કેન્દ્ર સરકારે બદલી નાખ્યા છે ટુવ્હીલર ચલાવવાના નિયમો… હવે બાઈક પાછળ બેસવામાં પણ રાખવું પડશે આ ખાસ ધ્યાન, નહિ તો…

કેન્દ્ર સરકારે વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા માટે દ્વિચક્રી(ટુવ્હીલર) વાહનોની ડિઝાઇન અને પાછળના બેઠક નિયમોમાં ફેરફાર કર્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ તમારી સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. નવા નિયમો અનુસાર, બાઇક સવારની પાછળ બેઠેલા લોકોએ કેટલાક નવા નિયમો (બાઇક રાઇડ નિયમો) નું પાલન કરવું પડશે. ચાલો જાણીએ કે આ અંગે નવા નિયમો શું કહે છે.

બાઇક સવાર અને પાછળની સીટ વચ્ચે હાથ પકડવા સ્ટેન્ડ (હેન્ડ હોલ્ડર ) : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નવા નિયમો અનુસાર, હવે બાઇકની પાછળની સીટની બંને બાજુએ હાથ પકડવાનું સ્ટેન્ડ ફરજિયાત હશે. હેન્ડ હોલ્ડ પાછળના ભાગમાં બેઠેલા સવારની સલામતી માટે છે. જ્યારે બાઇક ચાલક અચાનક બ્રેક લગાવે ત્યારે હેન્ડ હોલ્ડિંગ રાઇડિંગ માટે ખુબ મદદરૂપ સાબિત થાય છે.

અત્યાર સુધી મોટાભાગની બાઇકોમાં આ સુવિધા ન હતી. આ સાથે, બાઇક પાછળ બેઠેલા વ્યક્તિ માટે બંને બાજુએ પગ મૂકવા સ્ટેન્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સિવાય, બાઇકના પાછળના વ્હીલની ડાબી બાજુનો ઓછામાં ઓછો અડધો ભાગ સુરક્ષિત રીતે કવર કરી લેવામાં આવશે, જેથી પાછળ બેઠેલા વયક્તિના કપડા પાછળના વ્હીલમાં ફસાઈ ન જાય.

મોટરસાઇકલમાં હવે લાઇટ કન્ટેનર લગાવવું પડશે : કેન્દ્રએ બાઇકમાં હળવા કન્ટેનર લગાવવાની સૂચના પણ જારી કરી છે. આ કન્ટેનરની લંબાઈ 550 મીમી, પહોળાઈ 510 મીમી અને ઉંચાઈ 500 મીમીથી વધુ ન હોવી જોઈએ. જો પાછળની સવારીના સ્થળે કન્ટેનર મુકવામાં આવે તો માત્ર ડ્રાઇવરને બાઇક પર બેસવા દેવામાં આવશે.

સરળ શબ્દોમાં કહીએ તો, અન્ય કોઈ સવારી બાઇક પર બેસી શકશે નહિ. જો અન્ય સવાર બાઇક પર બેસે તો તે નિયમનું ઉલ્લંઘન ગણવામાં આવશે. તે જ સમયે, જો કન્ટેનર પાછળના પેસેન્જરના બેઠક વિસ્તાર પાછળ મુકવામાં આવે તો અન્ય વ્યક્તિને બેસવાની છૂટ આપવામાં આવશે.

બાઇકના ટાયર અંગે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે : સરકારે ટાયર અંગે નવી ગાઈડલાઈન પણ જારી કરી છે. આ અંતર્ગત મહત્તમ 3.5 ટન વજનવાળા વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સૂચવવામાં આવી છે.

આ સિસ્ટમમાં સેન્સર દ્વારા, ડ્રાઈવરને વાહનના ટાયરમાં હવાના દબાણ વિશે માહિતી મળે છે. તેમજ ટાયર રિપેર કીટની ભલામણ કરવામાં આવી છે. તેના અમલ પછી, વાહનમાં વધારાના ટાયરની જરૂર રહેશે નહિ. સરકાર સમયાંતરે માર્ગ સલામતીના નિયમોમાં ફેરફાર કરતી રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, માર્ગ સલામતીના નિયમોને કડક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment