં મિક્સ કરીને સુતા પહેલા પીય શકે છે. તેનાથી સવારમાં પેટ સાફ આવે છે અને કબજિયાત નથી રહેતું.જો સાંધામાં દુઃખાવો થાય છે તો તેમાં પણ સુતા પહેલા બે ચમચી એરંડાનું તેલ દુધમાં મિક્સ કરીને પીવું જોઈએ. તેમાં એન્ટી ઇફ્લેમેટરી ગુણ હોવાના કારણે તે સોજો ઓછો કરે છે અને દુઃખાવામાં રાહત મળે છે.

એરંડાનું તેલ જાડું હોય છે. આથી તે ત્વચા અને વાળ જલ્દી અવશોષિત નથી થતું. તેમાં જેતુનનું તેલ મિક્સ કરીને મસાજ કરવાથી ત્વચામાં નિખાર અને વાળમાં મજબુતી આવે છે. તેનાથી વાળ ખરતા ઓછા બંધ થાય છે.

નિષ્કર્ષ : આમ એરંડા તેલના અનેક ફાયદાઓ છે. પણ તેનું સેવન કરતા પહેલા તમારે કોઈ ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. કારણ કે વધુ પ્રમાણમાં એરંડાનું સેવન કરવાથી ઉલટી, દસ્ત, અને પેટમાં મરોડ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આમ તમે એરંડાના તેલનું સેવન કબજિયાતમાં એક રામબાણ રૂપે પણ કરી શકો છો. તે પેટને હળવું કરવામાં ખુબ જ અસરકારક છે. તેમજ પેટને સાફ કરવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment